Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદારોના છોકરા દારૂડીયા, છોકરીઓ ગોલ્ડમેડલિસ્ટ: ગણપત યુનિ.ના ચેરમેન:રૂપાલાએ કહ્યું-સમાજમાં વિદેશી કલ્ચરની અસર, રાજકોટની દારૂ પાર્ટીને લઈ પાટીદારોમાં ચર્ચાનો વંટોળ ફુંકાયો

    9 hours ago

    રાજકોટની સરાઝા હોટેલમાં દારૂ પાર્ટી કરતા પકડાયેલા પાટીદાર સમાજના યુવક-યુવતીઓનો મુદ્દો હવે સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે દરોડા બાદ પકડાયેલા લોકોનાં નામ જાહેર કરતાં વિવાદ પણ ઊભો થયો છે. આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે પાટીદાર સમાજના આગેવાનો દિનેશ બાંભણિયા, લાલજી પટેલ અને રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથે વાતચીત કરી હતી. ગણપત પટેલ, દિનેશ બાંભણિયા અને લાલજી પટેલ સાથે વાત કરતાં તેમના અલગ-અલગ અભિપ્રાય સામે આવ્યા છે. સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આપણા સમાજમાં આ વિદેશી કલ્ચરની અસર હોવાનું જણાવ્યું હતું, જ્યારે મહેસાણામાં પાટીદાર સંમેલનમાં ગણપત યુનિ.ના ચેરમેન ગણપત પટેલે જણાવ્યું હતું કે, પાટીદારોના છોકરા દારૂડીયા બની રહ્યા છે અને દીકરીઓ ગોલ્ડમેડલિસ્ટ થઈ રહી છે. દિનેશ બાંભણિયાએ દારૂબંધીનું સમર્થન કરવાની સાથે પોલીસની કાર્યવાહી કરવાની પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે લાલજી પટેલે યુવાનોમાં વધી રહેલા વ્યસન માટે માતા-પિતાની જવાબદારી પર ભાર મૂક્યો છે. દારૂબંધી ગુજરાતમાં હોવી જ જોઈએ: રૂપાલા રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાજકોટની સરાઝા હોટલમાં જે ઘટના બની છે તે કમનસીબી છે અને સમાજમાં આવેલા વિકૃત અસરોની ઊપજ છે. ગુજરાતમાં દારૂબંધી ન હોય તો પણ આવી ઘટના ન થવી જોઇએ. સમાજનો પ્રસંગ હોય એમાં એ સમાજના જ લોકો હોવાના ને? એમના અન્ય મિત્રો હોય એ આવ્યા હોય પણ મેજોરિટી તો જે સમાજની ઈવેન્ટ હોય એ સમાજના લોકો જ હોય. આપણે ત્યાં પણ પ્રસંગો ઉજવતા, આપણે ત્યાં પણ કૌટુંબિક પ્રસંગોમાં પણ ખૂબ ધામધૂમથી ઉજવાતા અને ઉજવવાની આજે પણ પ્રથા છે. એ આપણી પ્રથા હોય, આપણી પરંપરા હોય તો એમાં વધારે વિશેષ તો આનંદ પણ મળે છે બધાને. એવું કંઈ નથી કે એમાં આનંદ નથી હોતો. આપણો મોટો પ્રોબ્લેમ તો આપણા ઘરમાં જ છે: ગણપત પટેલ ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે જણાવ્યું હતું કે, મને તો એક જ ચિંતા છે કે પેઢી બચાવો. આપણી આવતી પેઢીને બચાવવાની જરૂર છે. આજના યંગસ્ટર્સ જે ડ્રગ્સ અને દારૂના રવાડે ચઢી રહ્યા છે. એમને આપણે સમજણ આપવાની જરૂર છે. એ બધી જવાબદારી સમાજના આગેવાનોની બને છે. એક એક વ્યક્તિને સમજાવવાની જરૂર છે. એક એક કુટુંબમાં જઈને સમજાવવાની જરૂર છે. કારણ કે, મારા કાળ દરમિયાન 80 વર્ષમાં આપણા પાટીદારો ગામડાઓમાં ખેતરોમાં મજૂરી કરતા હતા. છોકરા દારૂડિયા છે તો મેડ ક્યાંથી પડવાનો છે? આપણો મોટો પ્રોબ્લેમ તો આપણા ઘરમાં જ છે. આપણે એને સોલ્વ કરવો પડશે. આપણે ઘરે ઘરે જઈને દારૂબંધી અને એની સમજ આપવા માટે આપણે કામ કરવાનું છે. તમામ લોકોને આરોપી જાહેર કરી દેવા યોગ્ય નથી: દિનેશ બાંભણિયા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઇએ અને દારૂ પીનાર સામે કાર્યવાહી થવી જોઇએ, પરંતુ રાજકોટમાં પોલીસે જે રીતે કાર્યવાહી કરી તે યોગ્ય નથી. પોલીસ રેડ પાડે ત્યારે સ્થળ પર જ તપાસ કરીને કોણે દારૂ પીધો છે અને કોણે નથી પીધો તે નક્કી કરવું જોઇએ. મેડિકલ ટેસ્ટ કરાવ્યા પહેલાં જ તમામ લોકોને આરોપી તરીકે જાહેર કરી દેવા યોગ્ય નથી. આ પાર્ટીમાં માત્ર યુવકો જ નહીં, પરિવારના સભ્યો અને મહિલાઓ પણ હાજર હતાં. દારૂ પીનારની સાથે દારૂ લાવનાર અને વેચનાર બુટલેગરો સામે પણ કાર્યવાહી થવી જોઇએ. જો હોટલમાં આવી પાર્ટીઓ થતી હોય તો હોટલનું લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરવી જોઇએ. પોલીસ પાસે ટેસ્ટ કરવાની વ્યવસ્થા હોવા છતાં પહેલાં જ નામોની યાદી જાહેર કરી દેવી અને બાદમાં કેટલાક લોકો દારૂ પીધેલા ન હોવાનું સામે આવવું એ ગંભીર બાબત છે. ખાસ કરીને મહિલાઓને સિવિલ હોસ્પિટલ સુધી લઈ જવાની જરૂરિયાત અને તેમની સાથે થયેલા વ્યવહાર અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. માતા-પિતાએ બાળકોની સતત કાળજી રાખવી જોઇએ: લાલજી પટેલ પાટીદાર સમાજના નેતા લાલજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ યુવાનો દેશી અને વિદેશી દારૂના રવાડે ચડતા હતા, હવે ડ્રગ્સનું દૂષણ પણ વધી રહ્યું છે. સંતાનો દીકરો હોય કે દીકરી, તેઓ કોની સાથે રહે છે, કોની સંગતમાં છે અને મોબાઈલનો કેટલો ઉપયોગ કરે છે. માતા-પિતાએ પોતાના સંતાનોની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવી જરૂરી છે. આજે કોઈ દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરવા હોય તો જન્મકુંડળી મેળવવાની જરૂર નથી, પરંતુ તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વોટ્સએપ ચેટિંગ ચેક કરવું જોઈએ. સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ પરથી જ સંતાનોનું સાચું ચરિત્ર, તેમની મિત્રતા અને તેઓ શું કરી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મળી રહે છે. માતા-પિતાએ સંતાનો સાથે મિત્ર જેવો સંબંધ રાખવો જોઈએ અને ઘરમાં સારું વાતાવરણ ઊભું કરવું જોઈએ. પાટીદાર સમાજ મોટો હોવાથી સમાજનાં સંગઠનો દરેક પરિવારનાં સંતાનો શું કરે છે તેના પર નજર રાખી શકે નહીં. સંતાનોના ઉછેરની જવાબદારી માતા-પિતાએ નિભાવવી પડશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર કથળી ગયું હોવાને કારણે આજે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો ઉપલબ્ધ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ રોકવી એ સૌપ્રથમ સરકારની પ્રાથમિક ફરજ બને છે. જો સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડક અને મજબૂત બનાવવામાં આવે તો જ નશાબંધી અંગે સકારાત્મક અને ચોક્કસ પરિણામો મેળવી શકાય તેમ છે. જેથી સરકારે આ મામલે તાત્કાલિક મજબૂત પગલાં લેવા જોઈએ. જો વાલીઓ પોતાના બાળકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખે અને ઘરમાં ધાર્મિક તથા સંસ્કારી વાતાવરણ ઊભું કરે તો યુવાધનને વ્યસન અને ગેરમાર્ગે જતાં ચોક્કસપણે અટકાવી શકાય તેમ છે. લાલજી પટેલે આક્ષેપ કર્યો હતો કે, પાટીદાર સમાજ સાથે જોડાયેલી કોઈ ઘટના બને ત્યારે તેને મીડિયામાં વધુ પડતી હાઇલાઇટ કરવામાં આવે છે. અન્ય સમાજોમાં પણ વ્યસનનું પ્રમાણ છે અને ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ પણ સામે આવે છે, પરંતુ પાટીદાર યુવક-યુવતીની ઘટના હોય ત્યારે તેની વધુ ચર્ચા થાય છે. તેમણે પોલીસ સ્ટેશનમાં પાટીદાર પરિવારો સાથે થતા વર્તન અને સમાધાનના નામે વધુ પૈસા માગવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. કોઇપણ પ્રાથમિક તપાસ કર્યા વગર નામો જાહેર કર્યા: પરષોત્તમ પીપળીયા રાજકોટના સામાજિક આગેવાન અને કાયદે આઝમ તરીકે ઓળખાતા પરષોત્તમ પીપળીયાએ ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ અને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. મીડિયાને આ તમામ નામ આપનાર પોલીસ જ હતી. જેથી તેમની સામે એફઆઇઆર નથી થઈ અને તેમના નામ જાહેર કરવામાં આવ્યા તો તેના માટે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે જણાવ્યું કે, સમગ્ર ઘટના અને કાયદાકીય કાર્યવાહી સામે કોઈ પ્રશ્ન નથી, પરંતુ જે લોકોએ દારૂનું સેવન નથી કર્યું તેમ છતાં મહિલાઓ સહિતના કેટલાક લોકોના નામ અગાઉથી જાહેર કરી દેવાયા છે. કોઈપણ જાતની પ્રાથમિક તપાસ કર્યા વગર નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેમની બદનામી કરવામાં આવી છે. જે શરમજનક છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેની અમલવારી યોગ્ય નથી. ગિફ્ટ સિટીની જેમ આ બાબતે પણ યોગ્ય વ્યવસ્થા, એસ.ઓ.પી. (SOP) અને નિયમો તૈયાર કરવા જોઈએ કારણ કે પરમીટ એ ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે અગાઉ રૂ.20,000 માં પરમિટ મળતી હતી જેના હવે રૂ.1 લાખ થઈ ગયા છે. જેથી પરમીટ પ્રથા બંધ થવી જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું કે, અત્યારે 85 ટકા લગ્ન દારૂ વિના થતા નથી. દારૂ પીનારાઓને પકડવામાં આવે છે પરંતુ દારૂ ક્યાંથી આવ્યો તેની કોઈ તપાસ કરતું નથી જેથી આ પ્રકરણમાં તેની પણ તપાસ થવી જોઈએ. 'શું બધા દૂધના ધોયેલા છો? કે પાટીદારની પાછળ પડ્યા છો?' આ સમગ્ર મામલે ઉમિયા સીદસર ધામના મહિલા પાંખનાં પૂર્વ પ્રમુખ તરીકે ઓળખાતાં જ્યોતિ ટીલવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પાર્ટીના મામલે મીડિયા કવરેજ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમની પોસ્ટને આરોપીઓના સમર્થનમાં કરવામાં આવેલી ટિપ્પણી તરીકે જોવામાં આવી રહી છે. જ્યોતિ ટીલવાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, 'શું બધા દૂધના ધોયેલા છો? કે પાટીદારની પાછળ પડ્યા છો? મીડિયાને એટલું કહેવા માંગુ છું કે જેટલું દેખાડવાનું હોય એટલું દેખાડો. કોઈનું મર્ડર નથી કરી દીધું કે પાછળ પડ્યા છો.' વધુમાં તેમણે વાડીઓ અને ફાર્મહાઉસમાં પણ રોજ પાર્ટીઓ યોજાતી હોવાનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો છે કે ત્યાં યોજાતી પાર્ટીઓ કેમ મીડિયાને દેખાતી નથી? માત્ર પાટીદાર સમાજમાં જ દૂષણ છે એવું નથી, દરેક સમાજમાં આવી બાબતો જોવા મળે છે. સાથે જ ખોટી રીતે મીડિયા મારફતે વાતો ફેલાવવાનું બંધ કરવાની અપીલ કરી છે. જો કે આ પછી તેમના દ્વારા પોસ્ટ ડિલિટ પણ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો: 'પ્રિય સરકાર, મહેરબાની કરીને ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાબૂદ કરો! ચીયર્સ' આ પણ વાંચો: રાજકોટની સરાઝા હોટેલમાં થયેલી દારુ પાર્ટીનો અંદરનો માહોલ કેવો હતો? આ પણ વાંચો: દારુ પાર્ટી કરતા ઝડપાયો MLAનો સંબંધી? આ પણ વાંચો: મધરાત, મદિરા ને મહિલાઓ, ડેકોરા ગ્રુપના માલિકની બર્થ ડે પાર્ટી
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિલ્લા પંચાયતના નવા ભવનનું 3 નવેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ:રૂ.37.50 કરોડના ખર્ચે છ માળનું આધુનિક ભવન તૈયાર, એક જ સંકુલમાં વિવિધ કચેરીઓ શરૂ થતાં નાગરિકોને મળશે રાહત
    Next Article
    ईरान पर हमला किसलिए? नेतन्याहू की कुर्सी के लिए किसी भी हद तक होगी जंग?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment