Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જટિલ ગુનાઓની તપાસ માટે ગુજરાત પોલીસના 6 અધિકારીને રાષ્ટ્રીય સન્માન:ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાશે, રાષ્ટ્રીય એકતા દિવસે ગૃહ મંત્રાલયે દેશના 490 પોલીસકર્મીઓ માટે એવોર્ડ જાહેર કર્યાં

    8 hours ago

    રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વિવિધ ગુનાઓની ઊંડાણપૂર્વકની તપાસ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત પોલીસના 6 અધિકારીઓની વર્ષ 2026ના ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ માટે પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાંથી 490 કર્મચારીઓને આ પ્રતિષ્ઠિત સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના જે 6 અધિકારીઓની પસંદગી થઈ છે, તેમાં SP અંશુલ જૈન, ASP સિમરન ભારદ્વાજ, DySP રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે અભિનંદન પાઠવ્યા ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે એવોર્ડ માટે પસંદગી પામેલા તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વર્ષ 2014માં આ પદક આપવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ 1 ફેબ્રુઆરી, 2024થી આ પદકની શરૂઆત કરવામાં આવી હતી. સુરક્ષા દળોના મનોબળને પ્રોત્સાહન આપવા તેમજ તપાસ અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત કરવાના હેતુથી આ પદક આપવામાં આવે છે. જટિલ ગુનાઓની તપાસમાં યોગદાન પસંદગી પામેલા અધિકારીઓએ જટિલ ગુનાઓની વૈજ્ઞાનિક, તાર્કિક અને તલસ્પર્શી તપાસ કરીને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી ખર્ચે 'એકતા દિવસ'નો ભાજપના પ્રચાર માટે ઉપયોગના આક્ષેપ:પૂર્વ ડે.મેયર નરેન્દ્ર પાટીલ પાસેથી તમામ ખર્ચ વ્યક્તિગત રીતે વસૂલવા માંગ, સુરેશ સુહાગિયાનો મનપા કમિશનરને લખ્યો પત્ર
    Next Article
    National Unity Day 2026 | PMની ઉપસ્થિતિમાં સરદાર પટેલની 151મી જન્મ જયંતી ઉજવણી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment