Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાલજમાં કુમાર પૂર્ણિમાની ઉજવણી થઈ:જગન્નાથ મંદિરમાં OSCAએ કાર્યક્રમ યોજ્યો; આશરે 900 ઓડિયા લોકોએ ભાગ લીધો

    21 hours ago

    ગાંધીનગરના અડાલજ સ્થિત શ્રી જગન્નાથ મંદિર પરિસરમાં ઓરિસા સોશિયો-કલ્ચરલ એસોસિએશન (OSCA), અમદાવાદે 1 નવેમ્બર, 2026ના રોજ કુમાર પૂર્ણિમાની ઉજવણી કરી. કાર્યક્રમમાં ઓડિશાની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને કલાત્મક પરંપરાની ઝલક રજૂ થઈ. કુમાર પૂર્ણિમા ઓડિશાના લોકજીવન અને સંસ્કૃતિ સાથે જોડાયેલો પરંપરાગત તહેવાર છે. આસો મહિનાની પૂનમે ઉજવાતા આ પર્વનું અવિવાહિત યુવતીઓ માટે ખાસ મહત્ત્વ છે. આ દિવસે યુવતીઓ ભગવાન કાર્તિકેયની પૂજા કરીને સુખી અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરે છે. સૂર્ય અને ચંદ્રની પૂજા, લોકગીતો, રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાસ વાનગીઓ આ પર્વનો ભાગ છે. આ ઉત્સવ પરિવાર અને સમાજના લોકોને એકસાથે લાવે છે અને નવી પેઢીને પરંપરા સાથે જોડે છે. કુમાર પૂર્ણિમા સાથે પુરીના શ્રી જગન્નાથ ધામની એક ધાર્મિક પરંપરા પણ જોડાયેલી છે. માન્યતા મુજબ, આ દિવસે મહાપ્રભુ શ્રી જગન્નાથ અને માતા મહાલક્ષ્મી ‘જુઆ કૌડી’ (છીપલાં) અથવા ‘પાશા’ (પાસા) રમે છે. પરંપરા મુજબ, રમત પછી સાત દિવસ સુધી મહાપ્રભુ માતા લક્ષ્મીની સાથે રહે છે અને તેમના પ્રતિનિધિ શ્રી મદનમોહન માતા લક્ષ્મીના મંદિરમાં બિરાજે છે. આ પરંપરા ભગવાન અને માતા મહાલક્ષ્મી વચ્ચેના સંબંધને દર્શાવે છે. તે જુગારથી દૂર રહેવાનો સંદેશ પણ આપે છે. OSCA અમદાવાદમાં ઓડિશાના લોકો વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક એકતા મજબૂત કરવા તથા ગુજરાતમાં ઓડિશાની પરંપરા અને વારસો જીવંત રાખવા ઘણા વર્ષોથી આ ઉત્સવ ઉજવે છે. આ વર્ષના કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંચ્છાનિધિ પાની, IAS અને ભારત સરકારના પૂર્વ સચિવ પી. કે. પુજારી, IAS ઉપસ્થિત રહ્યા હતા. OSCAના પ્રમુખ અને ભારત સરકારના પૂર્વ સચિવ એચ. કે. દાસ, IASએ જણાવ્યું કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી આશરે 900 ઓડિયા લોકોએ ભાગ લીધો. કાર્યક્રમમાં ઓડિયાના ગાયક, સંગીતકાર, ગીતકાર અને અભિનેતા ચરણ મહંતીએ સંગીત રજૂ કર્યું.
    Click here to Read More
    Previous Article
    મયૂર વાકાણી અને બાલકૃષ્ણ શુક્લાનું સ્વાગત કરાયું:અમદાવાદના એલિસબ્રિજ પાસે ટાગોર હોલમાં મહેશ્વરી સમાજે સ્વાગત સમારોહ યોજ્યો
    Next Article
    ઈટોલામાં ભાગવત કથાનું સમાપન થયું:વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ પરંપરાગત ગાડામાં પધાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment