Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ સૈનિક સામે પત્નીની અરજી નકારતી હાઈકોર્ટ:પતિની જાણ કે સંમતિ વગર ગર્ભપાત કરાવ્યો, પત્નીનો વગર કોઈ વ્યાજબી કે પર્યાપ્ત કારણ સિવાય પતિ સાથે રહેવાનો ઇનકાર

    11 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં એક પૂર્વ સૈનિકની પત્નીએ અરજી દાખલ કરી હતી. જે મુજબ અરજદાર પત્ની અને પતિના લગ્ન 3 માર્ચ, 2006ના રોજ હિન્દુ રીત-રિવાજ મુજબ નડિયાદમાં થયા હતા. પતિ ભારતીય સૈન્યમાં નોકરી કરતો હતો. પત્નીનો આક્ષેપ હતો કે, પતિની ગેરહાજરીમાં તેના સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવતી હતી. 25 માર્ચ, 2010ના રોજ તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. કોર્ટે અગાઉ ચુકવેલી રકમ પણ પરત ખેંચવા કહ્યું પત્નીએ નડિયાદ કોર્ટમાં CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણ માટે અરજી દાખલ કરી હતી. શરૂઆતમાં 30 જાન્યુઆરી, 2015ના એકતરફી હુકમથી પત્નીને 10 હજાર માસિક ભરણપોષણ મંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં પુનઃસુનાવણી હાથ ધરાતા, પ્રિન્સિપાલ જજ, ફેમિલી કોર્ટ, નડિયાદ દ્વારા 11 ઓક્ટોબર, 2017ના રોજ પત્નીની ભરણપોષણની અરજી રદ્દ કરવામાં આવી હતી અને માસિક 10 હજારના ભરણપોષણનો અગાઉનો આદેશ રદ્દ કરાયો હતો. ફેમિલી કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પતિ દ્વારા અગાઉ ચુકવાયેલી રકમ પરત ખેંચવાની રહેશે નહીં. મહિલાએ સ્વૈચ્છિક રીતે પતિનો સાથ છોડ્યાનું કોર્ટે નોંધ્યું પત્નીએ પતિ અને તેના પરિવાર સામે IPCની કલમ 498A અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તમામ સાસરિયા પક્ષના આરોપીઓ નિર્દોષ જાહેર થયા હતા અને તે ચુકાદો અંતિમ બન્યો હતો. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે, પત્ની 2008થી જ તેના પિયરમાં રહેતી હતી અને તેણે પતિની જાણ કે સંમતિ વગર ગર્ભપાત કરાવ્યો હતો. પત્ની વગર કોઈ વ્યાજબી કે પર્યાપ્ત કારણ વગર પતિ સાથે રહેવાનો ઇનકાર કરતી હતી અને તેણે સ્વૈચ્છિક રીતે પતિનો સાથ છોડી દીધો હતો. હાઈકોર્ટે નડિયાદ ફેમિલી કોર્ટનો ચુકાદો રદ કર્યો કાયદાકીય જોગવાઈઓ મુજબ, જે પત્ની કોઈ યોગ્ય કારણ વગર પતિથી અલગ રહે છે અથવા લગ્નજીવનના સબંધો નિભાવવાનો ઇનકાર કરે છે, તે કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવા હકદાર નથી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કલમ 397 અને 401 હેઠળની રિવિઝન સત્તા સુપરવાઇઝરી પ્રકારની છે, જેમાં ફેમિલી કોર્ટના પુરાવાના મૂલ્યાંકન પર પુનઃવિચારણા કરી શકાતી નથી, સિવાય કે આદેશ ગેરકાનૂની કે ગંભીર ભૂલભરેલો હોય. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના ઓક્ટોબર, 2017ના આદેશને યોગ્ય અને કાયદેસર ઠેરવ્યો છે. પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન અરજી રદ્દ કરવામાં આવી છે અને નડિયાદ ફેમિલી કોર્ટનો ભરણપોષણ રદ્દ કરવાનો ચુકાદો બહાલ રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મા-ખેરોજ રોડ પર ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી:11 વાહનને 5,500 રૂપિયાનો દંડ, 4 સામે એનસી નોંધાઈ
    Next Article
    Delhi Logs Coldest October Day In 4 Years Amid Cyclone Arnab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment