Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપથ રંગોલી ક્લબ રોડ પર અર્બન ચોક ફૂડ બજારમાં આગ:મોમોસ અને ચાટ સહિત ત્રણ આઉટલેટમાં આગ લાગતા દોડધામ, ફાયર બ્રિગેટની ટીમે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

    2 days ago

    અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગવાની ઘટના બની હતી. ખાણીપીણીના ત્રણથી ચાર સ્ટોલમાં આગ લાગી હોવાનું સામે આવતા ફાયર બ્રિગેડની ત્રણથી ચાર ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મળેવી લીધો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એક ફૂડ સ્ટોલમાં લાગેલી આગ બીજા આઉટલેટ સુધી પહોંચી ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરમાં ખાણીપીણી માટે સૌથી પ્રખ્યાત રાજપથ રંગોલી ક્લબ રોડ ઉપર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આજે રાત્રે 8 વાગ્યાની આસપાસ ચાટના ફૂડ સ્ટોલમાં આગ લાગી હતી. થોડા સમયમાં આખા આઉટલેટમાં આગ પ્રસરી ગઈ અને બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી પહોંચી હતી. ફાયર વિભાગને જાણ કરાતાં બોપલ ફાયર સ્ટેશનની ત્રણ જેટલી ગાડીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. કરવાચોથનું વ્રત હોવાથી મોટી સંખ્યામાં લોકો હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. ચાટ અને મોમોસ સહિત કુલ ત્રણ આઉટલેટમાં આગ લાગી હતી. અર્બન ચોક ફૂડ બજારમાં લગભગ 50થી વધારે ફૂડ સ્ટોલ આવેલા છે. આજે કરવા ચોથનું વ્રત હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા 9 બોગસ ડોક્ટર ઝડપાયા:નકલી ગર્ભપાતની દવા વેચનાર અને 10 વર્ષથી પ્રેક્ટિસ કરતા કમલાપ્રસાદથી લઈ નર્સ તરીકે કામ કરી ચૂકેલી આરતીદેવી ઝબ્બે
    Next Article
    Nvidia CEO Was China Spy Target, Officials Doubt He Was Unaware: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment