Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવાલા કૌભાંડની આશંકાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમની સઘન તપાસ:જસદણમાં તાલુકા સેવા સદન સામે આવેલી વકિલની ઓફિસ પર ઇડીની ટીમનો દરોડો

    1 day ago

    રાજકોટ જિલ્લાના જસદણમાં તાલુકા સેવા સદન સામે આવેલી વકિલની ઓફિસ પર દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ ત્રાટકી હતી અને અગત્યના દસ્તાવેજો અને સાહિત્યની સઘન ચકાસણી શરૂ કરી હતી. જસદણના ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર છે કે જ્યાં કોઇ નાગરિક પાસે અપ્રમાણસર મિલકત હોવાની આશંકાથી ઇડીએ દરોડો પાડ્યો હોય. જો કે ઓફિસમાં કોઇ શંકાસ્પદ સાહિત્ય કે વ્યવહારો મળ્યા છે કે કેમ તે હજુ સામે આવ્યું નથી. રામ મકવાણા નામના એડવોકેટની ઓફિસ બંધ રહેતી હોઇ, ટીમે તાળાં ખોલાવ્યા હતા અને લેપટોપ, સીપીયુ સહિતના સાધનો કબજે લીધા હતા. ટીમ ચાર કલાકથી વધુ સમય ઓફિસમાં રોકાઇ હતી અને દસ્તાવેજો તેમજ ફાઇલ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ, દિલ્હીથી ખાસ દોડી આવેલી ઇડીની ટીમે ઓચિંતા જ જસદણ પહોંચી બંધ ઓફિસનાં તાળાં ખોલાવ્યાં હતાં અને અંદર રહેલા વિવિધ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો તથા ફાઇલની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, ગેમિંગ એપ્લિકેશન તથા હવાલા કૌભાંડ સાથે સંકળાયેલા તાર આ ઓફિસ સુધી પહોંચ્યા હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓએ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, બેંક એકાઉન્ટ્સ, ડિજિટલ ડેટા અને દસ્તાવેજોની ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી. ઇડીની ટીમની ઓચિંતી કાર્યવાહીના પગલે સ્થાનિક વેપારી, રાજકીય અને કાનૂની આલમમાં જબરી ઉત્તેજના સર્જાઇ હતી. રામ મકવાણાએ આઠ મહિનાથી જસદણમાં ઓફિસ શરૂ કરી છે નોંધનીય છે કે રામ મકવાણા વ્યવસાયે વકિલ છે અને જસદણના સોમપીપળિયાનો વતની છે. તે અગાઉ જયપુર, ઉદયપુરમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતો હતો અને છેલ્લા 8 મહિનાથી જસદણમાં એડવોકેટ તરીકે જસદણ તાલુકા સેવાસદનની સામે ઓફીસ ચલાવતો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં જમીન દલાલ સાથે 58.92 કરોડની છેતરપિંડી:જમીન ક્લિયરન્સ, નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપી ત્રણ શખ્સોએ ખેલ પાડી કરોડો પડાવ્યા
    Next Article
    Zuckerberg Wants To Give AI A Body. Meet Meta's New Humanoid Robot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment