Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બદ્રીનાથથી દેહરાદૂન આવી રહેલું હેલિકોપ્ટર ક્રેશ::6 લોકો સવાર હતા, બચાવ કામગીરી ચાલુ; ઉત્તરાખંડમાં 10 વર્ષમાં આવા 13 અકસ્માતો, 21 મોત

    12 hours ago

    જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે શુક્રવારે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તેમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. હેલિકોપ્ટરે બપોરે લગભગ 1:14 વાગ્યે બદ્રીનાથથી દેહરાદૂનના સહસ્રધારા માટે ઉડાન ભરી હતી. જોશીમઠ ઘાટી ઉપર ઉડાન દરમિયાન હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ ટ્રેકિંગ સિસ્ટમ પર પણ તેનું લોકેશન મળવાનું બંધ થઈ ગયું. સેના અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જોશીમઠ પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ખરાબ હવામાન છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, 2016 અને 2026 વચ્ચે ઉત્તરાખંડમાં 12 હેલિકોપ્ટર અકસ્માતો થયા, જેમાં 21 લોકોના મોત થયા. અહીં ક્રેશ થયું હેલિકોપ્ટર પહાડી પર ચઢી રહી છે રેસ્ક્યૂ ટીમ SDRFની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહાડી પર ચઢી રહી છે. ડીએસપી મદન સિંહ બિષ્ટે જણાવ્યું કે ઘટનાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી તરફ, આપદા વ્યવસ્થાપન અધિકારી નંદકિશોર જોશીના જણાવ્યા મુજબ, જેપી ડેમની ઉપર આવેલા જંગલમાં સફેદ રંગની કોઈ વસ્તુમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેની તપાસ માટે બીજા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. કંપનીના સમગ્ર કાફલાની ઉડાનો પર રોક આ હેલિકોપ્ટર ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું. તેમાં પાઇલટ કેપ્ટન હિમાંશુ ઉપરાંત 5 મુસાફરો સવાર હતા. તેમાં પ્રતાપા, અરુણ, શંકર ગૌડા, સુધીર કે. અને એચએસ નટરાજનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે ટ્રાન્સ ભારત એવિએશનના તમામ હેલિકોપ્ટરોની ઉડાનો રોકી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં 5 વર્ષમાં 7 હેલિકોપ્ટર ક્રેશ, 21નાં મોત કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, ઉત્તરાખંડમાં 2020થી જુલાઈ 2025 સુધીમાં 7 હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. જેમાં 21 લોકોનાં મોત થયા હતા. જ્યારે, 2023થી 2025 દરમિયાન 6 હેલિકોપ્ટર દુર્ઘટનાઓ થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી કેટલાં હેલિકોપ્ટર ગુમ થયા છે, તેનો કોઈ સત્તાવાર આંકડો નથી.
    Click here to Read More
    Previous Article
    30 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મેષ-મકર રાશિ જાતકોનો ભાગ્યોદય નક્કી, વૃશ્ચિક રાશિના લોકોને ધંધામાં ફાયદો થશે
    Next Article
    અમરેલી-ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ:કોડીનારના ઘાંટવડમાં મકાનના પતરા ઉડ્યા, પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને નુકસાન; બે દિવસ દ.ગુજરાત-સૌરાષ્ટ્ર માટે ભારે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment