Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલની ચૂંટણીમાં વિદેશી દખલની તપાસના આદેશ:કતાર-તુર્કીથી ફંડિંગની આશંકા, બેલેટ વોટની ગણતરી પૂરી, નેતન્યાહૂ-આઇઝેનકોટ બંને બહુમતીથી દૂર

    2 days ago

    ઇઝરાયલમાં 27 ઑક્ટોબરે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિદેશી દખલની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચે તપાસ એજન્સી 'શિન બેટ'ને મામલાની તપાસના આદેશ આપ્યા છે. ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલના જણાવ્યા મુજબ, એજન્સી એક અઠવાડિયામાં તપાસનો અહેવાલ સુપરત કરશે. પ્રધાનમંત્રી નેતન્યાહૂની લિકુડ પાર્ટીને શંકા છે કે કતાર અને તુર્કીથી ઇઝરાયલ અને વેસ્ટ બેન્કમાં નાણાં મોકલ્યા હતા. આ નાણાંનો ઉપયોગ આરબ નાગરિકોને ભંડોળ પૂરું પાડવા માટે કર્યો હતો. ચૂંટણી સમાપ્ત થયા બાદ બીજા જ દિવસે તમામ બેલેટ મતની ગણતરી પૂરી થઈ ગઈ છે. હવે માત્ર બેવડા પરબીડિયાંમાં રહેલા મતોની ગણતરી બાકી છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને વિપક્ષના નેતા આઇઝેનકોટ બંને બહુમતીથી દૂર છે. અત્યાર સુધી નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો, જ્યારે વિપક્ષી ગઠબંધનને 48 બેઠકો મળતી દેખાઈ રહી છે. જ્યારે, આરબ પાર્ટીઓને કુલ 19 બેઠકો મળવાનો અંદાજ છે.
    Click here to Read More
    Previous Article
    'હર યુગ મેં રામ'માં 20 હજાર વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ:રણબીર, રવિ અને 'રામાયણ'ના મેકર્સે 18 શહેરોની 500થી વધુ શાળાના બાળકો સાથે ખાસ ચર્ચા કરી
    Next Article
    સ્કોર્પિયોથી 10 વાહન ઉડાવ્યાં:ભાજપ નેતાના દીકરાનો દારૂ ઢીંચીને આતંક, કાલે PM મોદીની ખાટલા સભા, યુવકે મહિલા વકીલની ગાડી સળગાવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment