Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવર સ્ટોરી:સ્ટારલિંક : નવી શક્યતાઓ વચ્ચે પડકારો

    14 hours ago

    અશ્વિન પ્રસાદ રાવ ઇલોન મસ્કની માલિકીની ‘સ્પેસએક્સ’ કંપની સંચાલિત ‘સ્ટારલિંક’ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થિત ઉપગ્રહો મારફતે બ્રોડબેન્ડ સેવા પૂરી પાડીને વૈશ્વિક સંચાર ક્રાંતિને નવા શિખરે લઈ ગઈ છે. ‘સ્ટારલિંક’ હવે ભારતીય ટેલિકોમ બજારમાં પ્રવેશવા આતુર છે. જોકે, ભારતમાં તેના સંભવિત આગમનને લઈને ટેક્નિકલ ક્ષમતા કરતાં વ્યાવસાયિક સ્પર્ધા, ડેટા સુરક્ષા અને દેશના સાર્વભૌમત્વ સાથે જોડાયેલા પ્રશ્નો વધારે ચર્ચામાં છે. વ્યાપારી હિતોથી પર થઈને મુખ્ય વિચારણીય પ્રશ્ન એ છે કે સેટેલાઇટ ઇન્ટરનેટથી ભારતને વાસ્તવિક લાભ કેટલો થશે અને વિદેશી કંપની પર નિર્ભરતાથી ઊભા થતા સુરક્ષા જોખમો સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાશે. ભારત માટે કેટલો ફાયદાનો સોદો? જમીન પર આધારિત પરંપરાગત મોબાઇલ નેટવર્ક અને ફાઇબર કેબલ સંપૂર્ણપણે સ્થાનિક ભૌતિક માળખાં પર નિર્ભર હોય છે. આ નેટવર્ક પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ કે યુદ્ધ દરમિયાન ટાવરો અને ફાઇબર લાઇનો ક્ષતિગ્રસ્ત થતાં સમગ્ર સંચાર વ્યવસ્થા તૂટી પડે છે. ‘સ્ટારલિંક’ની ઉપગ્રહ આધારિત વ્યવસ્થા જમીની માળખાની મર્યાદાઓથી મુક્ત છે. નવા દુર્ગમ વિસ્તારોને જોડવા માટે સેંકડો કિલોમીટર લાંબા કેબલ પાથરવાની કે મોબાઇલ ટાવર ઊભા કરવાની જરૂર રહેતી નથી. જમીન પર સર્જાતી વિપરીત પરિસ્થિતિઓની અવકાશમાં ઘૂમતા ઉપગ્રહો પર કોઈ અસર થતી નથી. આથી આ ટેક્નોલોજી આપત્તિગ્રસ્ત ક્ષેત્રો, અંતરિયાળ વિસ્તારો અને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રો માટે અત્યંત આશીર્વાદરૂપ બની શકે છે. કડક નિયમો છતાં ત્રણ મોટા વ્યૂહાત્મક પડકારો ભારત સરકારે સેટેલાઇટ ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી કંપનીઓ માટે કડક શરતો નક્કી કરી છે. આ નિયમો મુજબ તમામ ભારતીય ગ્રાહકોનો ડેટા ફરજિયાતપણે દેશની ભૌગોલિક સરહદોમાં આવેલાં ગ્રાઉન્ડ ગેટવે સ્ટેશનો પરથી જ પસાર થવો જોઈએ. સીધો સેટેલાઇટ મારફતે વિદેશમાં ડેટા મોકલવા પર કાનૂની પ્રતિબંધ છે. દેશની સુરક્ષા એજન્સીઓને કાનૂની મોનિટરિંગ અને ડેટા ઇન્ટરસેપ્શનની સુવિધા આપવી ફરજિયાત છે. ‘સ્ટારલિંક’ આ શરતો સ્વીકારવાની તૈયારી દર્શાવી છે, તેમ છતાં ત્રણ વહીવટી પડકારો મુખ્ય છે: સરકારી આદેશોનું વાસ્તવિક પાલન: રાષ્ટ્રીય કટોકટી કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં સરકાર સ્થાનિક ટેલિકોમ કંપનીઓને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપી શકે છે. સેટેલાઇટ સેવાઓમાં આ પ્રક્રિયા એટલી સરળ નથી. સરકાર કાનૂની આદેશ આપે છતાં જો કોઈ વિદેશી કંપની સહકાર ન આપે, તો સરકાર પોતાની રીતે સેવા બંધ કરાવી શકે કે નહીં તેની ખાતરી કરવી એક મોટો પ્રશ્ન છે. કનેક્ટિવિટી પર કંપનીનું નિયંત્રણ: ‘સ્ટારલિંક’ પોતાના સેટેલાઇટ ટર્મિનલ્સને રિમોટ કંટ્રોલથી ગમે ત્યારે નિષ્ક્રિય કરી શકે છે અથવા ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં નેટવર્ક ઍક્સેસ મર્યાદિત કરી શકે છે. યુક્રેન-રશિયા સંઘર્ષ આ બાબતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. યુદ્ધની શરૂઆતમાં ‘સ્ટારલિંક’ યુક્રેનિયન સેનાને સંચાર જાળવવામાં નિર્ણાયક મદદ કરી હતી, પરંતુ સપ્ટેમ્બર, 2022માં રશિયન નૌકાદળ પર યુક્રેનના હુમલા વખતે કંપનીએ આ ટેક્નોલોજી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કટોકટીના સમયે દેશનું નિયંત્રણ બહારની ખાનગી પેઢી પર આધાર રાખે તે મોટો વ્યૂહાત્મક ખતરો છે. ડેટા ટ્રાફિક પર સ્વતંત્ર દેખરેખ: સુરક્ષા એજન્સીઓ ભારતમાં બનેલા ગ્રાઉન્ડ ગેટવેનું ભૌતિક નિરીક્ષણ કરી શકે છે, પરંતુ ઉપગ્રહો વચ્ચે સીધા લેસર લિંક્સથી વિદેશમાં ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે કે નહીં તે પકડવું અઘરું છે. ભારતે આવી વિગતો માટે સ્પેસએક્સના પર આધાર રાખવો પડશે. ‘સ્ટારલિંક’ કેવી રીતે કાર્ય કરે છે? ‘સ્ટારલિંક’ એ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં આશરે 550 કિલોમીટરની ઊંચાઈએ પરિભ્રમણ કરતા હજારો ઉપગ્રહોનું એક વિશાળ જૂથ (સેટેલાઇટ કોન્સ્ટેલેશન) છે. હાલમાં આ કક્ષામાં 11,000થી વધુ ઉપગ્રહો કાર્યરત છે. પરંપરાગત જીઓસ્ટેશનરી ઉપગ્રહો 35,786 કિલોમીટર ઊંચે સ્થિત હોય છે, જેના કારણે સિગ્નલ આવવા-જવામાં વિલંબ (લેટન્સી) થાય છે. ‘સ્ટારલિંક’ પૃથ્વીની ઘણી નજીક હોવાથી લેટન્સી અત્યંત ઓછી રહે છે અને વિડીયો કૉલિંગ કે ગેમિંગ સરળ બને છે. }
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:ધરતીના સાચા પુત્ર સરદાર પટેલ: સત્ય, સમર્પણ, સાદગી અને દૂરંદેશીનો અમર વારસો
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:શ્વેતવસ્ત્રાવૃતા પૃથ્વી એટલે શરદપૂર્ણિમા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment