Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમોસમી વરસાદથી ખેડૂતો થી મગફળી સહિતનો પાક પલળતાં દિવાળી બગડી:માવઠાથી ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો; પાક અને ઘાસચારામાં ભારે નુકસાની થતાં સરકારી સહાયની માંગ

    10 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. દિવાળીના તહેવારો ટાણે જ ખેતરોમાં લણણી કરીને રાખવામાં આવેલા તૈયાર પાક પર વરસાદ ખાબકતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કેશોદ તાલુકાના બાલાગામ, બામણાસા, પાળોદર અને અખોદર સહિતના પંથકમાં ગઈકાલે બપોર બાદ ભારે પવન સાથે એક ઇંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ખેતરોમાં પડેલા મગફળીના પાથરા તેમજ અન્ય પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાકની સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જતાં ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ​બાલાગામના ખેડૂત હરસુખભાઈ જોટવાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, બપોર પછી આવેલા માવઠારૂપી વરસાદે સમગ્ર વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. ખેતરોમાં મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું હતું અને પાથરા પડ્યા હતા, આ ઉપરાંત જુવાર અને સોયાબીન જેવા પાક પણ વરસાદને કારણે પલળી ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષે પણ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો અને આ વર્ષે જ્યારે જરૂર હતી ત્યારે વરસાદ ન થયો, પરંતુ હવે પાક તૈયાર થયો ત્યારે કમોસમી વરસાદે બધું બગાડી નાખ્યું છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ કરીને માંડ પાક તૈયાર કર્યો હતો ત્યાં કુદરતે ફરી માર માર્યો છે. ​હરસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પશુઓ માટેનો ચારો વીઘે પાંચથી છ હજાર રૂપિયાનો થાય છે, જે હવે સાવ ફેલ થઈ ગયો હોવાથી ચારાની અલગથી વ્યવસ્થા કરવી પડશે. વધુમાં, માવઠાને કારણે મગફળીની ગુણવત્તા નબળી પડી જતાં વેચાણમાં પણ મુશ્કેલી પડશે, જેથી સરકારે ટેકાના ભાવે આ મગફળીની ખરીદી કરવી જોઈએ. તેમણે સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલી સહાયને અપૂરતી ગણાવીને જણાવ્યું હતું કે આટલી રકમમાં મજૂરી પણ નીકળતી નથી, જેથી ખેડૂતોને ન્યાય મળે તેવી વ્યવસ્થા થવી જરૂરી છે. ​બાલાગામના અન્ય ખેડૂત રાજેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં 99 ટકા તૈયાર થઈ ગયેલો પાક અને પાથરા પલળી જતાં મગફળીમાં સો ટકા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે મગફળી કાળી પડી ગઈ હોવાથી તે સરકારી ટેકાના ભાવના ધોરણોમાં પણ ચાલે તેવી સ્થિતિમાં રહી નથી. આ ઉપરાંત મગફળીનો ઘાસચારો પલળી જતાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે અત્યારે ભૂકાનો ભાવ પ્રતિ વીઘા છ હજાર રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. ખેડૂતોને પાક અને ઘાસચારો બંને ગુમાવવા પડ્યા છે. ​રાજેશભાઈએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ માવઠાને કારણે ખેડૂતોની આ વર્ષની દિવાળી તો બગડી જ છે, પરંતુ આવતા વર્ષે વાવેતર માટે પણ બમણા ભાવે મગફળી ખરીદવી પડશે, જેથી ખેડૂતોની સતત બે વર્ષની દિવાળી બગડી છે. આ વિસ્તારમાં પવન અને વરસાદના કારણે જુવારનો પાક ઢળી પડ્યો છે અને સોયાબીન પણ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. કમરતોડ નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતોએ હવે સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા ભાગોળ બ્રિજ નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત:રેલવે પોલીસની તપાસમાં ઓળખ થઈ, પોસ્ટમોર્ટમ બાદ શહેરાના મીઠાલી ગામના યુવકનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો
    Next Article
    વડનગરના નવા રાજપુર રોડ પર બેફામ બાઇકની ટક્કરથી અકસ્માત:શૌચક્રિયા પતાવી રસ્તો ઓળંગતા સમયે 90 વર્ષીય વૃદ્ધનો સર્જાયો અકસ્માત, ચાલક સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment