Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર-તાલાલામાં ભારે પવન સાથે વરસાદ:ગોંડલમાં ખેતરોમાં મગફળીના પાથરા પલળ્યા; ખેડૂતો પર માવઠાની આફત

    2 days ago

    આજે 31 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. એક તરફ જિલ્લામાં પહેલેથી જ દુષ્કાળ છે, ત્યારે અચાનક આ માવઠાએ ખેડૂતોની રહીસહી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાક અને ખુલ્લામાં પડેલા પશુચારાના જથ્થાને પલળી જવાથી મોટું નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમની ચિંતામાં વધારો થયો. તો આ તરફ ગીર સોમનાથના તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો. માધુપુર, જાંબુર, જસાધાર સહિતના ગામોમાં મિનિ વાવાઝોડા જેમ ભારે પવન સાથે અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે રાજકોટના ગોંડલમાં પણ સાંજના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ચરખડી ગામમાં ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળી ગયા હતા અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વેસ્ટર્નડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો…અમરેલી-ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, ખાંભામાં વીજળી પડતા મહિલાનું મોત
    Click here to Read More
    Previous Article
    સચિન GIDC પોલીસ મથકે વિવર્સોનું ટોળું ઉમટ્યું:ઉઘરાણી કરવા ગયેલા વિવરને ધમકી આપનાર વેપારી સામે વિવર્સ સંગઠનો એક થયા, પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત સાથે કાનૂની સકંજો
    Next Article
    એકતા દિવસ પર વડાપ્રધાનનું સંબોધન:ગુજરાત સહિત દેશના કલાકારોએ પર્ફોમન્સ કર્યુ; એકતા પરેડમાં દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment