Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદાગીરી કરનાર સિટી બસનો કંડક્ટર સસ્પેન્ડ:રોકડ વસૂલી મશીન ખરાબ હોવાના બહાને ટિકિટ ન આપી; વટથી કહ્યું-તું તારે મારો વીડિયો ઉતારી લે

    3 days ago

    રાજકોટ શહેરમાં સ્થાનિક પરિવહન સેવા પૂરી પાડતી સિટી બસનું સંચાલન છેલ્લા કેટલાક સમયથી વિવાદો અને અનિયમિતતાઓને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. શહેરમાં મુસાફરોને સુવિધા મળવાના દાવાઓ વચ્ચે તંત્રની વાસ્તવિક પરિસ્થિતિની પોલ ખોલતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માખાવડ રૂટ પર દોડતી સિટી બસમાં કંડક્ટર દ્વારા આચરવામાં આવતી કથિત ગેરરીતિ અને મુસાફરો સાથેની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કંડકટરે રોકડ રકમ વસૂલી મશીન ખરાબ હોવાના બહાને ટીકીટ આપી નથી. એટલું જ નહીં જાગૃત નાગરિકે સવાલ કરતા વટથી કહ્યું-તું તારે મારો વીડિયો ઉતારી લે. જોકે સિટીબસ સેવાનો હવાલો સંભાળતા ઇજનેરે આ અંગે તપાસ કર્યા બાદ તેને સસ્પેન્ડ કર્યો છે. ટિકિટ માગતાં મશીન ખરાબ હોવાનું કહ્યું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે. બસના કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી ભાડાની રકમ પેટે રોકડ રૂપિયા લેવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સામે મુસાફરોને નિયમ મુજબ ટિકિટ આપવામાં આવતી નથી. જ્યારે જાગૃત મુસાફરો કે સહ-મુસાફરો દ્વારા કંડક્ટર પાસે ટિકિટની માંગણી કરવામાં આવે છે, ત્યારે કંડક્ટર ઉદ્ધતાઈપૂર્વક ટિકિટ આપવાનું ટાળીને મશીન ખરાબ હોવાનું સામાન્ય બહાનું આગળ ધરે છે. રોકડ રકમ પૂરેપૂરી સ્વીકાર્યા બાદ પણ ટિકિટ ન આપવી તે સીધી રીતે જ મુસાફરોની સાથે મનપા તંત્ર સાથે પણ છેતરપિંડી સમાન છે. વીડિયો ઉતારનાર સામે ઉદ્ધત વર્તન કર્યું વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, માત્ર ટિકિટ નહીં આપવાની અનિયમિતતા જ નહીં, પરંતુ કંડક્ટરની જોહુકમીની હદ તો ત્યારે વટાઈ ગઈ જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા એક નાગરિક દ્વારા આ સમગ્ર ગેરરીતિનો વીડિયો ઉતારવામાં આવ્યો. વીડિયો ઉતરી રહ્યો છે, તેની જાણ થતાં જ કંડક્ટર જરાય ડર્યા કે સંકોચ અનુભવ્યા વગર ઉદ્ધત વર્તન કરતા વીડિયો ઉતારનારને કહ્યું કે, 'તું મારો વીડિયો ઉતારી લે'. તપાસ બાદ કંડક્ટર કાયમ માટે સસ્પેન્ડ દિવ્ય ભાસ્કર સાથેની ટેલોફોનિક વાતચીતમાં સિટીબસ સેવાની જવાબદારી સંભાળતા પરેશ અઢીયાએ જણાવ્યું કે, ભાડું વસુલ્યા બાદ ટિકિટ આપવી ફરજિયાત છે. કોઈપણ કારણોસર મશીનમાં ખરાબી થાય તો તાત્કાલિક જાણ કરવાની કંડકટરની ફરજ છે. તપાસ કરતા કંડકટરની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈ તાત્કાલિક અસરથી કંડકટરને કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. આ ઉપરાંત એજન્સી પાસેથી લેટર પણ મંગાવ્યો છે. નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ જરૂરી ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અધિકારીઓના‌ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એક મહિલા કંડકટર પણ ખાયકી કરતા ઝડપાતા, તેને ડિસમિસ કરવામાં આવ્યા હતા. જોકે મહાનગરપાલિકાની કંપની આર. આર. એલ. દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ રૂટ બસ‌‌ સેવાનું અગાઉ નિયમિત રીતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતું હતું અને દર સપ્તાહે આવક સાથોસાથ ગેરરીતિ કરતા ડ્રાઈવર કન્ડક્ટરો સામે ગેરરીતિ સબબ પગલાં, મફત મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરો સામે કરાયેલી દંડાત્મક કાર્યવાહી સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાનો કેટલાં મુસાફરોએ લાભ લીધો કેટલી આવક થઈ તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવતી હતી.‌ પણ આ માહિતી જાહેર કરવાનું બંધ કરવામાં આવતા ડ્રાયવર કંડકટરોને ખાયકી કરવાનો છૂટો દોર મળી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં દુષ્કાળથી માલધારીઓ વતન છોડવા મજબૂર બન્યાં:100થી વધુ પરિવારો 800થી વધુ પશુઓ સાથે સુરેન્દ્રનગરના માલવણ પહોંચ્યા, બાળકોનું ભણતર છૂટ્યું
    Next Article
    Anthropic Set For Mega IPO: World's Biggest Listings Ranked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment