Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હર યુગ મેં રામ'માં 20 હજાર વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ:રણબીર, રવિ અને 'રામાયણ'ના મેકર્સે 18 શહેરોની 500થી વધુ શાળાના બાળકો સાથે ખાસ ચર્ચા કરી

    2 days ago

    રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' દિવાળી પર્વે રિલીઝ થવાની છે. ત્યારે નવી પેઢીને રામાયણના સનાતન મૂલ્યોની વધુ નજીક લાવવાના હેતુથી OTT પ્લેટફોર્મ જિયોહોટસ્ટારે નમિત મલ્હોત્રાની 'રામાયણ' અને IIMUNના સહયોગથી 'હર યુગ મેં રામઃ અ કન્વર્ઝેશન વિથ યંગ લીડર્સ'નું આયોજન કર્યું છે, જેમાં આખા દેશમાંથી લગભગ 20,000 વિદ્યાર્થીઓને એક મંચ પર એકત્ર કર્યા છે. વિદ્યાર્થીઓએ મહાકાવ્ય વિશે ખૂલીને વાત કરી મુંબઈના IIMUNના મુખ્યાલયે યોજાયેલી આ ઇવેન્ટમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 18 શહેરોની 500થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. લાઇવ સેશન માટે 150 વિદ્યાર્થી નેતાઓ રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કાર્યક્રમમાં નિતેશ તિવારી, નમિત મલ્હોત્રા, રણબીર કપૂર અને રવિ દૂબે હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ મહાકાવ્યના સ્થાયી મૂલ્યો, પાત્રો અને આજના સમયમાં સંબંધોની પ્રાસંગિકતા પર ખૂલીને વાતચીત કરી હતી. આ સંવાદનો એક ખાસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો, જે 1 નવેમ્બરથી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. 'રામના પાત્રમાં ઢળવું વિનમ્રતાપૂર્ણ અનુભવ રહ્યો' આ અંગે 'રામાયણ'માં શ્રીરામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂરે કહ્યું, 'રામની વાર્તા પેઢીઓથી આપણા જીવનનો હિસ્સો રહી છે, અને તેમના પાત્રમાં ઢળવું એ મારા માટે અત્યંત વિનમ્રતાપૂર્ણ અનુભવ રહ્યો છે. આ સંવાદને જે બાબતે ખાસ બનાવ્યો, તે એ હતો કે યુવા મન આ વાર્તા સાથે પોતાની રીતે જોડાય છે. આ વાર્તા એ બાબતની યાદ અપાવે છે કે, દરેક પેઢી રામ સાથે અલગ રીતે જોડાઈ શકે છે, છતાં પણ તેમની આ મુસાફરીમાં કંઈક એવું અનુભવી શકે છે જે ખૂબ જ જાણીતું અને સનાતન હોય.' વિદ્યાર્થીઓ સાથેના સંવાદ પર ડિરેક્ટરે ખુશી વ્યક્ત કરી ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ કહ્યું કે, 'રામાયણની સમૃદ્ધિ એ વાતમાં છે કે, તેના ભવ્ય પ્રસંગોની સાથે સાથે તેના પાત્રો અત્યંત માનવીય પસંદગીઓ અને લાગણીઓનો સામનો કરે છે. ફિલ્મ નિર્માતા તરીકે, નવી પેઢી માટે આ વાર્તાને પડદા પર લાવતી વખતે તે ભાવનાત્મક સત્યને જાળવી રાખવાની અમારી જવાબદારી હતી. વિદ્યાર્થીઓને આ પાત્રો વિશે પ્રશ્નો પૂછતા, પડકારતા અને પોતાની રીતે તેનું અર્થઘટન કરતા સાંભળવા એ એ વાતની સુંદર યાદ અપાવે છે કે આ વાર્તા શા માટે આટલી અમર છે.' 'યુવાનો મહાકાવ્યની સાથે પોતાનો સંબંધ શોધે એ જરૂરી' 'રામાયણ'ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કહ્યું કે, 'રામાયણે આપણને પેઢી દર પેઢી એવી વાર્તાઓ, મૂલ્યો અને પાઠ આપ્યા છે, જે આજે પણ આપણું માર્ગદર્શન કરે છે. આ મહાકાવ્યને મોટા પડદા પર લાવવાની સાથે એ પણ એટલું જ મહત્વનું છે કે, યુવાનો આ મૂલ્યોને ઓળખે અને તેમની સાથે પોતાનો સંબંધ શોધે. આ વિદ્યાર્થીઓ ચર્ચામાં જે જિજ્ઞાસા, પ્રામાણિકતા અને દૃષ્ટિકોણ લાવ્યા, તેણે આ સંવાદને ખરેખર અદ્ભુત બનાવ્યો. હજારો વર્ષો જૂની વાર્તા આજે પણ નવી પેઢી સાથે એટલી જ સુસંગત છે, તે જોવું ખૂબ જ આનંદદાયક છે.' રવિ દૂબેએ લક્ષ્મણના પાત્ર વિશે વાત કરી ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી રહેલા રવિ દુબેએ કહ્યું, ‘લક્ષ્મણનું પાત્ર ભજવવાથી મને નિષ્ઠા, પ્રેમ અને અટલ કર્તવ્યનિષ્ઠા પર આધારિત સંબંધને અનુભવવાની તક મળી. આ સંવાદ દરમિયાન મને જે બાબતે સૌથી વધુ આકર્ષિત કર્યો, તે એ હતો કે યુવાનો આ સંબંધો અને નિર્ણયોને પોતાના અનુભવોના દૃષ્ટિકોણથી કેવી રીતે જુએ છે. આ ચર્ચાએ મને પણ લક્ષ્મણને નવી રીતે જોવાની દૃષ્ટિ આપી, અને આ પહેલનો હિસ્સો બનવાનો આ સૌથી મોટો સંતોષજનક અનુભવ હતો.’
    Click here to Read More
    Previous Article
    Travis Kelce Turns Prince William’s Taylor Swift Selfie Confession Into A Joke About His Future With The Pop Star
    Next Article
    ઇઝરાયલની ચૂંટણીમાં વિદેશી દખલની તપાસના આદેશ:કતાર-તુર્કીથી ફંડિંગની આશંકા, બેલેટ વોટની ગણતરી પૂરી, નેતન્યાહૂ-આઇઝેનકોટ બંને બહુમતીથી દૂર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment