Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્મેનિયાની સંસદમાં સાંસદો વચ્ચે મારઝૂડ:મહિલાઓ પરના વિવાદિત નિવેદનથી નેતાઓ ભડક્યા, કાર્યવાહી રોકવી પડી

    2 days ago

    આર્મેનિયાની સંસદમાં ગુરુવારે સત્તારૂઢ પક્ષ અને વિપક્ષી સાંસદો વચ્ચે મારામારી થઈ ગઈ. વિવાદ મહિલાઓ અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનથી શરૂ થયો હતો. સત્તારૂઢ પક્ષના સાંસદ તારોન ચખોયાને વિપક્ષના નેતા નારેક કારાપેટયનને માફી માગવા માટે કહ્યું હતું. તેમણે કારાપેટયનના પરિવારને લઈને પણ નિવેદન આપ્યું હતું. આથી નારાજ વિપક્ષી સાંસદો સ્પીકરના પોડિયમ તરફ આગળ વધ્યા. જોતજોતામાં ચર્ચા મારામારીમાં ફેરવાઈ ગઈ. મારામારી દરમિયાન એક સાંસદને જમીન પર પાડી દેવામાં આવ્યો. આ મારામારી બાદ સમગ્ર કોરિડોરમાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ. ત્યારબાદ સુરક્ષાકર્મીઓ હરકતમાં આવ્યા અને બંને પક્ષોને અલગ કર્યા. ઘટનાને પગલે સંસદની કાર્યવાહી રોકવી પડી. આર્મેનિયાની સંસદમાં થયેલી મારામારી સાથે જોડાયેલી 3 તસવીરો વિપક્ષી નેતાના ભાઈએ મહિલાઓના યૌન સંતોષ અંગે નિવેદન આપ્યું હતું સ્થાનિક મીડિયા અનુસાર, ચખોયાને પોતાના ભાષણમાં વિપક્ષી નેતા કારાપેટ્યાનના પિતરાઈ ભાઈ સરગિસ કારાપેટ્યાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરીને તેમની ટીકા કરી હતી. તેમણે એક પોડકાસ્ટમાં મહિલાઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ જ વર્ષે જાન્યુઆરીમાં એક સમાજશાસ્ત્રીએ કહ્યું હતું કે આર્મેનિયામાં આધેડ વયની મહિલાઓની રાજકારણમાં રુચિ વધી રહી છે. તેમણે તેનું કારણ યૌન અસંતોષ હોવાનું જણાવ્યું હતું. તેમનો દાવો હતો કે આ જ કારણે કેટલીક મહિલાઓ સોશિયલ મીડિયા પર વધુ રાજકીય ટિપ્પણીઓ કરે છે. જ્યારે એક પોડકાસ્ટમાં સરગિસ સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશમાં કોઈ પણ મહિલા યૌન સંતોષથી વંચિત નહીં રહે. પોડકાસ્ટમાં સામેલ અન્ય એક વ્યક્તિએ મજાકમાં ‘સેક્સ મંત્રાલય’ બનાવવાની વાત કરી હતી. ત્યારબાદ સરગિસે કહ્યું હતું કે યૌન સંબંધો વિના વસ્તી સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાતી નથી. આ રીતે વાતચીત મહિલાઓની રાજકીય સક્રિયતાથી શરૂ થઈને યૌન સંતોષ અને આર્મેનિયાના ઘટતા જન્મદર સુધી પહોંચી ગઈ. સત્તારૂઢ પક્ષના સાંસદ તારોન ચખોયાને સંસદમાં આ જ નિવેદનનો ઉલ્લેખ કરતાં વિપક્ષી નેતા નારેક કારાપેટયન પર નિશાન સાધ્યું. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ ટિપ્પણી બદલ અત્યાર સુધી મહિલાઓ પાસે માફી કેમ માંગવામાં આવી નથી. આ જ મુદ્દે બંને વચ્ચે દલીલ શરૂ થઈ, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. -------------------------------- આ સમાચાર પણ વાંચો… બાંગ્લાદેશમાં કાવતરું ઘડીને હસીના સરકારને પાડી હતી:2 દિવસ પહેલા યુનુસ અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થઈ હતી; વિદેશી ન્યૂઝ એજન્સીના પત્રકારે મદદ કર બાંગ્લાદેશમાં કાવતરાના ભાગરૂપે શેખ હસીનાની સરકાર પાડવામાં આવી હતી. તેમના વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન દરમિયાન જ વિદ્યાર્થી નેતાઓએ ચર્ચા શરૂ કરી દીધી હતી કે તેમના પછી દેશની કમાન કોણ સંભાળશે. આ દાવો મુહમ્મદ યુનુસના ભૂતપૂર્વ પ્રેસ સચિવ શફીકુલ આલમે કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy S27 Listing Suggests 25W Charging for Global Variants as Company Reveals 2027 Plans
    Next Article
    76 ગામના 2,200થી વધુ લોકોએ ગ્રામ સંવાદમાં ભાગ લીધો:મહીસાગરના બચકરીયા ઉત્તરમાં જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને વન અધિકાર પર ચર્ચા, 59 સ્થળે કિસાન ઉત્સવ યોજાશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment