Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી ગાયક કલાકાર યુવતીને બદનામ કરવા કોમેન્ટ કરી:સગાઈ તૂટ્યા બાદ યુવકના પરિવારની મહિલાએ ઈન્સ્ટા પર બીભત્સ લખાણો લખતા ફરિયાદ

    8 hours ago

    અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં રહેતી અને ગુજરાતી ગાયક કલાકાર યુવતીના પરિવારજનો અને તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ કરવામાં આવી હોવાના પગલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીની સગાઈ તૂટી ગયા બાદ યુવકના પરિવારમાંથી એક મહિલા દ્વારા યુવતીને બદનામ કરવાના ઇરાદે યુવતીના મિત્રો અને પરિવારજનોના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટમાં કોમેન્ટ કરવામાં આવી હતી. આ મામલે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દુબઈમાં યુવતી સાથે માત્ર મિત્રતા હોવાનું કહ્યું નાનાચિલોડા વિસ્તારમાં રહેતી અને ગુજરાતી ગાયક કલાકાર તરીકે કામ કરતી યુવતીના 2024માં સમાજના રીત-રિવાજ મુજબ યુવક સાથે સગાઈ થઈ હતી. યુવક દુબઈ ખાતે નોકરી કરતો હતો, જેથી સગાઈ બાદ યુવક દુબઈ જતો રહ્યો હતો. સગાઈ પહેલા તેણે કહ્યું હતું કે, મારે એક યુવતી સાથે મિત્રતા છે. બાદમાં યુવતીને જાણ થઈ હતી કે, ખોટું બોલીને દુબઈ યુવતીને મળવા માટે ગયો હતો. અવારનવાર ખોટું બોલતો પકડાઈ જતા જાણ થઈ હતી કે, યુવતી સાથે તેને સંબંધ છે, જેથી તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. યુવકના પરિવારજનો યુવતીના ઘરે આવ્યા હતા અને સગાઈ તોડવાની ના પાડી હતી. યુવકના પરિવારની મહિલાએ યુવતીને બદનામ કરવા કોમેન્ટ કરી બંને પરિવારજનોએ ભેગા મળી અને વાતચીત કરી હતી, ત્યારે યુવકને બોલાવીને સગાઈમાં થયેલો ખર્ચો પાછો આપી દો અને તમારા ઘરેણા પરત લઈ જાઓ તેવું કહ્યું હતું. ત્યારે યુવકના પરિવારમાંથી એક મહિલા દ્વારા જાન્યુઆરી, 2026થી જુલાઈ, 2026 સુધીના સમયગાળા દરમિયાન યુવતીના બદનામ કરવાને સગાઈના પૈસા પરિવારને ચૂકવવા ન પડે તેના માટે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર બીભત્સ અને મહિલાને શોભે નહીં તેવી કોમેન્ટો કરવામાં આવી હતી. યુવતીના અલગ અલગ મિત્રોના instagram આઈડીના પોસ્ટ પર કોમેન્ટો કરવામાં આવી હતી, જેથી સોશિયલ મીડિયામાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદે માનસિક હેરાનગતિ કરવામાં આવતા નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદીની ખરીદી વધી:ભાવમાં 15થી 20 ટકાનો ઘટાડો નોંધાતાં લગ્નસરા અને રોકાણ માટે ગ્રાહકોની ભીડ
    Next Article
    કૂવામાં પડી જતાં આધેડનું મોત:પંચમહાલના વીઝાપુરમાં ગોધરા અને શહેરા ફાયર વિભાગે કૂવામાંથી બહાર કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment