Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ દરવાજા પાસે આગ લાગી ને ફાયરની ગાડી ટ્રાફિકમાં ફસાઈ:કોટ વિસ્તારનો વીડિયો વાઇરલ, ગેરકાયદે પાર્કિંગ અને પથારાઓનો ત્રાસ

    14 hours ago

    દિવાળીના તહેવારો દરમિયાન આગ અકસ્માતના બનાવો વધતા હોય છે, ત્યારે શહેરના કોટ વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગની ગાડીઓ પાંચકુવા વિસ્તારથી નીકળી ત્યારે રતનપોળ અને ત્રણ દરવાજા તરફ જવાના રોડ ઉપર વાહનોના પાર્કિંગ અને પાથરણા તેમજ લારીઓ સહિતના દબાણોના કારણે ગાડી જલ્દી નીકળી શકી ન હોવા અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કોટ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બને ત્યારે રોડ ઉપર ગેરકાયદેસર રીતે પાર્કિંગ અને વાહનોની અવરજવર વધુ હોવાના કારણે ફાયર બ્રિગેડને સમયસર પહોંચવામાં તકલીફનો સામનો કરવો પડે છે. દબાણો અને વન-વે ઉલ્લંઘનના કારણે ફાયર ગાડીઓને રસ્તો ન મળ્યો શહેરના સૌથી ભરચક વિસ્તાર ગણાતા એવા ત્રણ દરવાજા વિસ્તારમાં દુકાનની પાછળના ભાગે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચકુવા ફાયર સ્ટેશનની ગાડીઓને સ્થળ પરથી રવાના કરવામાં આવી હતી. ફાયર સ્ટેશનની ગાડીઓ નીકળી ત્યારે કોટ વિસ્તારમાં રતનપોળ પાસેથી આવવાના રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક જામ હતો. રોડ ઉપર કરાયેલા વાહનોના પાર્કિંગ અને વન વે વાળા રસ્તામાં પણ લોકો વાહનો લઈને આવતા હોવાના કારણે ફાયર બ્રિગેડ ની ગાડીને નીકળવા માટે જગ્યા મળી નહોતી. ટ્રાફિક માંથી માંડ માંડ ગાડી નીકળી અને ત્રણ દરવાજા પાસે પહોંચી આગ કાબુમાં લીધી હતી. તહેવારોમાં મોટી દુર્ઘટના સર્જાય તો ઇમરજન્સી વાહનો નીકળવા અશક્ય એક તરફ કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા પહેલેથી છે અને પે એન્ડ પાર્ક હોવા છતાં પણ રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં આવે છે. જેના કારણે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવા વાહનોને સરળતાથી નીકળવામાં તકલીફ પડે છે. દિવાળીનો તહેવાર આવ્યો હોવાના કારણે લાલ દરવાજા ભદ્ર પ્લાઝાથી લઈને ત્રણ દરવાજા થઈ રતનપોળ અને ગાંધીરોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળશે, ત્યારે આ વિસ્તારોમાં જો અચાનક જ કોઈ ઘટના કે દુર્ઘટના બની જાય તો ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો નીકળી ન શકે તેવી સ્થિતિ છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ માટે પહેલેથી આયોજન કરવામાં આવ્યું નથી. ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા દર વર્ષે આવતા હોય છે, છતાં પણ પોલીસ અને ટ્રાફિક દ્વારા ભીડ ન થાય અને રસ્તો અવર-જવર માટે ખુલ્લો રહે તેના માટે કોઈપણ વિચારણા કરવામાં આવી નથી. પાથરણાંવાળાઓના ઊભા રહેવાતી સમસ્યા ભદ્ર પ્લાઝામાં આવેલા બજારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેપારીઓને બેસવા માટે રેલિંગ કરવામાં આવી છે, પરંતુ આ રેલિંગની બહાર પણ મોટી સંખ્યામાં અન્ય પાથરણાંવાળાઓ ગેરકાયદેસર રીતે ઉભા રહી જાય છે જેના કારણે પણ નાગરિકોને અવરજવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. દિવાળીના તહેવારો દરમિયાન ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, ત્યારે તેમના વાહનો પાર્ક કરવા માટેની પણ જગ્યા હોતી નથી. મંદિરની આગળના ભાગે જ ગેરકાયદેસર રીતે પથારાઓ લગાવી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ દ્વારા રોડ પર ઉભા રહી જતા પાથરણાવાળાઓને હટાવવા માટેની કામગીરી કરવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    રામલીલા મેદાન તરફ નીકળ્યો ઇન્ડિયા બ્લોકના નેતાઓનો કાફલો:ખુલ્લી બસમાં રાહુલ, પ્રિયંકા, મમતા, અખિલેશ સવાર; પ્રદર્શનની સાંજે 5 વાગ્યા સુધીની મંજૂરી
    Next Article
    IIT Guwahati To Introduce Diploma, BTech Courses In Semiconductor Technology

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment