Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી ખર્ચે 'એકતા દિવસ'નો ભાજપના પ્રચાર માટે ઉપયોગના આક્ષેપ:પૂર્વ ડે.મેયર નરેન્દ્ર પાટીલ પાસેથી તમામ ખર્ચ વ્યક્તિગત રીતે વસૂલવા માંગ, સુરેશ સુહાગિયાનો મનપા કમિશનરને લખ્યો પત્ર

    9 hours ago

    સુરતમાં આજે 31 ઓક્ટોબરના રોજ 'રાષ્ટ્રીય એકતા દિવસ' સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં ભવ્ય અને સત્તાવાર સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક જાહેર જનતા માટેનો સત્તાવાર સરકારી કાર્યક્રમ છે, પરંતુ આ ઉજવણી પહેલા જ સુરત શહેરમાં રાજકીય વિવાદ વણસ્યો છે. સરકારી તંત્ર અને જાહેર જનતાના પરસેવાના નાણાંથી યોજાતા આ કાર્યક્રમને કોઈ પક્ષ વિશેષના પ્રચારના સાધન તરીકે ખપાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. સુરેશ સુહાગીયાનો મનપા કમિશનરને પત્ર આ મામલે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા દ્વારા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર અને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વોર્ડ નંબર 26, ઘોડાદરા વિસ્તારમાં રાણી લક્ષ્મીબાઈ કોમ્યુનિટી હોલમાં યોજાનાર એકતા દિવસના સરકારી કાર્યક્રમનો દુરુપયોગ પૂર્વ ડે.મેયર નરેન્દ્ર પાટીલ દ્વારા પોતાના પક્ષના પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આયોજક તરીકે 'ભારતીય જનતા પાર્ટી'ના નામવાળી આમંત્રણ પત્રિકા અને બેનરો વાયરલ કરવામાં આવ્યા છે. 'વોર્ડ-26ના એકતા દિવસના કાર્યક્રમનો ખર્ચ ડે.મેયર પાસેથી વસૂલો' સૌથી મોટો અને મુખ્ય મુદ્દો એ ઉઠાવવામાં આવ્યો છે કે, જો કોઈ રાજકીય વ્યક્તિ કે પૂર્વ હોદ્દેદાર સરકારી કાર્યક્રમનો ઉપયોગ પોતાના રાજકીય પક્ષના પ્રચાર માટે કરતા હોય, તો તે માટે સુરત મહાનગરપાલિકા કે પ્રજાના ટેક્સના ભંડોળમાંથી એક પણ રૂપિયો ખર્ચ કરવો જોઈએ નહીં. આ મામલે કડક વલણ અપનાવીને માંગ કરવામાં આવી છે કે, વોર્ડ નંબર 26માં આયોજિત આ એકતા દિવસના કાર્યક્રમનો જે કંઈ પણ ખર્ચ થાય, તે તમામ ખર્ચ સુરત મહાનગરપાલિકાના ભંડોળમાંથી આપવાને બદલે રાજકીય પ્રચાર કરનાર સંબંધિત પૂર્વ ડે.મેયર નરેન્દ્ર પાટીલ પાસેથી વ્યક્તિગત રીતે જ વસૂલ કરવામાં આવે. 'સંપૂર્ણપણે ગેરવ્યાજબી અને નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન' સુરેશભાઈ સુહાગીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સરકારી અને સત્તાવાર કાર્યક્રમનો ઉપયોગ પોતાના અંગત કે પક્ષીય રાજકીય હિતો માટે કરવો એ સંપૂર્ણપણે ગેરવ્યાજબી અને નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન છે. પાલિકાના નાણાંથી થતી સરકારી ઉજવણીઓમાં જો આ પ્રકારે રાજકીય પક્ષો પોતાના પ્રચારના રોટલા શેકશે તો તંત્રની નિષ્પક્ષતા પર સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે, આ બાબતે યોગ્ય અને ઊંડી તપાસ કરવામાં આવે, તેમજ સંબંધિત પૂર્વ ડે.મેયર પાસેથી કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ વ્યક્તિગત રીતે વસૂલ કરી સરકારી તિજોરીને નુકસાન થતું અટકાવવામાં આવે. આ સાથે જ ભવિષ્યમાં કોઈપણ સરકારી કાર્યક્રમોનો આવા રાજકીય હેતુઓ કે પક્ષીય પ્રચાર માટે દુરુપયોગ ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક આદેશો અને ગાઈડલાઈન જારી કરવામાં આવે તેવી લોકમુખે અને રાજકીય વર્તુળોમાં પ્રબળ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    નારણપુરાના સહજાનંદ ચોક પાસે યુવક AMTS નીચે કચડ્યો:બસની પાછળના ભાગે અથડાયા બાદ માથેથી ટાયર ફરી વળ્યું, રોડ પર લોહીનો રેલો ચાલ્યો
    Next Article
    જટિલ ગુનાઓની તપાસ માટે ગુજરાત પોલીસના 6 અધિકારીને રાષ્ટ્રીય સન્માન:ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાશે, રાષ્ટ્રીય એકતા દિવસે ગૃહ મંત્રાલયે દેશના 490 પોલીસકર્મીઓ માટે એવોર્ડ જાહેર કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment