Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીવીએમ યુનિવર્સિટીએ સરદાર એકતા યાત્રા યોજી:રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયા, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

    12 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ સીવીએમ યુનિવર્સિટીના NSS અને NCC સેલે 30 ઓક્ટોબર 2026ના રોજ ‘સરદાર એકતા યાત્રા’ યોજી હતી. યાત્રા સવારે 9:30 વાગ્યે યુનિવર્સિટી બિલ્ડિંગથી શરૂ થઈ હતી. આ આયોજન ચારુતર વિદ્યામંડળ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનિષભાઈ પટેલ, મંત્રી એસ. જી. પટેલ, સહમંત્રી મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, રશ્મિભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રો. ડૉ. સંદીપ વાલિયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. યાત્રામાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ જોડાયા હતા. શરૂઆતમાં સૌએ એકતાના શપથ લીધા હતા. દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા પ્લેકાર્ડ સાથે નીકળેલી યાત્રા સીવીએમ ઓફિસ અને મોટા બજાર ચોકડી થઈ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે પહોંચી હતી. ત્યાં ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઇન્દ્રજીત પટેલે કહ્યું કે સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક હતા. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને સમાજમાં રાષ્ટ્રીય અખંડિતતા, ભાઈચારો અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવા યાત્રા યોજાઈ હતી. પુષ્પાંજલિ બાદ યાત્રા ભાઈકાકા સ્ટેચ્યુ, એન.એ. એન્ડ ટી.વી. પટેલ ક્રોસ રોડ્સ અને ભાઈકાકા લાઈબ્રેરી થઈને સીવીએમ યુનિવર્સિટી બિલ્ડિંગ પર પરત ફરી હતી. NSS અને NCC સેલના સભ્યો તથા સહભાગીઓએ આયોજનમાં મદદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    એકતાનગરમાં ‘આનંદમઠ’ નવલકથાનું ભવ્ય નાટ્યમંચન યોજાયું:PM મોદી સાથે બંકિમચંદ્રના પરિવારજનો ઉપસ્થિત રહ્યા; ‘વંદે માતરમ્’માં ફેરફાર અંગે કોંગ્રેસ પર આક્ષેપ
    Next Article
    Rickelton, Mulder Script World Record With Twin Tons, End 37-Year Drought

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment