Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી ત્રિકમ છાંગાએ સિરામિક ઉદ્યોગના પ્રશ્નો સાંભળ્યા:ખાનગી ફેક્ટરીની મુલાકાત દરમિયાન વીજળી, પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા કરી

    1 day ago

    ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખાનગી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા અને મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. મોરબીના સિરામિક ઉદ્યોગના આગેવાનો, એસોસિએશનના હોદ્દેદારો, જેટકો અને પીજીવીસીએલના અધિકારીઓની હાજરીમાં ઉદ્યોગના પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. વીજળીની અછત અને વધતી જરૂરિયાતને પહોંચી વળવા નવી વીજલાઈનો તથા સબસ્ટેશનો બનાવવા રજૂઆત કરાઈ હતી. જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ કરવા અને પાણીની સમસ્યા ઉકેલવા પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગને લગતા અન્ય પ્રશ્નો પણ રજૂ કરાયા હતા. મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગના પ્રશ્નો સાંભળ્યા હતા અને વહેલી તકે ઉકેલવા શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને ઉદ્યોગકારોની સમસ્યાઓના ઉકેલ અંગે સરકાર તથા ઉદ્યોગ વચ્ચે આ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પહોંચ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં રન ફોર યુનિટી યોજાઈ:સરદાર પટેલની જન્મજયંતિએ મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment