Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીરાણા-સોલા દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે તપાસ:શહેરમાં નાગરિકોને પાણીની કોઈ અછત નહીં, ગેરકાયદે કલેક્શનનો કાપી નાખવામાં આવશે; માવાના ઉત્પાદકોએ રેપિડ ટેસ્ટ કીટ રાખવી પડશે

    3 days ago

    અલનીનોના કારણે રાજ્યમાં પાણીનું સંકટ ઉભું થયું છે ત્યારે અમદાવાદ શહેરમાં નાગરિકોને પાણીની કોઈ તકલીફ ન હોવાનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. નાગરિકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે. જે લોકો ગેરકાયદે કનેક્શન, વધુ પડતો પાણીનો ઉપયોગ અને પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય એવી જગ્યાઓમાં ચેકિંગ કરવા માટેની સૂચના આજે 29 ઓક્ટોબરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે. ગેરકાયદે કનેક્શન તાત્કાલિક કટ કરવા સૂચના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં પાણીની કોઈ અછત નથી પરંતુ જે લોકો કાર વોશિંગનો વ્યવસાય કરે છે. હોટલો, ધર્મશાળાઓ અને પીજી જેવી જગ્યાઓ જ્યાં ગેરકાયદે રીતે પાણીની લાઈન લઇ અને ઉપયોગ કરતા હોય તમામનું ચેકિંગ કરી તાત્કાલિક ધોરણે પાણીના કનેક્શનનો કાપી નાખવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇજનેર વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વોટર વિભાગના એડિશનલ સીટી ઇજનેર વિજય પટેલે જણાવ્યું હતું કે શહેરમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે અને કોઈપણ અછત નથી. સરકારમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સતત સંકલનમાં છીએ નર્મદા કેનાલમાં જો કોઈ પણ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય તો દિવાળી બાદ આગોતરા જાણ સાથે કરવામાં આવે જેથી નાગરિકોને જાણ કરી શકાય. માવાના ઉત્પાદકોએ ફરજિયાત રેપિડ કીટ રાખવાની રહેશે શહેરીજનોના આરોગ્યને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત માવાની જગ્યાએ બરફીનો ઉપયોગ કર્યો હોવાના પગલે ફૂડ વિભાગની ટીમ દ્વારા માવા નો જથ્થો જપ્ત કરવામાં આવે છે ત્યારે હવે શહેરના તમામ પાંચ લાખથી વધુનું ટર્ન ઓવર ધરાવનારા માવાના ઉત્પાદકોએ ફરજિયાત રેપિડ ટેસ્ટ કીટ રાખવાની રહેશે. કોઈપણ જથ્થાબંધ કે રિટેલ વેપારી સ્થળ પર જ માવાના જથ્થા અંગે તપાસ કરીને માવો ખરીદી શકે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 350 વેપારીઓએ રેપિડ ટેસ્ટ કીટ રાખી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે નાગરિકો વેપારીઓના ત્યાં જ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખાવા લાયક છે કે નહીં તે અંગેની તપાસ કરી શકે તેના માટે રેપિડ ટેસ્ટ કી દરેક વેપારીઓને રાખવા સૂચના આપી હતી જેના પગલે 350 જેટલા વેપારીઓએ અત્યાર સુધીમાં રેપિડ ટેસ્ટ કીટ રાખી છે. માવાના ઉત્પાદકોએ પણ હવે ટેસ્ટ કીટ રાખવાની રહેશે. પીરાણા-સોલાની દુર્ઘટના બાબતે જવાબદાર સામે કાર્યવાહી થશે શહેરના પીરાણા વિસ્તારમાં દસ વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ડ્રેનેજમાં પડી જવાની અને સોલા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાં વેલ્ડીંગ કામગીરી દરમિયાન ચાર લોકોના પ્લાન્ટમાં પડી જવાની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા આ બંને ઘટનાઓમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, પીરાણા અને સોલા વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં ખાસ કરીને સોલા એસટીપી પ્લાન્ટમાં જો સેફટી ના સાધનો રાખ્યા હોત તો કદાચ આ દુર્ઘટના ના બની હોત. કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જે તે જવાબદાર અધિકારીઓની પણ એટલી જ જવાબદારી હોય છે જેથી જે પણ અધિકારી સામે પણ કાર્યવાહીની સૂચના આપી છે. બંને ઘટનામાં જે અધિકારી જવાબદાર હોય તેની સામે તપાસ કરવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Allium Restores Core APIs While Investigating the Cause of Its Security Incident
    Next Article
    3 વર્ષની બાળકીની શ્વાસનળીમાં સીતાફળનું બીજ ફસાયું:થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપીથી સફળ સારવાર, હાલ બાળકીની તબિયત સ્થિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment