Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં એસ.પી. કચેરીથી બગવાડા સુધી એકતા દોડ યોજાઈ:પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે લીલી ઝંડી આપી; અધિકારીઓ, પોલીસ અને વિદ્યાર્થીઓ જોડાયા

    1 day ago

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઓક્ટોબરે પાટણમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દોડનું આયોજન કર્યું હતું. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે લીલી ઝંડી આપી દોડને શરૂ કરાવી હતી. આ દોડ એસ.પી. કચેરીથી શરૂ થઈ બગવાડા દરવાજા સુધી અને ત્યાંથી પાછી એસ.પી. કચેરીએ આવીને પૂરી થઈ હતી. અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ તેમાં જોડાયા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, સરદાર પટેલે દેશના એકીકરણ અને અખંડિતતા માટે યોગદાન આપ્યું હતું. તેમના આદર્શોને લઈને ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ‘રન ફોર યુનિટી’ દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાને મજબૂત કરવાનો સંકલ્પ છે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકા રાવલ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર મેહુલ બરાસરા અને પ્રાંત અધિકારી જેનીસ પાંડવ હાજર રહ્યા હતા. વહીવટી અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલેન્ડમાં PM ટસ્ક પર તખ્તાપલટનો આરોપ:કોર્ટના 2 ન્યાયાધીશો સસ્પેન્ડ, દેશભરમાં પ્રદર્શન; રાષ્ટ્રપતિનું વિમાન વચ્ચેથી પરત ફર્યું
    Next Article
    On CCTV, Boy, 8, Thrashes Girl, 6, With Stones, Flower Pot In Haryana School

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment