Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકત મામલે પરિવારજનો સાથે મારમારી, CCTV:જમીનના ₹18 લાખના ડખ્ખામાં દિયરે ભાભી, તેના પિતા-માતા અને બહેનને ઢોરમાર માર્યો; વૃદ્ધ રસ્તા પર પટકાતાં માથામાં ઈજા

    11 hours ago

    સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં કૌટુંબિક મિલકત અને જમીનના રૂપિયાની તકરારમાં દિયરે પોતાની જ ભાભી, તેના વૃદ્ધ સસરા-સાસુ અને બહેન પર જાહેરમાં હુમલો કરી તમાચા ઝીંકી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ દરમિયાન વૃદ્ધ સસરાને જોરદાર તમાચો વાગતાં તેઓ રસ્તા પર પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર મારામારીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. બનાવ અંગે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીમાર ભાણેજની ખબર કાઢવા ગયા ને દિયર ધસી આવ્યો નાના વરાછા વિસ્તારમાં રહેતાં 43 વર્ષીય ભાવનાબેન નવલભાઈ રાઘાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પુત્ર સાથે હીરાબાગ સંતલાલ સોસાયટીમાં રહેતી કૌટુંબિક બહેન નયનાબેનના ઘરે તેમના બીમાર દીકરાની ખબર-અંતર પૂછવા ગયા હતા. ભાવનાબેનના માતા-પિતા પણ ત્યાં હાજર હતા. સાંજે સવા છ વાગ્યાના સુમારે જ્યારે તેઓ બધા ઘરની બહાર નીકળીને વાતચીત કરી રહ્યા હતા, ત્યારે નાના વરાછા ખાતે રહેતો ભાવનાબેનનો દિયર પરેશ પ્રભુભાઈ રાઘાણી ત્યાં ધસી આવ્યો હતો. '18 લાખ નહીં આપો તો જાનથી મારી નાખીશ' કહી હુમલો કર્યો પરેશે ત્યાં આવીને ગામની જમીન વેચી તેના ₹18 લાખ આપવા તેમજ ગામડે આવેલું મકાન ખાલી કરાવવા બાબતે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. પરિવારે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પરેશે ભાભી ભાવનાબેનને બે-ત્રણ તમાચા મારી દીધા હતા. ભાવનાબેનને બચાવવા વચ્ચે પડેલા તેમના વૃદ્ધ પિતા ખીમજીભાઈ અને માતા લીલાબેનને પણ તેણે માર માર્યો હતો. પરેશે પિતાજીને જોરથી તમાચો મારતાં તેઓ રસ્તા પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. વચ્ચે પડેલી બહેન નયનાબેનને પણ માર મારી, રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. લોકો ભેગા થઈ જતાં આરોપી ભાગી છૂટ્યો, CCTV આધારે તપાસ જાહેરમાં થયેલી બૂમાબૂમ અને મારામારીના પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપી પરેશ ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર હુમલાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અશ્વિનીકુમાર પોલીસે ભાવનાબેનની ફરિયાદના આધારે આરોપી પરેશ રાઘાણી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સિટી બસના કંડક્ટરની દાદાગીરી:રોકડ વસૂલી મશીન ખરાબ હોવાના બહાને ટીકીટ આપી નહીં, જાગૃત નાગરિકે સવાલ કરતા વટથી કહ્યું- તું તારે મારો વિડીયો ઉતારી લે, મનપા દ્વારા સસ્પેન્ડ કરાયો
    Next Article
    Mega Anthropic IPO May Raise Up To $3.5 Billion From Japanese Investors

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment