Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન એરફોર્સની 'સૂર્યકિરણ' ટીમનો દિલધડક એર શો:એરફોર્સના જવાનોએ આકાશમાં શ્વાસ થંભાવી દેતા અવનવા કરતબ કરી સાહસ અને ચોકસાઈનું પ્રદર્શન કર્યું

    7 hours ago

    ભાવનગરના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. ભાવનગરના આકાશમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે અદભુત હવાઈ કરતબો રજૂ કરી શૌર્ય, સાહસ અને શિસ્તનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. હોક એમકે-132 વિમાનોની ગર્જના સાથે આકાશમાં રચાયેલા વિવિધ ફોર્મેશન અને તિરંગાની આકર્ષક રચનાએ ઉપસ્થિત હજારો લોકોને રોમાંચિત કર્યા હતા. બોરતળાવ ખાતે એર શોનું આયોજન કરાયું ભાવનગરના આંગણે ગૌરીશંકર સરોવર એટલે કે બોરતળાવ ખાતે એર-શોનું આયોજન કરવવામાં આવ્યું હતું. જેમાં આકાશમાં આજે ભારતીય વાયુસેનાની વીરતા, શિસ્ત અને અદભુત હવાઈ કૌશલ્યનો અનોખો નજારો જોવા મળ્યો હતો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમના હોક એમકે-132 વિમાનોની ગર્જનાથી ભાવનગરનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. આશરે 30થી 40 મિનિટ સુધી ચાલેલા આ ભવ્ય એર શોમાં નવ ફાયર એરક્રાફ્ટના પાયલોટોએ આકાશમાં અદભુત ફોર્મેશન અને દિલધડક હવાઈ કરતબો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.આ ઐતિહાસિક એર શોને નિહાળવા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાથી ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એરફોર્સ જવાનઓએ આકાશમાં દિલધડક કરતબો રજૂ કર્યા સૌ ભાવેણા વાસીઓ ભારતીય વાયુસેનાના અદભુત સાહસ અને શૌર્યને બિરદાવ્યું હતું.એર શોના પ્રથમ તબક્કામાં કોમ્પોઝિટ પાર્ટ દરમિયાન નવેય વિમાનોએ એકસાથે આકાશમાં ઉડાન ભરી અદભુત ફોર્મેશન રજૂ કર્યું હતું. ત્યારબાદ સિંક્રો પાર્ટમાં હોક એમકે-132 વિમાનો બે અલગ-અલગ ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા અને હવામાં અદભુત તાલમેલ, ચોકસાઈ તથા સાહસનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં ક્યારેક એકબીજાની નજીકથી પસાર થતાં વિમાનો, તો ક્યારેક ઊંચાઈએથી નીચે તરફ આવતાં વિમાનોના કરતબોએ લોકોના શ્વાસ થંભાવી દીધા હતા. આકાશમાં તિરંગાની રચના, પ્રેમના પ્રતીક સમાન દિલની આકૃતિ અને વિવિધ આકર્ષક ફોર્મેશન દ્વારા સૂર્યકિરણ ટીમે સૌના દિલ જીતી લીધા હતા. વિમાનોના ગર્જન વચ્ચે લોકોની ઉત્સાહભરી ચિચિયારીઓ અને તાળીઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગર માટે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરવાસીઓએ આજે ભારતીય વાયુસેનાના શૌર્ય અને કૌશલ્યને નજીકથી નિહાળીને એક યાદગાર અનુભૂતિ કરી છે. સાથે જ આજનું યુવાધન દેશપ્રેમની ભાવના સાથે ભારતીય સૈન્યમાં જોડાઈ દેશની સેવા કરે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.આમ, ભાવનગરના આકાશમાં યોજાયેલા સૂર્યકિરણ એરોબેટિક શોએ માત્ર હવાઈ કરતબો જ નહીં, પરંતુ ભારતીય વાયુસેનાની અદમ્ય શક્તિ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનો પણ પરિચય કરાવ્યો હતો. ભાવનગરવાસીઓ માટે આજનો દિવસ એક યાદગાર અને ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    CEC જ્ઞાનેશ કુમાર સામે INDIA બ્લોકની માર્ચ:ખડગેએ કહ્યું- જ્ઞાનેશને છોડશું નહીં, મોદી પણ જશે; 19 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર
    Next Article
    ચાર પોલીસ સ્ટેશનનો 42,523 બોટલ દારૂ નાશ કરાયો:લાલપુરમાં રોલર અને JCBથી કાર્યવાહી જથ્થાની કિંમત ₹2.25 કરોડથી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment