Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પ્રોપેન ગેસના ભાવમાં કિલોએ 3 રૂપિયાનો વધારો:સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગેસ હવે 104 રૂપિયા પ્રતિ કિલો

    10 hours ago

    મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં 1 ઓક્ટોબરથી પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે. હવે તેનો ભાવ 104 રૂપિયા પ્રતિ કિલો થયો છે. સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને પ્રોડક્ટ બનાવવામાં આવે છે. માલ બનાવવાનો ખર્ચ ઓછો રાખવા ઉદ્યોગકારો મોટા પ્રમાણમાં પ્રોપેન ગેસ વાપરે છે. જોકે, તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, છેલ્લા આઠ દિવસમાં પ્રોપેન ગેસના ભાવમાં બે વખત વધારો થયો હતો. પહેલા 7 રૂપિયા અને પછી 3 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થતાં ભાવ 100.95 રૂપિયા થયો હતો. હવે તેમાં વધુ 3 રૂપિયાનો વધારો થયો છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે બજારમાં તૈયાર માલના ભાવમાં વધારો મળતો નથી, જ્યારે ગેસ અને અન્ય કાચા માલના ભાવ વધી રહ્યા છે. મંદી અને મોંઘવારીને કારણે માલની માંગ પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ વધતાં કારખાનાં બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. ગયા મહિને નેચરલ ગેસ પર ખાસ છૂટ મળતાં તેનો ભાવ 77 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર હતો. ચાલુ મહિને છૂટ હટાવાતા ભાવ 82 રૂપિયા થયો છે. ઓક્ટોબરમાં નેચરલ ગેસ વાપરનાર ગ્રાહકો માટે આ ભાવ છે. આ મહિનાથી નવા ગ્રાહકોને ગુજરાત ગેસ કંપની 90 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવે ગેસ આપે છે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળના કંકાસામાં હાઇટેન્શન વીજ લાઇન સામે ખેડૂતોનો વિરોધ:'નોટિસ કે વળતર વગર દાદાગીરીથી કેબલિંગ નહીં થવા દઈએ', ખેતરોમાં પહોંચી હોબાળો મચાવ્યો
    Next Article
    Tim Seifert's 93 Powers New Zealand To Consolation Win Over India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment