Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈટોલામાં ભાગવત કથાનું સમાપન થયું:વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ પરંપરાગત ગાડામાં પધાર્યા

    21 hours ago

    વડોદરાના ઈટોલા ગામમાં શ્રી ડોંગરેજી ધામ ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું 2 નવેમ્બર 2026ના રોજ સમાપન થયું. 1 નવેમ્બરે વડતાલ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ.108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. તેમનું પરંપરાગત ગાડામાં બેસાડીને સામૈયું કરવામાં આવ્યું હતું.કથા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વડતાલના લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી, તેમજ વડતાલ ગાદીના પ.પૂ.1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી યોજાઈ હતી. ઈટોલા કાનમદેશનું પ્રસાદીનું ગામ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ ભક્તરાજ જીજીભાઈ અને બાપુભાઈના ઘરે પધાર્યા હતા અને જીજીભાઈના બળદને ધામમાં લઈ ગયા હતા. ગંગાસ્વરૂપ જ્યોત્સનાબેન સૂર્યકાંતભાઈ પટેલના પરિવારે આ કથાનું આયોજન કર્યું હતું. તેઓ હાલ અમેરિકામાં રહે છે. ગામના સત્સંગ સમાજ અને વડોદરાના ભક્તોએ આયોજનમાં સહકાર આપ્યો હતો. 27 ઓક્ટોબર 2026ના રોજ પોથીયાત્રામાં પૂજ્ય લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. દીપકભાઈ શાસ્ત્રી સહિતના મહેમાનોએ દીપ પ્રગટાવી કથાનો પ્રારંભ કર્યો હતો. ગઢપુર મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજીએ કથાનું રસપાન કરાવ્યું હતું. ગઢપુર, વડતાલ અને જૂનાગઢ સહિતનાં ધામોમાંથી સંતો, પાર્ષદો અને સાંખ્યયોગી બહેનો પણ પધાર્યાં હતાં.ગામના અને બહારથી આવેલા ભક્તો માટે બપોરે અને સાંજે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈટોલા ગામ અને વડોદરા સત્સંગ સમાજના ભાઈ-બહેનોએ વ્યવસ્થા સંભાળી હતી. સભાનું સંચાલન વડતાલના સ્વામી સર્વમંગલદાસજીએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અડાલજમાં કુમાર પૂર્ણિમાની ઉજવણી થઈ:જગન્નાથ મંદિરમાં OSCAએ કાર્યક્રમ યોજ્યો; આશરે 900 ઓડિયા લોકોએ ભાગ લીધો
    Next Article
    સુરેન્દ્રનગરમાં 355 વાહનોની હરાજી થઈ:પોલીસને રૂ. 33.75 લાખની આવક; અલગ-અલગ જિલ્લાઓના વેપારીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment