Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ બુક ફેસ્ટિવલમાં યુવા લેખકોનો ડંકો:અલૌકિકા અને તન્મયની સાહિત્યિક સફરે બાળવાચકોમાં સર્જક બનવાની પ્રેરણા જગાવી

    16 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા 9 દિવસીય અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026ના ચિલ્ડ્રન્સ પેવેલિયનમાં 31 ઓક્ટોબર 2026ના રોજ 'યંગ ઑથર્સ મીટ'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં નાની ઉંમરે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ઊભી કરનારા યુવા લેખકો અલૌકિકા જેબલિયા અને તન્મય રામાનુજ સાથે રસપ્રદ સંવાદ યોજાયો હતો. બંને સર્જકોએ પોતાની લેખનયાત્રા, પુસ્તકો અને સર્જનાત્મક વિચારો દ્વારા ઉપસ્થિત શ્રોતાઓ અને પુસ્તકપ્રેમીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. અલૌકિકા જેબલિયા: ફૅન્ટસી કથા અને સમૃદ્ધ સાહિત્યિક વારસો ગાંધીનગરની ગિફ્ટ સિટી સ્થિત જામનાબાઈ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 14 વર્ષીય અલૌકિકા જેબલિયા પાસે અંદાજે 1,500 પુસ્તકોનો વ્યક્તિગત સંગ્રહ છે અને તેઓ 500થી વધુ પુસ્તકો વાંચી ચૂક્યાં છે. તેમના માતૃપક્ષનો સંબંધ સૌરાષ્ટ્રની અશ્વસંસ્કૃતિ, માર્શલ આર્ટ્સ, કાઠિયાવાડના શૂરવીરોની લોકકથાઓ અને લોકસાહિત્યની પરંપરા સાથે જોડાયેલો છે. આ ઉપરાંત તેમના દાદાના ઊંડા અભ્યાસ અને ઘરના વિશાળ પુસ્તકાલયે તેમને વાચકમાંથી લેખક બનવાની પ્રેરણા આપી. અલૌકિકાની ફૅન્ટસી કૃતિઓ 'ધ ગર્લ કલ્કી' અને 'મલ્લિકા કૌરની હિડન એડવેન્ચર' તેમની અદ્ભુત કલ્પનાશક્તિ દર્શાવે છે. 'મલ્લિકા કૌરની હિડન એડવેન્ચર'માં 12 વર્ષની મલ્લિકા અજાણતાં રહસ્યમય જંગલમાં પહોંચી જાય છે, જ્યાં તેને પોતાની અંદર રહેલી જાદુઈ શક્તિઓ અને રાજકુમારી તરીકેની સાચી ઓળખનો અહેસાસ થાય છે. રહસ્યમય ભવિષ્યવાણી અને અજાણ્યા અવાજો વચ્ચે ન્યાય અને પરિવારના પ્રોત્સાહન પર આધારિત આ કથા વાચકોને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. તન્મય રામાનુજ: હોરર શૈલીનું સર્જન, 40,000 પુસ્તકોની લાઇબ્રેરી અમદાવાદની અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા 14 વર્ષીય તન્મય રામાનુજ લેખક, ઇલસ્ટ્રેટર અને ડિઝાઇનર તરીકે ત્રિવિધ ઓળખ ધરાવે છે. તેમની હોરર કૃતિ 'ધ બેઝમેન્ટ – ફોરબિડન એન્ડ ફર્ગોટન' એક બંધ અને વિસરાઈ ગયેલા ભોંયરાના રહસ્ય પર આધારિત છે. આ વાર્તા દર્શાવે છે કે અવિચારી જિજ્ઞાસા અને અતિશય આત્મવિશ્વાસ કેવી રીતે વ્યક્તિને અલૌકિક ભયમાં ફસાવી શકે છે. મુખ્ય પાત્રો જેમ્સ અને બેનના માધ્યમથી ભય, માનસિક આઘાત અને સંઘર્ષ સામે હિંમત તેમજ વિશ્વાસનું મહત્ત્વ રજૂ કરવામાં આવ્યું છે. તન્મયના પરિવારમાં 1,400થી વધુ પુસ્તકોના સર્જનનો ઇતિહાસ છે. તેમના દાદા વી. રામાનુજે 800થી વધુ પુસ્તકો લખ્યાં અને ઇલસ્ટ્રેટ કર્યાં છે, દાદીમાએ 600થી વધુ અને માતાએ 30થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમના પરિવાર પાસે દેશ-વિદેશના 40,000થી વધુ પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે. બુક ફેસ્ટિવલમાં પ્રકાશકોના સ્ટોલ પર 'રામાનુજ' નામથી તેમના પરિવારના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. વાંચન અને સર્જનાત્મકતાનું મહત્ત્વ આ સેશન દ્વારા બાળકો અને વાચકોને સંદેશ મળ્યો કે વાંચન માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ કલ્પનાશક્તિ અને લેખનકૌશલ્ય ખીલવવાનું માધ્યમ છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ ગુજરાતી સાહિત્ય, કવિતા, ગઝલ, સંગીત અને બાળસાહિત્ય જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા વાંચન, કળા અને સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાનો છે.
    Click here to Read More
    Previous Article
    बिग बॉस 20 से दो कंटेस्टेंट हुए इविक्ट, एक ने 2 करोड़ रुपए देकर शो छोड़ने का किया फैसला
    Next Article
    દિવાળી પહેલા સુરત RTOનો મોટો નિર્ણય:રજાના દિવસે પણ ખુલ્લી રહેશે કચેરી અને ટેસ્ટ ટ્રેક, વાહનચાલકોને મળશે મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment