Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMના હસ્તે પાટણમાં અદ્યતન કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ:દર્દીઓની સુવિધા માટે 50 બેડ ધરાવતી સુસજ્જ હોસ્પિટલ તૈયાર; ઉત્તર ગુજરાતના દર્દીઓને હવે અમદાવાદ જવામાંથી મુક્તિ

    1 day ago

    ઉત્તર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે આજે એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થયો છે. પાટણ શહેરના જનતા હોસ્પિટલ પરિસરમાં જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલ’નું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવીન અદ્યતન હોસ્પિટલ શરૂ થવાથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને હવે કેન્સરની સારવાર માટે અમદાવાદ જેવા મોટા શહેરો સુધી લાંબા થવું નહીં પડે અને ઘરઆંગણે જ વિશ્વસનીય સારવાર મળી રહેશે. આધુનિક સુવિધાઓ અને સજ્જતા અંદાજે લાખો દર્દીઓ માટે રાહતરૂપ સાબિત થનારી આ હોસ્પિટલમાં કેન્સર નિદાન અને સારવાર માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટું આશ્વાસન અત્યાર સુધી ઉત્તર ગુજરાત (પાટણ, બનાસકાંઠા, મહેસાણા વગેરે) વિસ્તારના કેન્સરના દર્દીઓને યોગ્ય નિદાન અને સારવાર મેળવવા માટે વારંવાર અમદાવાદ કે અન્ય મહાનગરોમાં જવું પડતું હતું. જેના કારણે દર્દી તથા તેમના પરિજનો પર આર્થિક અને માનસિક બોજ વધતો હતો. જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના આ ભગીરથ પ્રયાસથી હવે રાહત દરે અદ્યતન કેન્સર સારવાર સુલભ બનશે. સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ પૂરવાર થશે. નેતાઓ અને સમાજશ્રેષ્ઠીઓની હાજરી આ લોકાર્પણ સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ પાટણના સમાજશ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ટ્રસ્ટની આ માનવસેવાકીય પહેલને બિરદાવી હતી અને ઉત્તર ગુજરાતના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવા માટે આ પગલાંને ઐતિહાસિક ગણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની હયાત હોટેલમાં વિદેશી મહિલાના રૂમમાં ઘૂસી વીડિયો બન્યો:'હોટેલમાં દેહ વેપાર ચાલે છે' કહી મેનેજર પાસે સેટલમેન્ટના રૂ.5 લાખ માગ્યા, ચાર સામે ફરિયાદ
    Next Article
    'સાફ-સફાઈ કરો છો, તો ફ્રીમાં નથી કરતા':ક્રિષ્ના રાખોલિયાએ કહ્યું-અનામત લઈ પૈસાવાળા બનેલો સમાજ છો; યુટ્યુબર સામે જૂનાગઢમાં અનુસૂચિત જાતિના લોકો લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment