Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિલ્લા પંચાયતના નવા ભવનનું 3 નવેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ:રૂ.37.50 કરોડના ખર્ચે છ માળનું આધુનિક ભવન તૈયાર, એક જ સંકુલમાં વિવિધ કચેરીઓ શરૂ થતાં નાગરિકોને મળશે રાહત

    7 hours ago

    વલસાડ જિલ્લાના નાગરિકોને દિવાળી પૂર્વે આધુનિક જિલ્લા પંચાયત ભવનની ભેટ મળવા જઈ રહી છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ.37.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વલસાડ જિલ્લા પંચાયતના નવા ભવનનું મંગળવાર, 3 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પંચાયત અને ગ્રામ્ય ગૃહનિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલ પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એક જ સંકુલમાં જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓ ગ્રાઉન્ડ પ્લસ પાંચ એટલે કે કુલ છ માળનું આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે જિલ્લા કક્ષાની વિવિધ પંચાયત કચેરીઓ હવે એક જ સંકુલમાં કાર્યરત થશે. અત્યાર સુધી સરકારી કામકાજ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓમાં જવું પડતું હતું, જેના કારણે સમય અને મહેનતનો વ્યય થતો હતો. નવા ભવનમાં વિવિધ કચેરીઓ એક જ સ્થળે ઉપલબ્ધ થતાં નાગરિકોને મોટી રાહત મળશે. સાથે જ વિભાગો વચ્ચે સંકલન વધવાથી વહીવટી કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનશે. નાગરિકો માટે લિફ્ટ, વેઇટિંગ એરિયા અને પાર્કિંગની સુવિધા નવા ભવનમાં જાહેર જનતા માટે આધુનિક રિસેપ્શન એરિયા, મુખ્ય લોબી, વેઇટિંગ એરિયા અને VIP પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં છે. અવરજવર સરળ બનાવવા માટે બે પેસેન્જર લિફ્ટ, અધિકારીઓ માટે બે અલગ લિફ્ટ અને ત્રણ દાદરની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનો સહિત તમામ નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે તેવી સુલભ સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. આ ઉપરાંત મહિલાઓ માટે અલગ ટોયલેટ સહિત આધુનિક ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. ટેરેસ ગાર્ડન અને 50થી વધુ વાહનોનું પાર્કિંગ ભવનમાં ગ્રીન એરિયા અને ટેરેસ ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે. વાહન પાર્કિંગ માટે ગ્રાઉન્ડ લેવલે 50થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. VIP મુલાકાતીઓ માટે અલગ પાર્કિંગની સુવિધા ઉપરાંત આંતરિક ટ્રાફિકનું યોગ્ય નિયંત્રણ થઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સુરક્ષા અને આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ નવા જિલ્લા પંચાયત ભવનમાં સુરક્ષા કેબિન, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન અને ફાયર સેફ્ટી નેટવર્ક સહિતની આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બેઝમેન્ટ, ટેરેસ ગાર્ડન, બગીચા અને લેન્ડસ્કેપિંગ દ્વારા ભવનને વધુ સુવિધાજનક બનાવવામાં આવ્યું છે. આમ, રૂ.37.50 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ છ માળનું આધુનિક ભવન વલસાડ જિલ્લા પંચાયતના વહીવટી માળખાને નવી સુવિધાઓ આપવાની સાથે નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ મેળવવામાં મદદરૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    ઇન્દોરમાં RSSની ત્રણ દિવસીય બેઠક, મોહન ભાગવત સામેલ થયા:408 પદાધિકારીઓ સંગઠન વિસ્તરણ અને સામાજિક અભિયાનોની સમીક્ષા કરશે
    Next Article
    પાટીદારોના છોકરા દારૂડીયા, છોકરીઓ ગોલ્ડમેડલિસ્ટ: ગણપત યુનિ.ના ચેરમેન:રૂપાલાએ કહ્યું-સમાજમાં વિદેશી કલ્ચરની અસર, રાજકોટની દારૂ પાર્ટીને લઈ પાટીદારોમાં ચર્ચાનો વંટોળ ફુંકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment