Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:મેષ રાશિના લોકો માટે ગ્રહનું ગોચર લાભદાયી, મિથુન અને કુંભ રાશિના જાતકો માટે દિવસ શુભ

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 03 નવેમ્બર 2026, મંગળવારના રોજ આસો વદ નવમ છે. આ દિવસની ચંદ્ર રાશિ સિંહ છે. રાહુકાળ બપોરે 03:09થી 04:33 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: લાભદાયી ગ્રહ ગોચર છે. ભવિષ્ય સંબંધી યોજનાઓ પર વિચાર-વિમર્શ કરવા તથા તેને સાકાર કરવા માટે અનુકૂળ સમય છે. કોઈ નવી યોજનાને અમલમાં મૂકવામાં ભરપૂર મહેનત કરો, સફળતા પણ હાસલ થશે. નેગેટિવ: પડોશીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે બોલાચાલી થઈ શકે છે. સારું રહેશે કે નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય ન બગાડો. રાજકીય પ્રવૃત્તિઓમાં ખોટી પ્રવૃત્તિ ધરાવતા લોકોથી અંતર જાળવી રાખવું જરૂરી છે, નહિતર આ કારણે તમારું માન-સન્માન પણ પ્રભાવિત થશે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યોમાં ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. સ્ટાફ તથા કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર પણ કડક નજર રાખો. જોખમી પ્રવૃત્તિ ધરાવતા કાર્યોમાં ખૂબ વધારે પૈસા અને સમય ન બગાડો. આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં વિજય હાસલ થશે. લવ: પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો દૂર થશે. ઘરની વ્યવસ્થા પણ સુકૂન આપનારી રહેશે. સ્વાસ્થ્ય: વધુ તણાવના લીધે માથાનો દુખાવો અને એસિડિટીની સમસ્યા વધશે. સકારાત્મક બનેલા રહો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 9 પોઝિટિવ: વ્યસ્તતા છતાં સંબંધીઓ તથા મિત્રો માટે સમય કાઢવો સંબંધોમાં નિકટતા વધારશે અને સાથે જ તમારા અંગત કાર્યો પણ સુચારુ રૂપે ચાલતા રહેશે. ક્યાંય પણ રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારી આસ્થા વધશે. નેગેટિવ: યોગ્ય માર્ગદર્શનના અભાવે થોડી ઉદાસી અને એકલતા પણ અનુભવાઈ શકે છે અને પોતાના લક્ષ્યથી પણ ભટકી શકો છો. આ સમયે અનુભવી તથા સકારાત્મક લોકો સાથે થોડો સમય ચોક્કસ વિતાવો. વિદ્યાર્થીઓને કોઈ ખાસ વિષયમાં તકલીફ આવી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક બાબતોમાં કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખો. મીડિયા, ગ્લેમર વગેરે સાથે સંકળાયેલા લોકો માટે આ ઉત્તમ સમય છે. કારોબારી મહિલાઓ સારો નફો કમાશે. ઓફિસમાં તમારા સહયોગી સાથે તાલમેલ બેસાડવામાં થોડી પરેશાની અનુભવાશે. લવ: પારિવારિક વાતાવરણ સુખદ બનેલું રહેશે. યુવા વર્ગ પોતાના પ્રેમ સંબંધો પ્રત્યે સચેત અને ઈમાનદાર રહેશે. જલ્દી જ વિવાહના અવસરો બનશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન વાતાવરણની વિપરીત અસરથી પોતાનો બચાવ ચોક્કસ રાખો. લકી કલર: કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: આ સમયે કરેલી મહેનતના નજીકના ભવિષ્યમાં નિશ્ચિત પરિણામો હાસલ થવાના છે. આજે કોઈ કામમાં અણધાર્યો લાભ થવાની સ્થિતિ બની રહી છે. પોતાના કાર્યો પ્રત્યે ફોકસ રહો. તમારી ક્ષમતા અને યોગ્યતાને ઓળખો અને પ્રગતિ કરો. નેગેટિવ: આ સમયે ભાઈઓ સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. પરંતુ અનુભવી લોકોની મધ્યસ્થતાથી સમસ્યાનું નિરાકરણ પણ જલ્દી જ થઈ જશે. સંતાનની સંગત પર ચોક્કસ નજર રાખો. સમય રહેતા કડક નિર્ણયો લેવા અતિ આવશ્યક છે. વ્યવસાય: અનેક વ્યાવસાયિક ઉત્તમ માહિતીઓ મળશે અને વ્યાવસાયિક સંપર્કો પણ મજબૂત થશે. આજનો દિવસ પેમેન્ટ કલેક્ટ કરવા તથા માર્કેટિંગ સંબંધી કાર્યો માટે અનુકૂળ છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલા બિઝનેસ થોડી નુકસાનની સ્થિતિમાં રહી શકે છે. લવ: જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. પરંતુ તમારું તેમની સંભાળ રાખવી તથા પારિવારિક કાર્યોમાં સહયોગ આપવો પરસ્પર સંબંધોને વધુ મધુર બનાવશે. સ્વાસ્થ્ય: પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. આ સમયે ચિંતા અને તણાવના લીધે માથાનો દુખાવો રહેશે. લકી કલર: ગુલાબી લકી નંબર: 2 પોઝિટિવ: આજે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કોઈ સંઘર્ષનો અંત આવશે. રાજકીય અને સામાજિક સંપર્કો દ્વારા તમારું કોઈ વિશેષ કામ સંપન્ન થઈ શકે છે. પોતાની મનપસંદ પ્રવૃત્તિઓમાં પણ ખુશહાલ સમય પસાર થશે. યુવાનોને પોતાના કોઈ પ્રોજેક્ટમાં યોગ્ય સફળતા મળશે. નેગેટિવ: કોઈ પણ પારિવારિક સમસ્યાને ધીરજ અને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. આ દરમિયાન ખર્ચાઓની પણ અતિશયતા બનેલી રહેશે. નકામી વાતોમાં સમય વેડફ્યા વગર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે ક્યાંય પણ આવવા-જવાનું રાખવું યોગ્ય નથી. વ્યવસાય: અંગત વ્યસ્તતાના લીધે વ્યવસાયમાં વધુ સમય નહીં આપી શકો. કોઈ નવા કામની શરૂઆત માટે સમય અનુકૂળ નથી. તમારી કાર્યપ્રણાલીને પણ કોઈની સમક્ષ જાહેર ન કરો, નહિતર તમારી મહેનતનો શ્રેય કોઈ અન્ય લઈ શકે છે. ઓફિસમાં તમારો પ્રોજેક્ટ પૂરો કરવામાં અધિકારીઓનું માર્ગદર્શન મળશે. લવ: ઘર તથા વ્યવસાય વચ્ચે યોગ્ય સામંજસ્ય જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: હવામાનની વિપરીત અસરથી બચવા માટે દેશી વસ્તુઓનું સેવન કરો. છાતીને લગતી થોડી તકલીફ અનુભવાઈ શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 4 પોઝિટિવ: અનેક પ્રકારના કાર્યોમાં વ્યસ્તતા બનેલી રહેશે અને સફળ પણ થશો. વેપારીઓ તથા નજીકના સંબંધીઓ વચ્ચે તમારું માન-સન્માન જળવાઈ રહેશે. જીવનના સકારાત્મક પાસાઓથી પરિચિત થવાની તક મળશે. નેગેટિવ: યુવા વર્ગ સોશિયલ મીડિયા અને નકામી વાતોમાં ધ્યાન આપવાથી પોતાનું જ કામ બગાડશે. બીજાની ખોટી સલાહ પર અમલ કરવો નુકસાનદાયી થઈ શકે છે. સારું રહેશે કે તમારી કાર્યક્ષમતા પર જ ભરોસો રાખો. અનુભવી લોકોના માર્ગદર્શન પર ચોક્કસ અમલ કરો. વ્યવસાય: કારોબારી બાબતોને વ્યવસ્થિત કરવામાં ખૂબ વધારે મહેનત કરવી પડશે. આ સમયે કોઈ સરકારી અથવા પ્રાઈવેટ કંપની દ્વારા કોઈ મહત્વપૂર્ણ કરાર પણ મળી શકે છે. નોકરીયાત લોકો અતિશય કાર્યભારના લીધે પરેશાન રહેશે. લવ: પરિવારજનો પરસ્પર સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થાને સુખદ અને શિસ્તબદ્ધ બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: તણાવ, હતાશા તથા મોસમી બીમારીઓથી થોડા બચીને રહો. વર્તમાન હવામાનથી પોતાનો બચાવ રાખવો જરૂરી છે. લકી કલર: બદામી લકી નંબર: 5 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે અને તમે તમારી પ્રબળ ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસના સહારે અનેક મહત્વપૂર્ણ કાર્યોને અંજામ આપવામાં સમર્થ રહેશો. ધર્મ-કર્મની બાબતમાં પણ રુચિ બનેલી રહેશે. નેગેટિવ: ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ઊભરી શકે છે. પોતાના સ્વભાવને સહજ અને સંયમિત બનાવી રાખો. તમારું ખૂબ વધારે શિસ્તબદ્ધ હોવું પણ પારિવારિક લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી દે છે. બીજાના અંગત મામલાઓથી પોતાને દૂર રાખો. વ્યવસાય: મીડિયા અને માર્કેટિંગ સંબંધી વ્યવસાયના લોકો આજે ઉત્તમ નફો કમાઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સારા સંબંધો તમને કોઈ સરકારી ટેન્ડર કે સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલો મોટો ઓર્ડર પણ અપાવી શકે છે. સરકારી નોકરીમાં કોઈ વિશેષ અધિકાર મળશે. લવ: પરિવારજનો વચ્ચે યોગ્ય સામંજસ્ય અને પ્રેમની ભાવના રહેશે તથા ઘરમાં સકારાત્મક ઊર્જા વ્યાપ્ત રહેશે. સ્વાસ્થ્ય: કોઈ દુઃખદ સમાચાર મળવાના કારણે માનસિક સ્થિતિ થોડી વિચલિત રહેશે. સકારાત્મક બનેલા રહેવા માટે આધ્યાત્મ તથા ધ્યાનનો સહારો લો અને શાંત ચિત્ત બનેલા રહો. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: જૂના મનદુઃખ દૂર કરવાનો અનુકૂળ સમય છે. કોઈ પણ કામ પ્લાનિંગથી કરવું તથા સકારાત્મક સોચ રાખવી તમને નવી દિશા પૂરી પાડશે. કોઈ ધાર્મિક સ્થળે જવાથી તમને ખૂબ વધારે શાંતિ અને સુકૂન મળશે. નેગેટિવ: યુવા વર્ગ સચેત રહે, કારણ કે એકાગ્રતાની કમીના કારણે પોતાના કાર્યોને યોગ્ય રૂપ નહીં આપી શકે તેથી બહેતર રહેશે કે કોઈ ખાસ કાર્ય મુલતવી જ રાખો. બાળકોની પ્રવૃત્તિઓ તથા સંગત પર પણ નજર રાખવી જરૂરી છે. વ્યવસાય: કાર્યસ્થળ પર સ્ટાફ અથવા કોઈ કર્મચારીના લીધે નુકસાન થઈ શકે છે. તેથી તમારી યોજનાઓ ગુપ્ત રાખો તથા કાર્યસ્થળ પર તમારી હાજરી પણ અનિવાર્ય રાખો અને તમામ નિર્ણયો પોતે જ લો. નોકરીમાં મનગમતો કાર્યભાર મળવાથી રાહત મળશે. લવ: ઘરમાં કોઈ ધાર્મિક આયોજન જેવી પ્રવૃત્તિઓની યોજના બનશે. વિવાહ યોગ્ય વ્યક્તિઓ માટે પણ ઉત્તમ કન્યાનો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય: કોઈ પણ મશીનરીનો ઉપયોગ કરતી વખતે અથવા ચલાવતી વખતે ખૂબ વધારે સાવચેતી રાખો. આ સમયે ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: કેટલાક પ્રભાવશાળી લોકો સાથે તમારા મૈત્રીપૂર્ણ સંબંધો બનશે. મહેનત મુજબ તમને યોગ્ય પરિણામો પણ હાસલ થશે. કોઈ પણ નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો, પરંતુ પ્રેક્ટિકલ રીતે તમારી કાર્યપ્રણાલી સંબંધી યોજનાઓ બનાવો. એવું કરવાથી તમને નિશ્ચિત જ સફળતા મળશે. નેગેટિવ: બીજાના મામલામાં વગર કારણે દખલગીરી ન કરો, નહિતર આનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદ થવાથી આની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા તથા પરસ્પર સંબંધો પર પણ પડશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં તમામ કાર્યોને પોતે જ વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરો, સાથે જ એ પણ ધ્યાન રાખો કે તમારા કાર્યોનો શ્રેય કોઈ અન્ય ન લઈ જાય. ઓફિશિયલ યાત્રાનો પ્રોગ્રામ બનશે. જો કોઈ વેપારી સાથે વાદ-વિવાદ જેવો મામલો ચાલી રહ્યો હોય, તો આજે તેના ઉકેલવાની ઉત્તમ સંભાવના છે. લવ: જીવનસાથીની સલાહ વ સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. પ્રેમ સંબંધોને લગ્નમાં પરિણમવા માટે કેટલીક અડચણો આવી શકે છે. સ્વાસ્થ્ય: અસંતુલિત ખાવાપીવાની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. બેદરકારી ન દાખવો. હળવો તથા પચવામાં સરળ હોય તેવો ખોરાક લો. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: પારિવારિક વ્યવસ્થામાં યોગ્ય સામંજસ્ય અને શિસ્ત જાળવી રાખવામાં તમારો વિશેષ પ્રયાસ રહેશે અને તમે સફળ પણ થશો. મોજ-મસ્તી પછી હવે બાળકોનું ધ્યાન ફરી પોતાના અભ્યાસ તરફ એકાગ્રચિત્ત થશે. સરકારી મામલાઓમાંથી આજે થોડી રાહત મળી શકે છે. નેગેટિવ: વધુ વિચાર-વિમર્શ કરવામાં સમય ન બગાડો, નહિતર કેટલીક સિદ્ધિઓ હાથમાંથી નીકળી શકે છે. સાથે જ બહારની વ્યક્તિઓની વાતોમાં આવ્યા વગર પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રા કરવી એ પૈસા અને સમયનો બગાડ જ આપશે. વ્યવસાય: અતિશય કાર્યભારના લીધે તમામ પ્રવૃત્તિઓ પર પૂરી રીતે ફોકસ નહીં રહે. પરંતુ ફોન કોલ તથા કર્મચારીઓના સહયોગથી કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. ઓફિસના માહોલમાં તમારા સહયોગીઓ પર વધુ વિશ્વાસ ન કરીને પોતાની બુદ્ધિબળનો જ ઉપયોગ કરો. લવ: વૈવાહિક સંબંધો મધુર રહેશે. યુવાનોનો પ્રેમ સંબંધો પ્રત્યે ભાવનાત્મક લગાવ વધશે. સ્વાસ્થ્ય: શરદી, ઉધરસ જેવી તકલીફ અનુભવાઈ શકે છે. લાપરવાહી ન કરો કારણ કે વર્તમાન હવામાનમાં પોતાનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. લકી કલર: બદામી લકી નંબર: 1 પોઝિટિવ: લાભદાયી સંકેતો મળી રહ્યા છે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં રહેવાથી અનેક નવી માહિતીઓ મળશે. સામાજિક વ રાજકીય પ્રવૃત્તિઓમાં પણ તમારી હાજરી રાખો. વિદ્યાર્થીઓ પૂરી રીતે પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્રચિત્ત રહેશે. નેગેટિવ: યુવાનો મોજ-મસ્તીમાંથી ધ્યાન હટાવીને પોતાના કરિયર અને ભવિષ્ય સંબંધી પ્રવૃત્તિઓ પર ફોકસ રહે. આ સમયે તમારું ધ્યાન કઈંક નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે. કોઈને પૈસા ઉધાર પણ ન આપો, કારણ કે પાછા મળવાની આશા નથી. વ્યવસાય: આજે તમને ઓનલાઈન પ્રવૃત્તિઓના માધ્યમથી કઈંક વિશેષ માહિતીઓ મળી શકે છે. આનો યોગ્ય ઉપયોગ તમારી વ્યાવસાયિક કાર્યપ્રણાલીની યોજનાઓ બનાવવામાં કરો. વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કમિશન સાથે સંકળાયેલું કોઈ કામ બનવાથી સારી રકમ હાથમાં આવશે. લવ: ઘરના કાર્યોમાં તમારો રસ લેવો એ જીવનસાથીને ખુશી આપશે. આનાથી ઘરનું વાતાવરણ પણ ખુશહાલ બનેલું રહેશે. સ્વાસ્થ્ય: અતિશય કામ અને થાકના લીધે ઢૂંચણ તથા પગનો દુખાવો વધી શકે છે. વાયુ, વાયડા ખોરાકના સેવનથી પરહેજ રાખો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 6 પોઝિટિવ: આજે તમારી કોઈ સમસ્યા ઉકેલાવાની છે અને તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવશો. ઘરમાં કોઈ શુભ કાર્ય પણ સંપન્ન થશે. સમાજસેવી કાર્યોમાં પણ તમારી રુચિ વધશે. કોઈ અટકેલી પેમેન્ટ પણ પ્રાપ્ત થવાની સંભાવના છે. નેગેટિવ: નાની-નાની નકારાત્મક વાતો પર ચિંતા કર્યા વગર ઉકેલ કાઢવાની કોશિશ કરો. બાળકોના અભ્યાસ સાથે સંકળાયેલા કોઈ કામમાં ખૂબ વધારે સમય આપવો પડી શકે છે. વધુ દેખાડો કરવાનો પ્રયાસ ન કરો. આ સમયે ક્યાંય પણ આવવા-જવાનું રાખવું યોગ્ય નથી. વ્યવસાય: કંઈક ને કંઈક ઉતાર-ચઢાવ રહેશે. તમારી વ્યાવસાયિક કાર્યપ્રણાલી કોઈની સાથે શેર ન કરો તથા તમારી પૂરી ઊર્જા યોજનાઓને અમલમાં મૂકવામાં લગાવો. આર્થિક પક્ષ મજબૂત રહેશે. યુવા વર્ગ મોજ-મસ્તી માટે પોતાના કરિયરને દાવ પર ન લગાવે. લવ: વ્યસ્તતા છતાં પારિવારિક સભ્યો માટે પણ થોડો સમય ચોક્કસ કાઢો. આનાથી સંબંધોમાં નિકટતા આવશે. ભેટ-સોગાદોની આપ-લે કરવી સંબંધોમાં મધુરતા લાવશે. સ્વાસ્થ્ય: અતિશય વ્યસ્તતાના લીધે થાક અને માથાના દુખાવા જેવી ફરિયાદ અનુભવાશે. આરામ માટે પણ સમય ચોક્કસ કાઢો. લકી કલર: વાદળી લકી નંબર: 3 પોઝિટિવ: તમારી દિનચર્યામાં પરિવર્તન અને શિસ્ત લાવો. જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે લાંબા સમયથી પ્રયત્નશીલ હતા, આજે તેના યોગ્ય પરિણામો હાસલ કરવાનો સમય આવી ગયો છે. તેથી પ્રયત્નશીલ રહો અને આશાવાદી બનેલા રહો. નેગેટિવ: કોઈ નજીકના મિત્ર સાથે ગેરસમજો ઉત્પન્ન થઈ શકે છે. બહેતર રહેશે કે સંબંધ બગડવા જેવી સ્થિતિઓ જ ઊભી ન થવા દો. કોઈ ખાસ કામ માટે લોન લેવાનું પ્લાનિંગ હોય, તો તમારી ક્ષમતાનું ધ્યાન ચોક્કસ રાખો. યુવાનોએ પોતાની મહેનત મુજબ પરિણામ મેળવવા માટે રાહ જોવી પડશે. વ્યવસાય: માર્કેટિંગ સંબંધી કાર્યોમાં તમને યોગ્ય સફળતા મળશે. વ્યવસાયમાં ઉત્પાદન ક્ષમતામાં સુધારો આવવાનો શરૂ થશે. આર્થિક પરિસ્થિતિઓ પણ બહેતર બનશે. આ સમયે માર્કેટ સાથે સંકળાયેલા કાર્યોને પતાવવાની કોશિશ કરો તથા તમારી જૂની પાર્ટીઓ સાથે પણ ફરી સંપર્ક સ્થાપિત કરવાથી ફાયદો થઈ શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે યોગ્ય સામંજસ્ય રહેશે. કોઈ મિત્રના લીધે પ્રેમ સંબંધ જાહેર થઈ શકે છે. સ્વાસ્થ્ય: પાચનમાં ભારે ભોજનનું સેવન કરવાથી બચો તથા વ્યવસ્થિત દિનચર્યા રાખો. એસિડિટી, સાંધામાં દુખાવો જેવી સમસ્યાઓ વધી શકે છે. લકી કલર: લાલ લકી નંબર: 2
    Click here to Read More
    Previous Article
    03 નવેમ્બરનું ટેરો રાશિફળ:વૃશ્ચિક-મીન રાશિ માટેનવી તકોનું સર્જન થશે, તુલા રાશિના લોકોનું ખિસ્સું ભરાયેલું રહેશે
    Next Article
    બોર્ડિંગમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ અપાયાં:વાર્ષિક સભામાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, જોરાવરનગરમાં સમાજના અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment