Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીલડીમાં પીએમ મોદીએ કહ્યું-આજે બનાસકાંઠાએ વટ પાડી દીધો:વિરોધીઓ પર પ્રહાર કરતાં કહ્યું - કેટલાક લોકો દેશને તકલીફમાં જોવા માંગે છે, આમાં તેમને આનંદ મળે છે; અફવાઓ ફેલાવે છે

    20 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના આગમનને પગલે ડીસાના ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આજે ભીલડીમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે આશરે 9:30 વાગ્યે બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCના પશુ ફાર્મની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે આશરે 10:30 વાગ્યે તેઓ ₹14,000 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવાની સાથે ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. લાઈવ બ્લોગમાં વાંચો પળેપળની અપડેટ્સ :
    Click here to Read More
    Previous Article
    તોફાની બેટિંગ કર્યા પછી પણ વૈભવને પ્લેઇંગ-11માંથી બહાર કર્યો:પહેલી જ ઓવરમાં મયંક યાદવે વિકેટ ઝડપી; ટિમ સેફર્ટને બાઉન્સર નાખીને પેવેલિયન ભેગો કર્યો
    Next Article
    ખમીસાણામાં નવા આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન:સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment