Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જમીન દલાલ સાથે 58.92 કરોડની છેતરપિંડી:જમીન ક્લિયરન્સ, નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપી ત્રણ શખ્સોએ ખેલ પાડી કરોડો પડાવ્યા

    19 hours ago

    અમદાવાદના બોડકદેવમાં રહેતા અને જમીન તેમજ શેરબજારમાં રોકાણ કરતા વેપારી સાથે 58.92 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. કન્સ્ટ્રક્શન અને જમીન ક્લિયરન્સનું કામ કરતા ત્રણ શખ્સોએ જમીનના વિવાદો ઉકેલી આપવાના બહાને અને નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપીને કરોડોની જમીનોના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા હતા. નક્કી કરેલી અવેજની રકમ ન ચૂકવી અને બોગસ ખર્ચના નામે હિસાબ આપવાનો ઇનકાર કરી ફરિયાદીના કરોડો રૂપિયા પડાવી લેતા EOW((Economic Offences Wing) ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જમીન વિવાદો ક્લિયર કરવાની ખાતરી આપી 42 વર્ષીય ચિંતન રામીએ ફરિયાદ નોંધાવી છે કે, ફેબ્રુઆરી 2022માં તેઓનો સંપર્ક બોડકદેવ ખાતે કન્સ્ટ્રક્શન અને જમીન ક્લિયરન્સનું કામ કરતા દીપક હીરપરા, હર્ષલ હીરપરા અને જીગ્નેશ હીરપરા સાથે થયો હતો. આરોપીઓએ જમીનના વિવાદો ક્લિયર કરી આપવાની ખાતરી આપી હતી અને તે માટેના ખર્ચને પહોંચી વળવા ફરિયાદીની જમીન 40 કરોડના ઉચક ભાવે વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. જોકે, દસ્તાવેજ કર્યા બાદ આરોપીઓએ આશરે 25 કરોડ જ ચૂકવ્યા હતા અને બાકીના 15 કરોડ જમીન ક્લિયર કરવાના રોકડ વ્યવહારોના બહાને પોતાની પાસે રાખી લીધા હતા અને ચિંતનની સહીઓવાળા વાઉચરો મેળવી લીધા હતા. 60 કરોડમાંથી આરોપીઓએ માત્ર 33 કરોડ ચૂકવ્યા ઓક્ટોબર 2022 અને વર્ષ 2023 દરમિયાન આરોપીઓએ વધુ 56,000 ચોરસ વાર જમીન ક્લિયર કરવા માટે અડધો ભાગ વેચાણ રાખવાનો કરાર કર્યો હતો. આ જમીનની કુલ કિંમત 120 કરોડ નક્કી થઈ હતી. જેમાં ચિંતનના ભાગના 60 કરોડમાંથી આરોપીઓએ માત્ર 33 કરોડ ચૂકવ્યા અને 27 કરોડ બાકી રાખ્યા. આ ઉપરાંત અન્ય સર્વે નંબરોના વેચાણમાં પણ 36,84,99,487ની રકમમાંથી 16,92,16,487 ચૂકવ્યા ન હતા. ચિંતને જ્યારે બાકીના નાણાં માંગ્યા ત્યારે આરોપીઓએ લાલચ આપી હતી કે, આ રકમ તેઓ આ જમીન પર બનનારી નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં રોકાણ તરીકે ગણી લેશે અને મોટો નફો આપશે. આ વિશ્વાસમાં લઈને આરોપીઓએ તમામ જમીનોના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા હતા. સ્કીમમાં રોકાણ અંગેનું કોઈ લેખિત લખાણ ન કર્યું તમામ દસ્તાવેજો થઈ ગયા બાદ આરોપીઓએ સ્કીમમાં રોકાણ અંગેનું કોઈ લેખિત લખાણ ચિંતનને કરી આપ્યું ન હતું. જ્યારે ચિંતને પોતાની બાકી નીકળતી રકમ અને રોકાણના લખાણની અવારનવાર માંગણી કરી ત્યારે આરોપીઓએ હિસાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને જમીન ક્લિયર કરવામાં 90 કરોડનો ખોટો ખર્ચ ઉધારી દીધો હતો. આમ, આરોપીઓએ જમીન ક્લિયર કરવાના નામે અને સ્કીમમાં મોટા નફાની લાલચ આપીને ફરિયાદીની કુલ 58.92 કરોડ પોતાના અંગત લાભ માટે રાખી લઈ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    शाहरुख खान की 'किंग' मूवी ने रिलीज से 50 दिन पहले कमाए 800 करोड़, जानें पूरा गणित
    Next Article
    હવાલા કૌભાંડની આશંકાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમની સઘન તપાસ:જસદણમાં તાલુકા સેવા સદન સામે આવેલી વકિલની ઓફિસ પર ઇડીની ટીમનો દરોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment