Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    76 ગામના 2,200થી વધુ લોકોએ ગ્રામ સંવાદમાં ભાગ લીધો:મહીસાગરના બચકરીયા ઉત્તરમાં જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને વન અધિકાર પર ચર્ચા, 59 સ્થળે કિસાન ઉત્સવ યોજાશે

    2 days ago

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બચકરીયા ઉત્તર ગામે ગ્રામ સંવાદ યોજાયો હતો. તેમાં કડાણા, સંતરામપુર, ખાનપુર અને ગોધરા તાલુકાનાં 76 ગામોના 2,200થી વધુ ગ્રામજનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. સી. કે. ટીંબડિયા ઉપસ્થિત રહ્યા હતા. જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને સામુદાયિક વન અધિકાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને સરકારી વિભાગોના પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા હતા. ગ્રામજનો અને વહીવટી તંત્ર વચ્ચે સંવાદ વધારવો અને લોકભાગીદારીથી ગ્રામીણ વિકાસને વેગ આપવો કાર્યક્રમનો હેતુ હતો. તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓએ સરકારી યોજનાઓ અને વિકાસનાં કામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્થળ પર આશરે 22 માહિતી સ્ટોલ ઊભા કરાયા હતા. સ્ટોલમાં પ્રાકૃતિક ખેતી, દેશી બિયારણો, પરંપરાગત ખોરાક, આરોગ્ય અને પોષણ, જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓ તથા ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગે માહિતી અપાઈ હતી. સંવાદમાં જળ વ્યવસ્થાપન, સામાજિક પરિવર્તન અને ટકાઉ આજીવિકા અંગે પણ ચર્ચા થઈ હતી. વી.બી.જી. રામજી અંતર્ગત તૈયાર કરાયેલું આયોજન, જળ વ્યવસ્થાપન યોજના અને સામુદાયિક વન અધિકાર (CFR) સંબંધિત અહેવાલો યોગ્ય કાર્યવાહી માટે સરકારને સુપરત કરાયા હતા. ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે 2013થી 2026 સુધીની ગ્રામ સંવાદની સફરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ મંચને ગ્રામજનો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓ વચ્ચે સંકલનનું માધ્યમ ગણાવ્યું હતું. મધ્યપ્રદેશ, ઓડિશા, નાગાલેન્ડ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સંસ્થાઓના કાર્યકરો પણ મલ્ટી-એક્ટર પ્લેટફોર્મની કામગીરી સમજવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, પ્રાકૃતિક ખેતી અને લોકભાગીદારી આધારિત ગ્રામીણ વિકાસના મુદ્દાઓ પર ભાર મૂકાયો હતો. મહીસાગરમાં 59 સ્થળે કિસાન ઉત્સવ યોજાશે મહીસાગર જિલ્લામાં 30 ઓક્ટોબર, 2026ના રોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને 31 ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી થશે. આ આયોજન અંગે જિલ્લા પ્રભારી મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબા પુવાર, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, કાર્યક્રમના નોડલ અધિકારીઓ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. 30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયતની તમામ 28 બેઠકો પર બે-બે કાર્યક્રમો યોજાશે. નગરપાલિકા વિસ્તારમાં ત્રણ કાર્યક્રમો સાથે જિલ્લામાં કુલ 59 સ્થળે કાર્યક્રમોનું આયોજન કરાયું છે. લુણાવાડા નગરપાલિકા અને જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ 42 પાટીદાર સમાજની વાડી, લુણાવાડા ખાતે યોજાશે. અહીં બનાસકાંઠાથી પ્રધાનમંત્રીની હાજરીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાના વિતરણનું જીવંત પ્રસારણ પણ બતાવાશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જિલ્લાના તમામ ગામો અને નગરપાલિકાઓમાં સાંજે 5 વાગ્યે એકતા રેલી યોજાશે. રેલી પછી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની એકતા પરેડ અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનું વિશાળ સ્ક્રીન પર જીવંત પ્રસારણ બતાવાશે. 31 ઓક્ટોબરે લુણાવાડા નગરપાલિકા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ 42 પાટીદાર સમાજની વાડી ખાતે યોજાશે. બંને કાર્યક્રમોમાં જિલ્લાના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, ખેડૂતો અને સ્થાનિક નાગરિકો ભાગ લેશે.
    Click here to Read More
    Previous Article
    આર્મેનિયાની સંસદમાં સાંસદો વચ્ચે મારઝૂડ:મહિલાઓ પરના વિવાદિત નિવેદનથી નેતાઓ ભડક્યા, કાર્યવાહી રોકવી પડી
    Next Article
    'નગરપાલિકા પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ છે, માણસો પ્રત્યે નહીં':રાધનપુરમાં માંસની દુકાનો 4 મહિના બંધ કરાવવાના ફરમાન પર હાઇકોર્ટની ટકોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment