Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી-ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ:કોડીનારના ઘાંટવડમાં મકાનના પતરા ઉડ્યા, પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને નુકસાન; બે દિવસ દ.ગુજરાત-સૌરાષ્ટ્ર માટે ભારે

    17 hours ago

    રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે 30 ઓક્ટોબરે બપોર બાદ અમરેલી, ગીર સોમનાથમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનારના ઘાંટવડ ગામે તો તેજ પવન ફૂંકાતા ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા. એટલું જ નહીં ગામની ફાટક પાસેના પેટ્રોલપંપ પરના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર પવનના કારણે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ થયો હતો. વૃક્ષો રસ્તા પર પડતાં વાહનોની કતારો લાગી હતી. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે ધોધમાર વરસાદના કારણે હનુમાનપુર ગામની શેરીઓમાં પાણી વહેતાં થયાં હતાં. ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતનાં ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વરસેલા વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને ચાલી રહેલી ખેતીની કામગીરીને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. હિંમતનગર, પોશીના અને ઈડરમાં વરસાદ સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવતાં આજે બપોરે બાદ પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઈડર તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસર સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે હિંમતનગર શહેરમાં ગાજવીજ બાદ વરસાદી છાંટા વરસ્યા હતા. હિંમતનગર તાલુકાના હિંમતપુર, ઉમિયાનગર, મહાદેવપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. બીજી તરફ પોશીના અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે તાપમાનની વાત કરીએ તો રાજકોટ 38.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું. જ્યારે વડોદરા, ગાંધીનગર, ભાવનગરમાં તાપમાન ગગડીને 35°Cથી નીચે જતું રહ્યું છે. આગામી દિવસોમાં હજુ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટતા ઠંડીનો અનુભવ થશે. બે દિવસ બાદ ફરીથી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોમાં પવન મજબૂત રહેશે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ સુધી રહેવાની સંભાવના છે. 24 કલાકમાં વાવાઝોડું નબળું પડી જશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ માટે વાતાવરણ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ખૂબ જ તીવ્ર સાયક્લોનિક વાવાઝોડા 'દાના'નું હવે ડીપ ડિપ્રેશન થઈ ગયું છે. તેની સ્થિતિ દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાની આસપાસ છે અને આગામી 24 કલાકમાં તે નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ જશે. ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.
    Click here to Read More
    Previous Article
    બદ્રીનાથથી દેહરાદૂન આવી રહેલું હેલિકોપ્ટર ક્રેશ::6 લોકો સવાર હતા, બચાવ કામગીરી ચાલુ; ઉત્તરાખંડમાં 10 વર્ષમાં આવા 13 અકસ્માતો, 21 મોત
    Next Article
    17,000 ખાનગી શાળાઓમાં હડતાલની ચિમકી:ખેડૂતો માટે રાજ્યભરમાં કોંગ્રેસના ધરણાં, ગીર સોમનાથની બે સગીરાનું મહેસાણામાં ધર્માંતરણ,પાક નિષ્ફળ જતા ખેડૂતે ફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment