Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સિટી બસના કંડક્ટરની દાદાગીરી:રોકડ વસૂલી મશીન ખરાબ હોવાના બહાને ટીકીટ આપી નહીં, જાગૃત નાગરિકે સવાલ કરતા વટથી કહ્યું- તું તારે મારો વિડીયો ઉતારી લે, મનપા દ્વારા સસ્પેન્ડ કરાયો

    11 hours ago

    રાજકોટ શહેરમાં સ્થાનિક પરિવહન સેવા પૂરી પાડતી સિટી બસનું સંચાલન છેલ્લા કેટલાક સમયથી વિવાદો અને અનિયમિતતાઓને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. શહેરમાં મુસાફરોને સુવિધા મળવાના દાવાઓ વચ્ચે તંત્રની વાસ્તવિક પરિસ્થિતિની પોલ ખોલતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માખાવડ રૂટ પર દોડતી સિટી બસમાં કંડક્ટર દ્વારા આચરવામાં આવતી કથિત ગેરરીતિ અને મુસાફરો સાથેની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કંડકટરે રોકડ રકમ વસૂલી મશીન ખરાબ હોવાના બહાને ટીકીટ આપી નથી. એટલું જ નહીં જાગૃત નાગરિકે સવાલ કરતા વટથી કહ્યું- તું તારે મારો વિડીયો ઉતારી લે. આ ઘટનાને પગલે લોકોમાં પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જોકે સિટીબસ સેવાનો હવાલો સંભાળતા ઇજનેરે આ અંગે તપાસ કર્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બસના કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી ભાડાની રકમ પેટે રોકડ રૂપિયા લેવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સામે મુસાફરોને નિયમ મુજબ ટિકિટ આપવામાં આવતી નથી. જ્યારે જાગૃત મુસાફરો કે સહ-મુસાફરો દ્વારા કંડક્ટર પાસે ટિકિટની માંગણી કરવામાં આવે છે, ત્યારે કંડક્ટર ઉદ્ધતાઈપૂર્વક ટિકિટ આપવાનું ટાળીને મશીન ખરાબ હોવાનું સામાન્ય બહાનું આગળ ધરે છે. રોકડ રકમ પૂરેપૂરી સ્વીકાર્યા બાદ પણ ટિકિટ ન આપવી તે સીધી રીતે જ મુસાફરોની સાથે મનપા તંત્ર સાથે પણ છેતરપીંડી સમાન છે. વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે, માત્ર ટિકિટ નહીં આપવાની અનિયમિતતા જ નહીં, પરંતુ કંડક્ટરની જોહુકમીની હદ તો ત્યારે વટાઈ ગઈ જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા એક નાગરિક દ્વારા આ સમગ્ર ગેરરીતિનો વીડિયો ઉતારવામાં આવ્યો. વીડિયો ઉતરી રહ્યો છે તેની જાણ થતાં જ કંડક્ટર જરાય ડર્યા કે સંકોચ અનુભવ્યા વગર વધુ બેજવાબદાર બન્યા હતા. ઉદ્ધત વર્તન કરતા કંડક્ટરે વીડિયો ઉતારનાર વ્યક્તિને સામેથી પડકાર ફેંકતા એવું પણ કહી દીધું હતું કે, 'તું મારો વીડિયો ઉતારી લે' આ પ્રકારનું અભિમાન તેમજ બેફામ વલણ દર્શાવે છે કે કંડક્ટરોમાં તંત્ર કે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી અને તેઓ મુસાફરો સાથે મનમાની કરવા ટેવાયેલા છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજકોટના નાગરિકો દ્વારા તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો મુસાફરો પાસેથી નિયમિતપણે રોકડ રકમ લેવામાં આવે છે, તો તેની સત્તાવાર ટિકિટ કેમ કાઢી આપવામાં આવતી નથી? જો ખરેખર કંડક્ટરનું ટિકિટ કાઢવાનું મશીન ખરાબ કે ટેકનિકલ ખામીયુક્ત હોય, તો પછી મુસાફરોને મેન્યુઅલ અથવા વૈકલ્પિક રીતે રસીદ કે ટિકિટ આપવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા સિટી બસ ઓપરેટર દ્વારા કેમ રાખવામાં આવતી નથી? શું મશીન બગડવું એ માત્ર મુસાફરો પાસેથી ગેરકાયદેસર નાણાં ખંખરવાનું માત્ર એક બહાનું જ છે? જેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. દિવ્યભાસ્કર સાથેની ટેલોફોનિક વાતચીતમાં સિટીબસ સેવાની જવાબદારી સંભાળતા પરેશ અઢીયાએ સમગ્ર મામલે જણાવ્યું કે, ભાડું વસુલ્યા બાદ ટીકીટ આપવી ફરજીયાત છે. કોઈપણ કારણોસર મશીનમાં ખરાબી થાય તો તાત્કાલિક જાણ કરવાની કંડકટરની ફરજ છે. આ અંગેની જાણ દિવ્યભાસ્કરનાં માધ્યમથી થઈ હતી. ત્યારબાદ તપાસ કરતા કંડકટરની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈ તાત્કાલિક અસરથી કંડકટરને ત્યારે આ કંડકટર દ્વારા જાણ કરવામાં આવી છે કે નહીં કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એજન્સી પાસેથી લેટર પણ મંગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અધિકારીઓના‌ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એક મહિલા કંડકટર પણ ખાયકી કરતા ઝડપાતા તેને ડિસમિસ કરવામાં આવ્યા હતા. જોકે મહાનગરપાલિકાની કંપની આર આર એલ દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ રૂટ બસ‌‌ સેવાનું અગાઉ નિયમિત રીતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતું હતું અને, દર સપ્તાહે આવક સાથોસાથ ગેરરીતિ કરતા ડ્રાઈવર કન્ડક્ટરો સામે ગેરરીતિ સબબ પગલાં, મફત મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરો સામે કરાયેલી દંડાત્મક કાર્યવાહી સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાનો કેટલાં મુસાફરોએ લાભ લીધો કેટલી આવક થઈ તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવતી હતી.‌ પણ આ માહિતી જાહેર કરવાનું બંધ કરવામાં આવતા ડ્રાયવર કંડકટરોને ખાયકી કરવાનો છૂટો દોર મળી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પતિને પ્રેમિકા સાથે પકડી પત્નીએ ચંપલથી ધોઈ નાખ્યો:યુવતીના વાળ ખેંચી ઢીબી, સુરતમાં રસ્તા પર કાર આડી નાખી બાઇક રોકી સાસરિયાઓએ જમાઈને રંગેહાથ પકડ્યો
    Next Article
    મિલકત મામલે પરિવારજનો સાથે મારમારી, CCTV:જમીનના ₹18 લાખના ડખ્ખામાં દિયરે ભાભી, તેના પિતા-માતા અને બહેનને ઢોરમાર માર્યો; વૃદ્ધ રસ્તા પર પટકાતાં માથામાં ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment