Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર પોલીસ સ્ટેશનનો 42,523 બોટલ દારૂ નાશ કરાયો:લાલપુરમાં રોલર અને JCBથી કાર્યવાહી જથ્થાની કિંમત ₹2.25 કરોડથી વધુ

    8 hours ago

    જામનગર જિલ્લાના લાલપુરમાં ચાર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલા 42,523 બોટલ ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો. જથ્થાની કુલ કિંમત ₹2,25,59,315 હતી.ઢાંઢર નદીના કાંઠે સરકારી સમિતિના અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં રોલર તથા JCBથી દારૂનો નાશ કરાયો. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિંમ રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ કાર્યવાહી થઈ. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન પકડાયેલા દારૂનો કોર્ટની મંજૂરી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી બાદ નાશ કરાયો.લાલપુર પોલીસ સ્ટેશનના 33,023, જામજોધપુરના 1,346, શેઠવડાળાના 7,905 અને મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના 249 બોટલનો નાશ કરાયો.કાર્યવેળાએ લાલપુર વિભાગના પોલીસ અધિકારીઓ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તથા સરકારી સમિતિના સભ્યો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન એરફોર્સની 'સૂર્યકિરણ' ટીમનો દિલધડક એર શો:એરફોર્સના જવાનોએ આકાશમાં શ્વાસ થંભાવી દેતા અવનવા કરતબ કરી સાહસ અને ચોકસાઈનું પ્રદર્શન કર્યું
    Next Article
    Gold Silver Price | રવિ પુષ્ય નક્ષત્ર પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં લોકોમાં ઉત્સાહ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment