Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળના કંકાસામાં હાઇટેન્શન વીજ લાઇન સામે ખેડૂતોનો વિરોધ:'નોટિસ કે વળતર વગર દાદાગીરીથી કેબલિંગ નહીં થવા દઈએ', ખેતરોમાં પહોંચી હોબાળો મચાવ્યો

    14 hours ago

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામે ખેડૂતોની ખાનગી માલિકીની ફળદ્રુપ ખેતીની જમીનમાંથી હાઈટેન્શન વીજ લાઈન પસાર કરવાની કામગીરીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. સ્થાનિક ધરતીપુત્રોનો ગંભીર આક્ષેપ છે કે તેમની કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી કે સત્તાવાર જાણકારી વગર જ ખેતરોમાંથી બળજબરીપૂર્વક વીજ લાઈન નાખવાની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના અને કોઈપણ જાતની ચર્ચા કર્યા વિના કામ શરૂ કરવાની પેરવી થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. પોતાની માલિકીની જમીનમાં પ્રવેશતા પહેલાં ખેડૂતોને અંધારામાં કેમ રખાયા તેવો સવાલ ઉઠાવી કામ અટકાવી દેવામાં આવ્યું હતું. 'પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોને દબાવવાનો પ્રયાસ વ્યાજબી નથી': ભારતીય કિસાન સંઘ સમગ્ર વિવાદ મામલે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ગોવિંદભાઈ ચોસાએ સ્થળ પર ઉપસ્થિત રહી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાઈટેન્શન પાવર લાઈનને લઈને ખેડૂતો પોતાના હક માટે બીજી, ત્રીજી અને આજે ચોથી વખત મેદાને આવ્યા છે. ગઈકાલે ચોક્કસ માહિતી મળી હતી કે જેટકો (GETCO) દ્વારા પોલીસ પ્રોટેક્શન મેળવીને ખેડૂતો પર દબાણ લાવી તેમની ખાનગી માલિકીની જમીનોમાં હાઈટેન્શન પાવર લાઈનના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે કાફલો મોકલવાની યોજના ઘડવામાં આવી રહી છે. આ વલણ અત્યંત નિંદનીય અને અયોગ્ય છે. સુખાધિકાર માટે છોડેલી જમીન પર વળતર વિના કબ્જો કરવાનો આક્ષેપ કિસાન સંઘના પ્રમુખે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, નાંદરકીથી કંકાસા તરફ જતો રસ્તો ટીપ (સરકારી નકશા) મુજબ પૂર્ણ નથી, પરંતુ અડધો રસ્તો ખેડૂતોએ પોતાના સુખાધિકાર અને પરિવહનની અનુકૂળતા માટે સ્વૈચ્છિક રીતે છોડેલી ખાનગી જમીન છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રોડ-રસ્તાનું નિર્માણ કે જાહેર જનતા અને ખેડૂતોની સુખાકારી માટેના વિકાસકાર્યો સામે કોઈને ક્યારેય વાંધો હોઈ ન શકે. પરંતુ ખેડૂતોની માલિકીની જમીન હોવા છતાં નિયમ મુજબ તેમને કોઈ વળતર ન ચૂકવવું, કોઈ સત્તાવાર નોટિસ ન આપવી અને કાયદેસર જમીન સંપાદન કર્યા વિના જેટકો દ્વારા દાદાગીરીથી કેબલિંગ કરવું બિલકુલ સહન નહીં કરવામાં આવે. જો તંત્રને કામ કરવું હોય તો ખેડૂતો સાથે બેસીને સમજૂતીથી, યોગ્ય વળતર આપીને અને વિશ્વાસમાં લઈને જ આગળ વધવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરી કામગીરી આગળ ધપાવવાનો પ્રયાસ ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે જમીનમાંથી હાઈટેન્શન વીજ લાઈન નાખવા પાછળ કયા સરકારી નિયમોનું પાલન કરવામાં આવ્યું છે તેની વિગતો જાહેર કરવામાં આવે. જમીન માલિકોને જાણ કર્યા વિના પ્રોજેક્ટ થોપી બેસાડવાના આ પ્રયાસથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ખેડૂતોના આક્રમક તેવર અને એકસૂર વિરોધ બાદ હવે જેટકો તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે કેવું વલણ અપનાવે છે અને વિવાદનો સુખદ ઉકેલ કઈ રીતે લાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત કોંગ્રેસનાં 3000 નેતા-કાર્યકર્તા દિલ્હીમાં:રાજકોટની હોટેલમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, 76 લોકો ઝડપાયા; સુરતના ખજોદમાં ફરી વિકરાળ આગ
    Next Article
    મોરબીમાં પ્રોપેન ગેસના ભાવમાં કિલોએ 3 રૂપિયાનો વધારો:સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગેસ હવે 104 રૂપિયા પ્રતિ કિલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment