Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનીતા અડવાણીની રાજેશ ખન્ના સાથેના લગ્નની અરજી ફગાવાઈ:સુપ્રીમ કોર્ટે કહ્યું- કોઈ નક્કર આધાર નથી; ડિમ્પલ કાપડિયા અને અક્ષય કુમારને રાહત

    1 day ago

    સુપ્રીમ કોર્ટે એક્ટ્રેસ અનિતા આડવાણીની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધને લગ્ન તરીકે કાનૂની માન્યતા આપવાની માંગ કરી હતી. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાળેની ખંડપીઠે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતાં તેને ‘લક્ઝરી લિટિગેશન’ ગણાવી હતી. આ સાથે જ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતાં અનિતા આડવાણી માટે કાનૂની માર્ગો બંધ થઈ ગયા છે. અનિતા લાંબા સમયથી રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધને કાનૂની ઓળખ અપાવવાના પ્રયાસો કરી રહ્યાં હતાં. અનિતા આડવાણીએ દાવો કર્યો હતો કે તેઓ 10 વર્ષથી વધુ સમય સુધી રાજેશ ખન્ના સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં. તેમણે ડિમ્પલ કાપડિયા અને તેમના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા કાયદા હેઠળ કેસ પણ દાખલ કર્યો હતો. 'સન્માન માટે કાનૂની લડાઈ લડી', વકીલની દલીલ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે આ અરજીમાં આગળ સુનાવણી માટે કોઈ નક્કર આધાર નથી. બીજી તરફ અનિતા અડવાણીના વકીલે અદાલતમાં દલીલ કરી કે આ અરજી કોઈ આર્થિક લાલચ માટે નહીં, પરંતુ પોતાના આત્મસન્માન અને ગરિમા માટે કરવામાં આવી છે. આ પહેલાં બોમ્બે હાઈકોર્ટે 1 એપ્રિલે અનિતાની અપીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે મુંબઈની ડિંડોશી સત્ર અદાલતના 2017ના એ આદેશને યોગ્ય ઠેરવ્યો હતો, જેમાં રાજેશ ખન્નાના નિધન બાદ દાખલ કરવામાં આવેલો તેમનો સિવિલ દાવો ફગાવી દેવામાં આવ્યો હતો. 2012માં બંગલો છોડવાથી શરૂ થયો વિવાદ અનીતા અડવાણીનો દાવો છે કે તેઓ રાજેશ ખન્ના સાથે તેમના જીવનના અંતિમ વર્ષોમાં ઘણા વર્ષો સુધી લિવ-ઇન રિલેશનશિપમાં હતાં. જુલાઈ 2012માં 69 વર્ષની ઉંમરે રાજેશ ખન્નાના નિધન બાદ વિવાદ શરૂ થયો. અનીતાનો આરોપ હતો કે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા, પુત્રી ટ્વિંકલ ખન્ના અને જમાઈ અક્ષય કુમારે તેમને બાંદ્રા સ્થિત બંગલા 'આશીર્વાદ'માંથી બહાર કાઢી મૂક્યાં હતાં. ત્યારબાદ 2013માં અનીતાએ ડિમ્પલ કાપડિયા અને તેમના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા કાયદા (DVA) હેઠળ કેસ નોંધાવ્યો હતો, જેમાં તેમણે બાંદ્રામાં 3-બીએચકે ફ્લેટ અને દર મહિને મેન્ટેનન્સની માંગ કરી હતી. 2015માં હાઈકોર્ટે ઘરેલુ હિંસાની ફરિયાદ ફગાવી દીધી હતી 2015માં બોમ્બે હાઈકોર્ટે ડિમ્પલ કાપડિયા અને તેમના પરિવારની અરજી પર સુનાવણી કરતાં અનીતા આડવાણીની ફરિયાદ રદ કરી દીધી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે અનીતાનો રાજેશ ખન્ના સાથેનો સંબંધ લગ્ન જેવો નહોતો, તેથી તેઓ ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત મેળવવાનાં હકદાર નથી. આ ઉપરાંત અદાલતે એવું પણ માન્યું હતું કે રાજેશ ખન્નાના પરિવારના સભ્યોને આ કેસમાં ઘસેડવા યોગ્ય નથી, કારણ કે અનીતા તેમની સાથે ક્યારેય રહ્યાં નહોતાં. ત્યારબાદ તેમણે કોર્ટમાં ફરી અપીલ કરી. એપ્રિલ 2026માં કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. 'શાલિમાર'થી કર્યું હતું ડેબ્યૂ, બિગ બોસમાં પણ જોવા મળી હતી 60ના દાયકાની ઉંમરે પહોંચી ચૂકેલી અનીતા અડવાણીએ 1978માં ધર્મેન્દ્ર અને ઝીનત અમાનની ફિલ્મ 'શાલિમાર'માં ડાન્સરની ભૂમિકાથી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે 'સાજિશ' અને 'દાસી' જેવી ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 2013માં તેઓ સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'માં પણ જોવા મળી હતી. બે વર્ષ પહેલાં તેમણે રાજેશ ખન્નાની જન્મજયંતિ પર ‘ધ એન્ડિયરિંગલી વિકેડ વેઝ ઑફ રાજેશ ખન્ના’ નામથી પોતાની પુસ્તક પણ લોન્ચ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમના અને રાજેશ ખન્નાના મિત્રો તેમના સંબંધ વિશે બધું જાણતા હતા અને તેમણે તેને ક્યારેય છુપાવ્યો નહોતો.
    Click here to Read More
    Previous Article
    चालान पर गडकरी का बड़ा फैसला! अब इतनी रफ्तार पर भी नहीं लगेगा जुर्माना, मिली बड़ी छूट
    Next Article
    ભૂતાનમા ગ્લેશિયર તળાવ ફાટ્યું, ગરમ પાણીનું કુંડ વહી ગયું:હાઈવે-રસ્તાઓ ધોવાયા; બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોને સ્થળાંતર કરાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment