Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘યુદ્ધ ક્યારે-કેવી રીતે સમાપ્ત થશે, તે અમે નક્કી કરીશું':ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ અમેરિકા-ઈઝરાયલને ચેતવણી આપી, સેનાને તૈયાર રહેવા કહ્યું

    8 hours ago

    ઈરાનના સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનીએ અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી આપી છે કે, જો બંને દેશોએ ફરી હુમલો કર્યો, તો ઈરાન તેનો તાત્કાલિક જવાબ આપશે. તેમણે કહ્યું કે, યુદ્ધ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત થશે, તે પણ ઈરાન જ નક્કી કરશે. ખામેનીએ શનિવારે ઈરાનની સેનાના વરિષ્ઠ કમાન્ડરો સાથેની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમનું નિવેદન ટેલિગ્રામ એકાઉન્ટ પર જાહેર કરવામાં આવ્યું. સર્વોચ્ચ નેતા ખામેનીએ સેનાને કોઈપણ ખતરાનો જવાબ આપવા માટે તૈયાર રહેવાનો આદેશ પણ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, જવાબી હુમલા માટે કોઈ ભૌગોલિક સીમાનું બંધન નહીં હોય. ખામેનીએ હુમલા માટે નવી ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરવા કહ્યું ખામેનીએ ઈરાની સેનાને અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય મથકો તથા અન્ય સંપત્તિઓની નવી યાદી તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો છે, જેથી જરૂર પડ્યે તેમને નિશાન બનાવી શકાય. બીજી તરફ, અમેરિકન ન્યૂઝ ચેનલ MS NOWના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસને ખાડી દેશોને સતર્ક રહેવા જણાવ્યું છે. ત્રણ વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, અમેરિકાએ 4 નવેમ્બરથી ઈરાન પર સંભવિત હુમલાની તૈયારી કરવા કહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલો વધુ સમય સુધી નહીં ચાલે, પરંતુ તે ખૂબ જ ઘાતક હોઈ શકે છે. અરાઘચીએ કહ્યું- અમેરિકન હુમલાની આશંકાને નકારી શકાય નહીં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અલ જઝીરાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમનો દેશ અમેરિકા દ્વારા વધુ એક હુમલાની આશંકાને નકારી શકે નહીં. તેમણે કહ્યું કે, અમારી સેનાઓ સંપૂર્ણપણે તૈયાર છે. અરાઘચીએ એમ પણ જણાવ્યું કે, ઈરાનને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો એક પત્ર મળ્યો છે. ઈરાનના મોટા અધિકારીઓએ તેના પર ચર્ચા કરી છે. હાલમાં અમેરિકન અધિકારીઓ સાથે સીધી બેઠક યોજવાની કોઈ યોજના નથી. આગળની વાતચીત સામસામે થશે કે મધ્યસ્થીઓ દ્વારા, તે ઈરાનની શરતો પૂરી થવા પર નિર્ભર રહેશે. અરાઘચીએ એ પણ સ્વીકાર્યું કે, અમેરિકાના આર્થિક પ્રતિબંધોની ઈરાન પર અસર પડી છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર દબાણ વધ્યું છે. પરંતુ તેમણે કહ્યું કે, ઈરાન આ દબાણો સામે ઝૂકશે નહીં. તેમણે કહ્યું, 'અમે આત્મસમર્પણ નહીં કરીએ.' અમેરિકાના વિદેશ મંત્રી બોલ્યા- ટ્રમ્પ વાતચીત દ્વારા મામલો ઉકેલવા માગે છે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શનિવારે એટલાન્ટામાં G20ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈરાનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરીથી હુમલો કરવાનો હજુ કોઈ નિર્ણય લીધો નથી. ટ્રમ્પ હાલમાં વાતચીત દ્વારા મામલો ઉકેલવા માગે છે, પરંતુ જરૂર પડે તો અમેરિકા સૈન્ય કાર્યવાહી પણ કરી શકે છે. રુબિયોએ ઈરાન પર આરોપ લગાવ્યો કે, તે પોતાની માગણીઓ મંજૂર કરાવવા માટે જહાજો પર હુમલા કરવા અને પડોશી દેશોના તેલ-ગેસ મથકોને નષ્ટ કરવાની ધમકી આપી રહ્યું છે. અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાનની ત્રણ મોટી માંગણીઓ --------------------------------- આ સમાચાર પણ વાંચો… અમેરિકન નાકાબંધીને ચકમો આપીને ઈરાને સૈન્ય સામાન ખરીદ્યો:રિપોર્ટઃ 5000 નકલી એજન્સીઓનું નેટવર્ક બનાવ્યું, ચીન-રશિયાથી મિસાઇલોના પાર્ટ્સ મંગાવ્યા અમેરિકાએ ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી રાખ્યા છે. સમુદ્રમાં અમેરિકાની નાકાબંધીને કારણે તેના માટે અન્ય દેશોમાંથી સૈન્ય સામાન મંગાવવો પણ મુશ્કેલ છે. તેમ છતાં ઈરાને હથિયારોની સપ્લાય ચાલુ રાખી. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    सिर पर चोट, आंखों में सूजन... पंचकूला स्कूल की मासूम की हालत में सुधार, दो शिक्षिकाओं पर गिरी गाज, सस्पेंड
    Next Article
    INS કેસરીમાં પાણી ઘૂસ્યું, કોઈ જાનહાનિ નહીં:વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં જહાજ ઊભું હતું, પાણી બહાર કાઢવાનું કામ ચાલુ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment