Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના આગમનને લઈ વિશેષ તૈયારી:2 દિવસની ભારે જહેમત બાદ કલાકારે તૈયાર કરી અદભુત રંગોળી, ‘સેવ એન્વાયરમેન્ટ’ અને ‘સેવ વોટર’ના વૈશ્વિક સંદેશ સાથે જનજાગૃતિનો પ્રયાસ

    1 week ago

    દેશના વડાપ્રધાનના સુરત આગમનને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે પ્રશાસન અને જનતા દ્વારા વિવિધ સ્તરે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં કલા અને સામાજિક જાગૃતિનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. સુરતના એક સ્થાનિક કલાકાર દ્વારા વડાપ્રધાનના સ્વાગત અને પર્યાવરણ સુરક્ષાના ઉમદા હેતુને જોડીને એક ભવ્ય અને અદભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે, જે હાલ શહેરીજનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. સતત બે દિવસની મહેનત બાદ વિશાળ રંગોળીને આખરી ઓપ અપાયો આ રંગોળી માત્ર એક કલાનું પ્રદર્શન નથી, પરંતુ તેની પાછળ કલાકારની કઠોર મહેનત અને સમર્પણ છુપાયેલું છે. સ્થાનિક કલાકાર દ્વારા સતત બે દિવસની ભારે જહેમત અને રાત-દિવસની મહેનત બાદ આ વિશાળ રંગોળીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રંગોના સચોટ સમન્વય અને ઝીણવટભરી કારીગરી દ્વારા તૈયાર કરાયેલી આ કલાકૃતિ જોનારા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. રંગોળીમાં મહત્વપૂર્ણ મેસેજ કંડારવામાં આવ્યા વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને જળસંકટ જેવી સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, કલાકાર દ્વારા રંગોળીના માધ્યમથી સમાજને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. રંગોળીમાં ખૂબ જ સુંદર રીતે 'સેવ એન્વાયરમેન્ટ' (પર્યાવરણ બચાવો), 'Save Water' (પાણી બચાવો) અને 'Save Tree' (વૃક્ષો બચાવો) ના મહત્વપૂર્ણ મેસેજ કંડારવામાં આવ્યા છે. આ કલાકૃતિ દ્વારા વડાપ્રધાનના આગમનની ખુશી વ્યક્ત કરવાની સાથે-સાથે સમાજને પાણીનો બગાડ અટકાવવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પ્રકૃતિની જાળવણી કરવા માટે અત્યંત પ્રભાવશાળી અપીલ કરવામાં આવી છે. અમે પર્યાવરણની થીમ પર રંગોળીઓ તૈયાર કરી છે વડાપ્રધાન હંમેશાં સ્થાનિક કલા, કલાકારો અને પર્યાવરણલક્ષી પ્રયાસોને બિરદાવવા માટે જાણીતા છે. તેઓ 'વોકલ ફોર લોકલ' અને પ્રકૃતિના જતન માટે સતત દેશવાસીઓને પ્રેરણા આપતા રહ્યા છે. આથી જ, આ અદભુત રંગોળી તૈયાર કરનાર કલાકારો અને સ્થાનિક આગેવાનોમાં ભારે આશા છે કે જ્યારે વડાપ્રધાન સુરતની મુલાકાતે આવશે ત્યારે તેઓ આ રંગોળીને અચૂક નિહાળશે. રંગોળી બનાવનાર અમીતાબેને જણાવ્યું હતું કે, આ રંગોળી 'સેવ ધ એન્વાયરમેન્ટ' માટે બનાવી છે. જે ફિફ્થ એ પીએમ સર આવવાના છે અને એના માટે બનાવી છે. અને પબ્લિકને મેસેજ મળે કે, 'સેવ ધ એન્વાયરમેન્ટ' માટેની આ થીમ છે.આ રંગોળી બનાવવા માટે 2 દિવસ લાગ્યા છે અને નેચરલ પણ રંગોળી છે આ રંગોળી. અને ડિટેલ્સ અમે ક્રિએટ કરી છે, જેમાં હેન્ડ્સ, અર્થ ને એ બધું બતાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આજથી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપ:PM મોદી વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે, CM અને બાબા રામદેવ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા
    Next Article
    વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત, દર્દીઓ જીવના જોખમે:10 દિવસમાં સ્થળાંતર નહીં તો તાળાબંધીની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment