Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ બાયપાસ પર પૂઠાં અને સ્ક્રેપ ભરેલા ટ્રકમાં આગ:આસપાસના વિસ્તારમાં અફરાતફરી, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી, કોઈ જાનહાનિ નહીં

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ બાયપાસ પર મહિન્દ્રા શો રૂમ નજીક ગત રાત્રિના સમયે પૂઠાં અને સ્ક્રેપના માલથી ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં આગ ભભૂકતી જોઈ લોકોમાં દોડધામ મચી હતી. જોકે, સમયસર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતાં આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ચાંડુવાવના નથુ ભીખા સોલંકીનો ટ્રક સ્ક્રેપના વેપારી જીતુ પરમારનો માલ ભરી વેરાવળથી બાયપાસ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન મહિન્દ્રા શો રૂમની સામે પહોંચતા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ 112 કન્ટ્રોલ મારફતે વેરાવળ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં વેરાવળ ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં L.F.M. સુનિલકુમાર ચુડાસમા, D.F.O. હરપાલસિંહ પેર, D.F.O. નરેન્દ્રસિંહ રાઠોડા, F.M. ભોગિસસિંહ પરમાર, F.M. રોહિત વેરા, F.M. જીતેન્દ્રસિંહ ગોહિલ અને F.M. ભાવેશ ચાપડા સહિતની ટીમે આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગને કારણે ટ્રકમાં ભરેલા માલને કેટલું નુકસાન થયું છે તે અંગે પણ સ્પષ્ટ વિગતો ઉપલબ્ધ થઈ નથી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં રન ફોર યુનિટીમાં CM દોડમાં જોડાયા:ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી; તમામે રાષ્ટ્રીય એકતાની શપથ લીધી
    Next Article
    Kyrie Irving Delivers Special Message For Fans Ahead Of Game Against Rockets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment