Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇટેન્શન લાઇનના વળતર મુદ્દે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા:CM-મંત્રી સમક્ષ રજૂઆત, ‘જંત્રી નહીં, બજારભાવ મુજબ વળતર આપો’ની માંગ

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વટામણ અને આસપાસના ગામોના ખેડૂતો હાઇટેન્શન વીજ લાઇનના વળતર મુદ્દે ન્યાય મેળવવા શનિવારે પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. ખેડૂતો પ્રથમ ધારાસભ્ય નિવાસે પહોંચ્યા બાદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની આગેવાનીમાં મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને ઊર્જા મંત્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. જંત્રી નહીં બજારભાવના 4 ગણા વળતરની માંગ ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન નવસારી જિલ્લામાં જે રીતે હાઇટેન્શન લાઇન માટે વાણિજ્યિક ધોરણે વળતર આપવામાં આવે છે, તેવી જ વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, જંત્રીના જૂના દરને બદલે જમીનના વર્તમાન બજારભાવના ચાર ગણા વળતર અંગે સરકારે તાકીદે સ્પષ્ટ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે હાઇટેન્શન લાઇન માટે તેમની કિંમતી જમીનનો ઉપયોગ થવા છતાં તેમને યોગ્ય વળતર મળતું નથી. મોબાઇલ ટાવરની જેમ માસિક ભાડું ચૂકવવા ખેડૂતોની અપીલ ખેડૂતોની અન્ય એક મહત્વની માંગ એ છે કે, વીજ કંપનીઓ આ લાઇનનો ઉપયોગ વાણિજ્યિક (Commercial) હેતુ માટે કરે છે, તેથી જમીનધારકોને પણ આર્થિક લાભ મળવો જોઈએ. મોબાઇલ ટાવરની જેમ જ હાઇટેન્શન લાઇનના થાંભલા માટે પણ જમીનનો ઉપયોગ થતો હોવાથી માસિક ભાડું ચૂકવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અગાઉ પણ આ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ટ્રેક્ટર રેલી યોજી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આગેવાને વધુમાં આરોપ લગાવ્યો હતો કે અગાઉના આંદોલન વખતે પોલીસ દ્વારા ખેડૂતો સાથે અન્યાય થયો હતો અને કેટલાક ઘરોના તાળા તોડવામાં આવ્યા હતા, જેથી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સરકાર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરી રહ્યો છું: ધારાસભ્ય પ્રકાશ વરમોરા આ મામલે મધ્યસ્થી કરી રહેલા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું કે, "હું ખેડૂતો અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યો છું. ખેડૂતોની સમસ્યાઓનું સકારાત્મક સમાધાન આવે અને બંને પક્ષ વચ્ચેની ગેરસમજ દૂર થાય તે મારો પ્રયાસ છે. રાજ્યના વિકાસ કાર્યોની સાથે ખેડૂતોના હિતો પણ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે." આગામી નિર્ણય પર ખેડૂતોની નજર ખેડૂતોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી અને ઊર્જા-કૃષિ મંત્રીઓ સાથેની આ બેઠક ઘણી સુખદ રહી છે. મંત્રીઓએ ખેડૂતોની તમામ રજૂઆતો શાંતિપૂર્વક સાંભળીને હકારાત્મક વલણ દર્શાવ્યું છે અને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપી છે. જોકે, ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે સરકારના આગામી સત્તાવાર નિર્ણય અને નીતિના આધારે જ તેઓ પોતાની આગળની રણનીતિ નક્કી કરશે.
    Click here to Read More
    Previous Article
    Khan Sir vs Roshan Anand : अभी जेल में ही रहेंगे दोनों गार्ड, खान सर को लेकर बड़ा अपडेट?
    Next Article
    Saurav Das ने बताया, पुलिस लाठी चार्ज करेगी तो क्या करेंगे! Jantar Mantar | Delhi | Abhijeet Dipke

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment