Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંકાસા ગામે હાઈટેન્શન વીજ લાઈન સામે વિરોધ:માંગરોળ તાલુકાના કંકાસા ગામે ખેડૂતોની સંમતિ વિના હાઈટેન્શન વીજ લાઈન નાખવાના વિરોધ,ખેડૂતો એ એકત્રિત થઈને ભારે રોષ વ્યક્ત કર્યો.

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામે ખેડૂતોની માલિકીની ખેતીની જમીનમાંથી હાઈટેન્શન વીજ લાઈન પસાર કરવાના કામને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણકારી વગર જ ખેતરોમાંથી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના અને તેમની સાથે કોઈ ચર્ચા કર્યા વગર જ કામગીરી હાથ ધરવામાં આવતી હોવાને કારણે વીજ લાઈનનું કામ શરૂ થાય તે પહેલાં જ ખેડૂતો સ્થળ પર પહોંચી ગયા હતા અને આ કામગીરી સામે હોબાળો મચાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની માલિકીની જમીનમાંથી વીજ લાઈન પસાર થતી હોવા છતાં ખેડૂતોને અંધારામાં કેમ રાખવામાં આવ્યા તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. ​આ સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ગોવિંદભાઈ ચોસા એ જણાવ્યું હતું કે હાઈ ટેન્શન પાવર વીજલાઈનને લઈને ખેડૂતો ફરીથી બીજી, ત્રીજી અને ચોથી વખત આજે એકત્રિત થયા છે. ગઈકાલે પાક્કી માહિતી મળેલી કે જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોને દબાવીને પોતાની માલિકીમાં હાઈ ટેન્શન પાવર વીજલાઈનના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે થઈને પહોંચી જવાની વાત હતી. આ વાત ખરેખર વ્યાજબી નથી, કારણ કે આ જે નાંદરકી-કંકાસાનો રસ્તો છે તે ટીપ મુજબ પણ નથી અને અડધેથી તો ખેડૂતોની પોતાની જ જમીન છે, જે તેમણે પોતાના સુખાધિકાર માટે છોડેલી છે. રોડ બનતો હોય કે લોકો તથા ખેડૂતોની સુખાકારી માટેનું કામ હોય તો તેમાં કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ ખેડૂતોની જમીન હોવા છતાં તેમને કોઈ પ્રકારનું વળતર નહીં, કોઈ પ્રકારની નોટિસ નહીં અને જમીન સંપાદન કર્યા વગર દાદાગીરીથી જેટકો દ્વારા આવી રીતના કેબલિંગ નાખવાની વાત બિલકુલ વ્યાજબી નથી. દાદાગીરીથી આ વસ્તુ શક્ય બનશે નહીં અને જો કોઈ કામ કરવું હોય તો સમજૂતીથી તથા સમાધાનથી ખેડૂતોને વિશ્વાસમાં લઈને જ થઈ શકે છે તેમ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. ​ખેડૂતોની સંમતિ અને યોગ્ય પ્રક્રિયા વિના કામગીરી આગળ વધારવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વીજ લાઈન નાખવા પાછળ કયા નિયમોનું પાલન થયું છે તેની સ્પષ્ટતા માંગવામાં આવી છે. કંકાસા ગામે ખેડૂતોનો મુખ્ય સવાલ એ છે કે તેમની માલિકીની જમીનમાંથી હાઈટેન્શન વીજ લાઈન નાખતા પહેલાં તેમને વિશ્વાસમાં કેમ લેવામાં ન આવ્યા. ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમની રજૂઆતો સાંભળવામાં આવે અને કાયદેસરની પ્રક્રિયા અનુસરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે, ત્યારે ખેડૂતોના આ વિરોધ બાદ હવે તંત્ર દ્વારા આ મામલે કેવું વલણ અપનાવવામાં આવે છે અને શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    પાર્થ નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ:પાટણના વોર્ડ 5માં સારથી નગર ચોકથી રોટલી હનુમાન સુધી ડામર રોડનું રિસરફેસિંગ શરૂ
    Next Article
    અમરેલીના ત્રણ ગામોમાં રસ્તાનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત:બાબાપુરમાં ₹. 1.95 કરોડનો સુવિધાપથ, મોટા ભંડારિયામાં ₹. 7 લાખનો સીસી રોડ ખુલ્લો મુકાયો; ફતેપુરમાં કામનું ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment