Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાણીના પ્રસંગમાં સેલેબ્સ ચમક્યાં!:નીતા અંબાણીનો 'બટરફ્લાય' લુક તો ઓરીની 'તેરે નામ' હેરસ્ટાઇલ ચર્ચામાં, કરીના-સૈફ અને શાહિદ-મીરાએ કપલ પોઝ આપ્યાં

    21 hours ago

    મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં આજથી ‘ધ લાઇબ્રેરી’ની શરૂઆત થઈ ગઈ છે. ‘ધ લાઇબ્રેરી’ એવી જગ્યા છે, જ્યાં પુસ્તકો, ઉત્તમ ભોજન અને સંસ્કૃતિ એકસાથે મળે છે. શનિવારે તેના લોન્ચ ઇવેન્ટમાં બોલિવૂડના અનેક સેલેબ્સ પહોંચ્યાં હતાં. સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે જોવા મળ્યા. શાહિદ કપૂર પત્ની મીરા કપૂર સાથે પહોંચ્યો. કાજોલ પોતાની દીકરી ન્યાસા દેવગણ સાથે જોવા મળી. ઓરી, વિક્રાંત મેસી અને રાજકુમાર રાવે પણ ઇવેન્ટમાં હાજરી આપી. જુઓ ઇવેન્ટની તસવીરો- ‘ધ લાઇબ્રેરી’ શું છે? NMACC મુજબ, આ નવી જગ્યા પુસ્તકો અને નવા વિચારોમાં રસ ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે. અહીં લોકો પોતાની પસંદગીનાં પુસ્તકો વાંચી શકશે. સાથે જ, ચર્ચા અને ક્રિએટિવ વર્કશોપ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. તેનો હેતુ વાંચનની આદતને પ્રોત્સાહન આપવાનો અને લોકોને કલા-સંસ્કૃતિ સાથે જોડવાનો છે. અહીં પુસ્તકો વાંચવાની સાથે ખાવા-પીવા અને સાથે સમય પસાર કરવાનો અનુભવ પણ મળશે. ‘ધ લાઇબ્રેરી’ 1 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખુલ્લી થઈ ગઈ છે. અહીં કાવ્યપઠન, વાર્તા સંભળાવવાના સત્રો, બુક ક્લબ, ક્રિએટિવ વર્કશોપ અને પરિવારો માટે કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આ વર્ષે ફટાકડાના ભાવમાં 20 ટકાનો વધારો:ભાવ વધારો થતા ઘરાકીમાં પણ ઘટાડો થયો, દિવાળીપુરા ફટાકડા બજારમાં ફટાકડાની નવી વેરાયટીઓ જોવા મળી, 1થી 7 ઇંચના બાબુ શોટ ધૂમ મચાવશે
    Next Article
    હેલોવીન પર ‘નગીના’ના શ્રીદેવીવાળા લુકમાં જોવા મળી જાહ્નવી:ઓરીનો રિશી કપૂર અવતાર; ફિલ્મની આઇકોનિક ક્ષણોને રીક્રિએટ કરી; જુઓ તસવીરો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment