Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વદેશી યુદ્ધ જહાજ INS મહેન્દ્રગિરિ આજે નૌકાદળમાં સામેલ થશે:એન્ટી સબમરીન સિસ્ટમ-એડવાન્સ મિસાઈલોથી સજ્જ; હાઈ સ્પીડ, રડાર પર ટ્રેક કરવું મુશ્કેલ

    11 घंटे पहले

    ભારતીય નૌકાદળને શુક્રવારે વધુ એક યુદ્ધ જહાજ મળવા જઈ રહ્યું છે. સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલ સ્ટેલ્થ ફ્રિગેટ 'મહેન્દ્રગિરિ'ને વિશાખાપટ્ટનમમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ પ્રસંગે મુખ્ય અતિથિ હશે. મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ-17Aની નીલગિરિ કેટેગરીનું છઠ્ઠું સ્ટેલ્થ ફ્રિગેટ છે. તેને ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મહેન્દ્રગિરિ હિંદ મહાસાગરમાં ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરશે. સાથે જ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને સુરક્ષિત અને સ્થિર બનાવવામાં ભૂમિકા ભજવશે. પહેલા જુઓ INS મહેન્દ્રગિરિની તસવીરો… 75%થી વધુ સ્વદેશી ટેકનોલોજી: યુદ્ધ જહાજમાં 75%થી વધુ સ્વદેશી ઉપકરણો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના નિર્માણમાં દેશભરની ઘણી MSME કંપનીઓએ પણ યોગદાન આપ્યું છે, જેનાથી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીની તકો પણ વધી છે. આધુનિક હથિયારોથી સજ્જ: મહેન્દ્રગિરિમાં આધુનિક સરફેસ-ટુ-સરફેસ અને સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ, એડવાન્સ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ અને ઈન્ટિગ્રેટેડ કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્ટેલ્થ ટેકનોલોજી અને હાઈ-સ્પીડ ક્ષમતા: મહેન્દ્રગિરિમાં અદ્યતન સ્ટેલ્થ ટેકનોલોજી આપવામાં આવી છે, જેનાથી તેને રડાર પર ઓળખવું મુશ્કેલ બનશે. તેમાં કમ્બાઈન્ડ ડીઝલ અને ગેસ (CODOG) પ્રોપલ્શન સિસ્ટમ લગાવવામાં આવી છે, જે તેને લાંબા અંતર સુધી ઝડપી ગતિએ સંચાલિત કરવાની ક્ષમતા આપે છે. જાણો શું હોય છે સ્ટેલ્થ ફ્રિગેટ સ્ટેલ્થ ફ્રિગેટ એક એવું વોરશિપ છે, જેને રડાર, ઇન્ફ્રારેડ સેન્સર, સોનાર અને દુશ્મનના સર્વેલન્સ સિસ્ટમ પણ સરળતાથી ઓળખી શકતા નથી. એટલે કે દુશ્મન માટે તેને શોધવું અને નિશાન બનાવવું વધુ મુશ્કેલ બની જાય છે. હવે જાણો પ્રોજેક્ટ 17A વિશે… પ્રોજેક્ટ-17A (Project 17A) હેઠળ ભારતીય નૌકાદળ માટે કુલ 7 સ્ટેલ્થ ગાઈડેડ-મિસાઈલ ફ્રિગેટ બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 4 યુદ્ધ જહાજો મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ મુંબઈ બનાવી રહ્યું છે. 3 યુદ્ધ જહાજો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ કોલકાતા બનાવી રહ્યું છે. પ્રોજેક્ટ-17A, પ્રોજેક્ટ-17 (શિવાલિક ક્લાસ)નું એડવાન્સ્ડ વર્ઝન છે. તેમાં પહેલીવાર ભારતમાં મોટા યુદ્ધ જહાજોના નિર્માણમાં ઇન્ટિગ્રેટેડ કન્સ્ટ્રક્શન ટેકનિકનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો. તેમાં જહાજના અલગ-અલગ ભાગો પહેલા તૈયાર કરવામાં આવે છે અને પછી તેમને જોડીને આખું યુદ્ધ જહાજ બનાવવામાં આવે છે. આનાથી નિર્માણનો સમય ઓછો થાય છે અને ગુણવત્તા સારી રહે છે. ભાસ્કર નોલેજ… INS મહેન્દ્રગિરિનું નામ જે મહેન્દ્રગિરિ પર્વત પરથી રાખવામાં આવ્યું છે, તેનું ધાર્મિક મહત્વ પણ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પર્વત ભગવાન પરશુરામનું તપસ્યા સ્થળ હતું. રામાયણમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. ભારતીય નૌકાદળ તેના ઘણા યુદ્ધ જહાજોના નામ દેશના ઐતિહાસિક પર્વતો, નદીઓ અને વારસા સાથે સંકળાયેલા સ્થળો પર રાખે છે, જેનાથી સૈન્ય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ બંનેને સન્માન મળે છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીએ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન સાથે બેઠક કરી:ઓકલેન્ડમાં 40,000 લોકોને સંબોધિત કરશે; 40 વર્ષ પછી ભારતીય વડાપ્રધાનનો ન્યુઝીલેન્ડ પ્રવાસ
    Next Article
    32 lakh cases pending: Why court foresees 21 years of wait at Bengal tribunals

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment