Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેલોવીન પર ‘નગીના’ના શ્રીદેવીવાળા લુકમાં જોવા મળી જાહ્નવી:ઓરીનો રિશી કપૂર અવતાર; ફિલ્મની આઇકોનિક ક્ષણોને રીક્રિએટ કરી; જુઓ તસવીરો

    21 hours ago

    એક્ટ્રેસ જાહ્નવી કપૂર શનિવારે હેલોવીનના અવસરે પોતાની દિવંગત માતા શ્રીદેવીના આઇકોનિક લુકમાં જોવા મળી. તેણે 1986માં રિલીઝ થયેલી શ્રીદેવીની ફિલ્મ ‘નગીના’ના પોસ્ટરવાળો લુક અપનાવ્યો. જાહ્નવીએ શ્રીદેવીનું પાત્ર ભજવ્યું, જ્યારે ઓરી દિવંગત રિશી કપૂરના લુકમાં જોવા મળ્યો. બંનેએ ફિલ્મની કેટલીક યાદગાર ક્ષણોને રીક્રિએટ કરી. જાહ્નવીએ આઇવરી રંગનો ભરતકામવાળો આઉટફિટ અને ગુલાબી દૂપટ્ટો ઓઢ્યો હતો. પોસ્ટર અને શૂટ ડાયરીની કેટલીક ઝલકોમાં જૂની યાદો તાજી થતી જોવા મળે છે. જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરતાં લખ્યું, “હેપ્પી હેલોવીન. દુનિયાની સૌથી આઇકોનિક ફિલ્મી ક્ષણોમાંની એકને રીક્રિએટ કરવામાં આવી છે.” તેણે આગળ લખ્યું, “હેલોવીન પર લોકો પોતાના મનપસંદ પાત્રો અને પૉપ કલ્ચરની ક્ષણો જેવા તૈયાર થાય છે. ક્યારેક આ ડરામણું તો ક્યારેક મજેદાર ને ક્યારેક કોઈને ટ્રિબ્યુટ આપવા જેવું હોય છે.” એક્ટ્રેસએ એ પણ લખ્યું, “મમ્મા, રિશી અંકલ અને અમરીશ સરથી વધુ આઇકોનિક કોણ હોઈ શકે?.” જાહ્નવીની બહેન ખુશી કપૂરે પોસ્ટ પર રિએક્ટ કરતાં લખ્યું, “તમે હેલોવીન જીતી લીધું.” ફિલ્મ ‘નગીના’ વિશે જાણો ‘નગીના’નું ડિરેક્શન હરમેશ મલ્હોત્રાએ કર્યું હતું. તેમણે ઈસ્ટર્ન ફિલ્મ્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. ફિલ્મની પટકથા રવિ કપૂરે લખી હતી. તેની વાર્તા જગમોહન કપૂરે આપી હતી. ‘નગીના’માં શ્રીદેવીએ રજની નામની નાગિનનું પાત્ર ભજવ્યું હતું. રજની પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે રાજીવ સાથે લગ્ન કરે છે. રાજીવનું પાત્ર રિશી કપૂરે ભજવ્યું હતું. ફિલ્મમાં તાંત્રિકનું પાત્ર અમરીશ પુરીએ ભજવ્યું હતું. ફિલ્મની મુખ્ય કાસ્ટમાં કોમલ મહુવાકર, અમરીશ પુરી, સુષમા સેઠ અને પ્રેમ ચોપરા પણ સામેલ હતા. ‘નગીના’ 28 નવેમ્બર 1986ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઑફિસ પર મોટી સફળતા મેળવી હતી. આ 1986ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. શ્રીદેવીનું ફેબ્રુઆરી 2018માં દુબઈમાં અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ અકસ્માત જાણવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અંબાણીના પ્રસંગમાં સેલેબ્સ ચમક્યાં!:નીતા અંબાણીનો 'બટરફ્લાય' લુક તો ઓરીની 'તેરે નામ' હેરસ્ટાઇલ ચર્ચામાં, કરીના-સૈફ અને શાહિદ-મીરાએ કપલ પોઝ આપ્યાં
    Next Article
    SIR સામે આજે વિપક્ષનું પ્રદર્શન:રામલીલા મેદાન પર કાર્યકરો પહોંચી રહ્યા, CTIનો રાહુલને ચોથો લેટર, કહ્યું- અઢી લાખ દુકાન બંધ રહેશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment