Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત ત્રીજા દિવસે તાલાલામાં ધોધમાર વરસાદ:ખેતરોમાં તૈયાર પાક માવઠાથી બચાવવા ખેડૂતોની મથામણ, બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

    7 घंटे पहले

    ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે 1 નવેમ્બરે તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજ્યના ચાર જિલ્લામાં દુષ્કાળ છે અને ચોમાસાની પણ સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. ત્યારે ફરી એક વાર ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયો છે. તાલાલા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ તાલાલા શહેર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આંકોલવાડી, આંબળાશ, બામણશા, હડમતીયા, માધુપુર, વાડલા, ગુંદરણ, પીપળવા સહિતના ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેતરમાં તૈયાર પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં આજે એક નવેમ્બરે જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે એટલે કે 2 નવેમ્બરના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવા થી મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતની હાઈ-સ્પીડ ક્ષેત્રે ઐતિહાસિક છલાંગ:દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ BEML પ્લાન્ટમાં શરૂ
    Next Article
    Rahul Gandhi की रैली में झारखंड के सांस्कृतिक कार्यक्रम की धूम! Rahul Gandhi | Ramleela Maidan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment