Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોર્ડિંગમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ અપાયાં:વાર્ષિક સભામાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, જોરાવરનગરમાં સમાજના અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા

    2 दिन पहले

    જોરાવરનગરના શ્રી ઝાલાવાડ ભાલ બત્રીસી પ્રજાપતિ બોર્ડિંગમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપવાનો અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો. વાર્ષિક જનરલ સભામાં સમાજના અગ્રણીઓ, દાતાઓ, હોદ્દેદારો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા.બોર્ડિંગના નદી કાંઠે આવેલા પરિસરમાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત પીપળીધામના પ.પૂ. મુખી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. તેમણે શિક્ષણ, સંસ્કાર અને એકતાના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય દાતા તરીકે સાયલાના જેરામભાઈ તથા શ્રી દલપતભાઈ ભોજાભાઈ ચૌહાણ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં અતીથિ ડાઈનીંગ હોલના અગ્રણી દાતા ઘનશ્યામભાઈ અમરશીભાઈ રાઠોડ, થાનગઢ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ રવજીભાઈ સાકરીયા અને રતનપરના દાતા લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ખોખર હાજર રહ્યાં હતાં.સંસ્થાના પ્રમુખ ખીમજીભાઈ બી. પ્રજાપતિ, ઉપપ્રમુખ તુલસીભાઈ ધરમશીભાઈ જાંબુકિયા અને મંત્રી જયેશભાઈ પોપટભાઈ કોશિયા સહિત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે છાત્રાલયની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ, શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અને કારકિર્દી માર્ગદર્શન વિશે માહિતી આપી હતી. શૈક્ષણિક ક્ષેત્રે સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. સમાજના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા લોકો તથા કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણનું મહત્વ, યુવા પેઢીને પ્રોત્સાહન અને સમાજની એકતા પર ભાર મૂકાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના લોકોએ સંસ્થાના આયોજનને બિરદાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:મેષ રાશિના લોકો માટે ગ્રહનું ગોચર લાભદાયી, મિથુન અને કુંભ રાશિના જાતકો માટે દિવસ શુભ
    Next Article
    હળવદમાં એરંડાની આડમાં ગાંજાની ખેતી:ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડ મળ્યા; એન્ટી નાર્કોટીક્સ વિંગે રેડ કરી, FSLઅને તોલમાપની ટીમની હાજરી કાપણી કરી વજન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment