Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહરુખના બર્થડે પર ફેન્સને રિટર્ન ગિફ્ટ:'કિંગ'નું પહેલું ગીત રિલીઝ; તાજમાં આખી રાત પાર્ટી કર્યા બાદ ચાહકોને આપી ફ્લાઇંગ કિસ, મન્નત બહાર લખ્યો ખાસ મેસેજ

    2 days ago

    બોલિવૂડના 'બાદશાહ' શાહરુખ ખાનનો આજે 61મોં જન્મદિવસ છે. તેના ચાહકો માટે આજનો દિવસ કોઈ તહેવારથી ઓછો હોતો નથી. આ વર્ષે પણ 'મન્નત'ની બહાર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જોકે, 'કિંગ' ખાન 'મન્નત'માં હાજર નહોતો, પરંતુ હોટલની બહાર તેની એક ઝલક જોઈને ચાહકોનો દિવસ બની ગયો. બીજી તરફ SRKની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ 'કિંગ'નું પહેલું ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું. ગુજ્જુ મ્યુઝિક કમ્પોઝર્સે મ્યુઝિક તૈયાર કર્યું શાહરુખ ખાનના બર્થડે પર 'કિંગ' ફિલ્મનું પહેલું રોમેન્ટિક ગીત 'તું મીલ જાયે' રિલીઝ કરવામાં આવ્યું. ગીતમાં શાહરુખ ફરી એકવાર દીપિકા પાદુકોણ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો. ગીતની ખાસ વાત એ છે કે, ફરી એડ શીરન અને અરિજીત સિંહે કોલબરેશન કર્યું છે. ફિલ્મનું સંગીત ગુજરાતી મ્યુઝિક બેલડી સચિન-જીગરે તૈયાર કર્યું છે. ગીતની શરૂઆતમાં આવતો શાહરુખનો ડાયલોગ કેચી છે. ગીતમાં શાહરુખ અને દીપિકા વચ્ચે રોમાન્સ જોવા મળી રહ્યો છે. સાથે જ 'કિંગ'ના બિઝનેસની ઝલક પણ જોવા મળી રહી છે. ગીતમાં વચ્ચે વચ્ચે એક્શનનો તડકો પણ લાગ્યો છે. શાહરુખની નવી હેરસ્ટાઇલ અને તેની ફિટ બોડી પણ ચર્ચાનો વિષય છે. ચાહકો શાહરુખ અને દીપિકાને ફરી સાથે જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. 'મન્નત'ની બહાર ચાહકો માટે ખાસ મેસેજ શાહરુખ ખાનને રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરવા માટે ચાહકો તેના બંગલા 'મન્નત'ની બહાર પહોંચી ગયા હતા. જોકે, શાહરુખના બંગલામાં હાલ રિનોવેશન ચાલી રહ્યું હોવાથી તે ત્યાં હાજર રહ્યો નહોતો. જોકે, ભલે શાહરુખ 'મન્નત'માં હાજર ન હોય, પણ તેણે તેના ચાહકોને નિરાશ નહોતા કર્યા. વાસ્તવમાં, 'મન્નત'ને પણ ખાસ અંદાજમાં સજાવવામાં આવ્યો હતો. ઘરની બહાર એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી, જેના પર 'કિંગ' ફિલ્મની ઝલક અને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાહરુખે ચાહકો માટે પોતાના હાથે લખેલી નોટ પણ શેર કરવામાં આવી. શાહરુખે લખ્યું હતું, 'શુભેચ્છાઓ અને પ્રેમ માટે આપ સૌનો આભાર. હું પણ આપ સૌને મારો પ્રેમ પાછો મોકલી રહ્યો છું. ખૂબ બધો પ્રેમ અને મોટું હગ.' આ સાથે જ નીચે શાહરુખે સહી પણ કરી હતી. તાજ હોટલમાં આખી રાત પાર્ટી કરી રિપોર્ટ્સ મુજબ, શાહરુખ ખાન બર્થડે સેલિબ્રેશન માટે સાઉથ મુંબઈની તાજ હોટલમાં પહોંચ્યો હતો. આ સેલિબ્રેશનમાં તેમના બાળકો, સુહાના અને આર્યન ખાન પણ સામેલ હતા. એક્ટરે હોટલમાં મોડી રાત સુધી પાર્ટી કરી. પાર્ટી પછી જ્યારે શાહરુખ હોટલમાંથી બહાર નીકળ્યો, ત્યારે ત્યાં હાજર ફેન્સને તેની એક ઝલક જોવા મળી. ચાહકો પણ ખુશીના માર્યા શાહરુખ... શાહરુખની બુમો પાડવા લાગ્યા. 'કિંગ' ખાને પણ ચાહકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, તે કારમાંથી બહાર નીકળ્યો, હાથ હલાવ્યો અને ચાહકોને ફ્લાઇંગ કિસ પણ આપી. શાહરુખની માત્ર એક ઝલક મેળવીને ચાહકોનો દિવસ બની ગયો. સી-લિંક પર ખાસ બર્થડે વિશ 'બાદશાહ'ના જન્મદિવસનું સેલિબ્રેશન માત્ર ગીત રિલીઝ પૂરતું સિમિત ન રહ્યું. ગૂગલ જેમિનીએ શાહરુખના બર્થડે પહેલાં મુંબઈના આઇકોનિક બાંદ્રા-વર્લી સી-લિંક પર 'કિંગ' માટે ખાસ ટ્રિબ્યૂટ આપ્યું. શાહરુખે પણ જેમિનીનો આભાર વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર સી-લિંકનો ફોટો શેર કરીને લખ્યું, ‘મિત્ર હોય તો ગૂગલ જેમિની જેવો! હંમેશા આટલું શાનદાર, પ્રેમ આપવા માટે આભાર. આ ફોટો લેવા માટે મારે ચોરીછૂપે ડ્રાઈવ પર નીકળવું પડ્યું.’
    Click here to Read More
    Previous Article
    ડરામણા ઝટકાથી માર્કેટમાં હાહાકાર:17 વર્ષનાં તળિયે વિદેશી રોકાણ, ભારતીય અર્થતંત્રમાં અંધાધૂંધી, તમારાં રસોડાં સુધી અસર, આ રીતે FPIએ ખિસ્સાં ખાલી કર્યાં
    Next Article
    સત્તા ગુમાવવાનો ડર કે નવું સમીકરણ?:વિપક્ષ સાથે હાથ મિલાવવા નેતન્યાહૂ તૈયાર, અરબ પાર્ટીઓએ યાશારને સમર્થન આપ્યું; ઇઝરાયલના રાજકારણમાં ગેમ ચેન્જ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment