Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં રન ફોર યુનિટી યોજાઈ:સરદાર પટેલની જન્મજયંતિએ મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી

    1 day ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટી યોજી હતી. દોડ સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનથી શરૂ થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી. દોડમાં પોલીસ જવાનો, નાગરિકો, યુવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. દેશભક્તિનાં ગીતો વગાડવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે અને વઢવાણના પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મંત્રી ત્રિકમ છાંગાએ સિરામિક ઉદ્યોગના પ્રશ્નો સાંભળ્યા:ખાનગી ફેક્ટરીની મુલાકાત દરમિયાન વીજળી, પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા કરી
    Next Article
    હવે સાયબર ઠગોના નિશાન પર પેન્શનર્સ!:છેતરપિંડીની જાળમાં આ રીતે ફસાવે છે; આખી ગેમ સમજો, ઘરના વડીલોને સાવચેત કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment