Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાફ-સફાઈ કરો છો, તો ફ્રીમાં નથી કરતા':ક્રિષ્ના રાખોલિયાએ કહ્યું-અનામત લઈ પૈસાવાળા બનેલો સમાજ છો; યુટ્યુબર સામે જૂનાગઢમાં અનુસૂચિત જાતિના લોકો લાલઘૂમ

    1 day ago

    'મજા આવે ને તો કામ કરવા અવાય. સાફ-સફાઈ કરો છો તો કાંઈ ફ્રીમાં નથી કરતા, બરોબર. અનામત લઈને પૈસાવાળા બનેલો સમાજ છો' આ શબ્દો છે સુરતની યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ક્રિષ્ના રાખોલિયા(પટેલ)ના. જેણે સોશિયલ મીડિયામાં મૂકેલા વીડિયોમાં આ પ્રકારની ટીપ્પણી કરી હતી. જેની સામે જૂનાગઢના અનુસૂચિત જાતિના આગેવાનો અને સફાઈ કામદારોએ વિરોધ નોંધાવીને રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી હતી કે, વાલ્મિકી સમાજ અને અનુસૂચિત જાતિના લોકો વિરૂદ્ધ અત્યંત અભદ્ર અને કથિત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે ક્રિષ્ના રાખોલિયા સામે ગુનો દાખલ કરવામાં આવે. આ મામલે જૂનાગઢના DySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર બાબત સંપૂર્ણ જાણ્યા બાદ આગળની કામગીરી કરવામાં આવશે. ફેસબુક પોસ્ટ-કમેન્ટને લઈ વીડિયો બનાવ્યો ક્રિષ્ના રાખોલિયાએ એક ફેસબૂક પોસ્ટ અને તેની કોમેન્ટને ટાંકીને વીડિયોમાં કહ્યું હતું કે, માતાવાડી સોસાયટીની અંદર કોઈ લુહારનું ઘર હતું અને એને કોઈ વાલ્મીકિ સમાજની બેન-દીકરીને ભાડે આપી દીધું. એટલે આજુબાજુમાં રહેતા પટેલ લોકોએ એનો વિરોધ કર્યો અને ખાલી કરે એવું કાંઈક હતું. આ પોસ્ટમાં કમેન્ટો રીડ કરી. એટલે કમેન્ટ ઉપર વાત કરવાનું મન થયું. બાકી મકાન મારું નથી અને મને કોઈથી કોઈ પ્રોબ્લેમ ન હોય કોઈ દિવસ. 'અનામત લઈને બેઠેલો સમાજ નથી આ' વધુમાં ક્રિષ્નાએ કહ્યું કે, એવી કમેન્ટ હતી કે પટેલ લોકોને પાવર આવી ગયો છે, એને ત્યાં સાફ-સફાઈ કરવા જવાનું બંધ કરો એટલે ઈ લોકો સીધા થઈ જાય. તો પહેલી વાત તો સાફ-સફાઈ કરવા ન જાવ ને તો SMC વાળા આવે છે. તમે સાફ-સફાઈ કરવા આવો તો ફ્રીમાં નથી આવતા. સમાજ પાસે એવો ટાઈમ નથી એટલે પૈસા આપીને કામ કરાવી રહ્યો છે. કારણ કે આ સતત રળવા વાળો સમાજ છે, અહીંયા અનામત લઈને બેઠેલો સમાજ નથી આ? પોતાની જાત-મહેનતથી અહીંયા પહોંચેલો આ સમાજ છે. 'અલગથી સોસાયટી પાડો અને પછી અમને નહીં દેતા' એટલું જ નહીં ક્રિષ્ના રાખોલિયાએ વધુમાં કહ્યું કે, જો કોઈ બેન-દીકરીથી અચાનક જ કંઈક એવો શબ્દ વપરાઈ ગયો, બોલાઈ ગયો ભૂલથી, તો પણ જો એનો મોટો મુદ્દો બનાવીને અને અઢળક એટ્રોસિટી કરતો હોય, તો શું કામ ઈ તમારી હારે રહે? જાઓ અમે ચેલેન્જ આપી છીએ. બહુ ભણેલો-ગણેલોને સધ્ધરને અનામત લઈને પૈસાવાળો બનેલો સમાજ છો, તો તમારી સોસાયટીઓ કરો ને અલગથી! અલગથી સોસાયટી પાડો અને પછી અમને નહીં દેતા. 'આખા વાલ્મિકી સમાજને હડધૂત કર્યો છે' ત્યારે આ સમગ્ર મુદ્દે ​આ મામલે બહુજન વિકાસ ફોર્સના અધ્યક્ષ નિખિલ ચૌહાણે જણાવ્યું હતું કે, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે જે ક્રિષ્ના રાખોલિયા યુટ્યુબર છે, એના દ્વારા જે જાહેરમાં વાલ્મિકી સમાજની જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, એની સામે અમે અત્યારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવા માટે આવ્યા છીએ. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે આખા ભારતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક નીચ માનસિકતા ધરાવતી વ્યક્તિએ આખા વાલ્મિકી સમાજને હડધૂત કર્યો છે અને સામે વીડિયો પુરાવાઓ હોવા છતાં પોલીસ ક્યાંકને ક્યાંક છાવરવાના અને મુદ્દો ભટકાવવાના પ્રયત્નો કરી રહી છે. ગુનો નોંધીને કાયદાકીય પગલા લેવા માંગ નિખિલ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે, કદાચ જો આ પોલીસ ફરિયાદ નહીં લે અને પોલીસતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આંદોલન કરવાની સાથે જરૂર પડ્યે જીવનું જોખમ ખેડીને પણ આજની તારીખમાં આ ગુનો દાખલ કરાવીને જ જઈશું. ​આ લેખિત રજૂઆતમાં બંધારણની વિવિધ કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-1989 ની કલમ 3(1)(યુ) હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ગંભીર બાબતે સામાજિક સૌહાર્દ જાળવી રાખવા માટે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    CMના હસ્તે પાટણમાં અદ્યતન કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ:દર્દીઓની સુવિધા માટે 50 બેડ ધરાવતી સુસજ્જ હોસ્પિટલ તૈયાર; ઉત્તર ગુજરાતના દર્દીઓને હવે અમદાવાદ જવામાંથી મુક્તિ
    Next Article
    कहाँ से आई रिजीम चेंज की बोगस थ्योरी? SIR के मुद्दे को पीछे हटाने का नया बहाना?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment